SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ ૨૧ કોઇએક સ્ત્રી, સ્વચ્છ ઊઢકના પ્રાશને કરી, બીજી કોઈ કમળ ડાંડાના કંકણે કરી તેમજ બીજી કોઈ કમળ પુષ્પના કર્ણ ભૂષણે કરી નદીને કંપાયમાન કરતી હવીઓ. અર્થાત્ કોઈ સ્ત્રી પાણીના પ્રાશને કરી, કોઈ સ્ત્રી કંકણ કરવા સારૂં નદીનાં કમળોના ડાંડાના તોડલે કરી અને કોઈ કર્ણ ભૂષણ સારૂં કમળના તોડલે કરી નદીના જલને કંપાયમાન કરતી હવીઓ. જેઓની લક્ષ્મી સ્તાને કરી નિર્મેળ થઇછે એવી કેટલીએક સ્ત્રીઓએ નદીના તીરનેવિષે કેતકી વૃક્ષાદિકના કુંવનમાં જઈ પોતાના પ્રિયની પ્રાર્થનાને સફળ કરતી હવીઓ. તે વેળુનેવિષે સ્ત્રીઓનું ગમન અને હંસણીઓનું ગમન એ બંનેમાં ઊપમાન (જે વસ્તુની ઊપમા દેવાની તે વસ્તુ) કોણ અને ઉપમેય (ઉપમા દેવાને જે યોગ્ય તે) કોણ? તે જાણવા માટે કોઇપણ સમર્થ થયું નહીં. તે સમયે સર્સ્વતીના કાંડ ઊપરનાં વૃક્ષો અને સંપૂર્ણ સૈનીક–એઓ મળીને ફળ અને પુષ્પ કરી કૃષ્ણ અને ધર્મરાજાનો સત્કાર કરો. અર્થાત્, ફળ અને પુષ્પ એ બે પદાર્થો વૃક્ષોના, અને તે આણી આપનાર સૈનીકો મળી બંનેએ સત્કાર કરચો. પછી ખજૂર, નારંગી, કેરીઓ, જાંબૂ અને લીંબુ એઓએ કરી સુશોભિત, મોગરો, માતિ. ક્ષિ, ચંપક અને અશોક-એઓના યોગે કરી સુગંધકારક, અને સાંભળનારાઓને ઉન્મત્તપણું દેનારી અર્થાત્ કોકિલનો શબ્દ સાંભળનારા કામી પુરૂષોને ઉન્માદ પ્રાપ્ત થાયછે. એવા કોકિલાના નાદે કરી યુક્ત, ચિત્તને હરણ કરનાર એવા હારિત પક્ષીઓના શબ્દે કરી યુક્ત, અને જે ઠેકાણે ભ્રમરાઓના ધ્વનિ પુષ્ટ થએલા છે એવા સરસ્વતી નદીના કાંઠાનેવિષે સાયંકાળે, જેઓની સાથે અનેક ભૂષણોએ કરી સહિત એવા અતિ અલ્પ મિત્રો છે; એવા કૃષ્ણ અને ધમૈરાજા, સૂયૅના ઉચ્ચથવા નામક અશ્ર્વની કીર્તિ જેણે હરણ કરીછે એવા ઊંચા અધો ઊપર બેસી તે તે કુળ પુષ્પ હાથમાં લઇ ક્રીડા કરતા હતા. પછી રાત્રીના પ્રથમ પહોરમાં અરહત પ્રતિમાની પૂજાઢિક ક્રિયા કરીને સુખાસીન છતાં જેઓને દિવ્ય સંગીતમાં ચતુર એવા પુરૂષોએ આનંદ ઊત્પન્ન કરાવ્યો છે, જેઓના ચરણકમળનખની કાંતી, જે છે તે નમન કરનારા અને ત્વરાએ યુક્ત એવા મંડળીક રાજાઓના મુકુટનેવિષે રહેનારા મણીઓના કિરણોએ પુછતા પામેલી છે, સૂવર્ણમય અનેક ભૂષણોએ કરી જેઓની કાંતી અદભુત છે એવા યાદવોએ અને પાંડવોએ જેઓનો સમિભાગ સેવન કરચો છે, સેવા કરવામાટે અગ્નિજ આવ્યા હોયના! એવા દૂતોએ ધારણ કરેલા લાલમાણિકન્ચોના કિરણ સમુદાયે દૂરથી આરતી ઉતારેલા જેઓના દેહછે, જેઓ, મશાલોના કાંતિમંડળને જેણે અત્યંત પ્રાશન કરશુંછે એવા હેદીપ્યમાન કાંતિ સમૂહે શુશોભિત એવા મણિભૂષણોએ ભૂષિત થએલા, જેઓને અનેક કળાઓમાં નિપુણ એવી વારાંગનાઓએ હાથમાં ચામર ગ્રહણ કરી વાયુ ઢોળેલા, જેઓએ, સરસ્વતીએ સમૂપૈણ કરેલાં કમળોનો સમુદાય સ્વિકારો છે, જેઓ પ્રેમે કરી નાનાપ્રકારના ઉદેશે પરસ્પર કથા Jain Educationa International For Personal and Private Use Only www.jainulltbrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy