SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ பெ નદીના મુખમાં પ્રવેશ કરતાં મહા સંકટતા પામે છે, તેમ સૈન્ય સમુદાય, દરવાજાથી બાહાર પડતાં ગરદી થવાથી સંકટતા પામ્યો. તે સમયે સૈન્યને જવાનો તે માર્ગ બંને બાજુએ સ્થાપન કરેલા મહોટા મહોટા મણીઓના સમુદૃાયે કરી આ સૈન્ય સમુદાયની જાણે મંગળાઆરતી કરતો હોયના! એવો શોભવા લાગ્યો, તે ગોપુરઢરવાજાની બંને તરફની બાજુએ રત્નની ભીંતાગ્મ વ્યાસ થએલું એવું તે સૈન્ય જાણે પોતાના પ્રભુના સામર્થ્ય કરી ત્રણ ધણું થયું હોયના? એવું શોભવા લાગ્યું. અર્થાત; નગરના દરવાજામાં બંને તરફની બાજુએ રત્નખંચિત ભીતનેવિષે પ્રતિબિંબિત થએલું તે સૈન્ય ચાલવા લાગ્યું છતાં ત્રણ ધણું દીસવા લાગ્યું. તે એવી રીતે કે એક તો સૈન્ય અને તેનાં બંને તરફની બાજુનાં ખે પ્રતિબંબ–એ મળી ત્રણ, તેમજ તે ગોપુરનેવિષે વારસ્ત્રીઓના પ્રતિબિંબે કરી મિશ્રિત થએલા એવા મણીસ્તંભ પૂતળીઓએજ યુક્ત હોયના! એવા શોભવા લાગ્યા. પછી હળવે હળવે જેમ કિવના વદનકમળિવવી કવિતારૂપ સરસ્વતી નીકળેછે તેમ પુરદ્વારથી સેના આગળ નિકળવા લાગી. પછી ઢોળાવથી નીચું મોંઢુ કરી ઉતરનારો હસ્તિઓનો સમુદાય, પાણી પીવામાટે અરણ્યમાંથી નર્મદાનદીમાં ઉતરતી વખતે જે સ્થિતિ નાનપણે પ્રાપ્ત થઇ હતી તે સ્થિતિનું સ્મરણ કરવા લાગ્યો. તે સમયે મયૂરની પાંખથી ઊત્પન્ન થએલાં પીછોનાં છત્રોએ આચ્છાદ્રિત થઈ નિકળનારા જે પુરૂષો તે જાણે, માળ અવસ્થામાં મિત્રતાએ કરી પ્રાપ્ત થખેલા જાણે કાલિંદીના જળના તરંગજ હોયના! એવાઓ સહવર્તમાન કૃષ્ણ શોભવા લાગ્યા. લગામના ખેંચવાથી જેઓએ ઊંચી ડૉક કરી મોઢું નીચે કરવું છે અને પોતાના સ્થાનમાંજ રહી ચાલનારા એવા અદ્યોએ માર્ગભૂમિપ્રત્યે રથોને ચલાવ્યા. તે સમયે વૃષભ ઉપર બેસનારી કોઇએક દાસી, વગે કરીને વૃષભ, અધોભાગે ઊતરવા લાગ્યો છતાં તેના સ્કંધ ઊપરથી નીચે પડી ગઈ; તેથી તેનાં વસ્ત્ર શિથિળ થઈ ગયાં. તેણે કરી તે દાસી સેનાની ઊપહાસતાને પામી. પછી રાય આંબળી, સોપારી, પુન્નાગ, અને નાગર વેલએઓનો જેમાં ધણો સમુદાયછે, કેતકી, કદળી, તાડ, નાળીએરી, એવાં વૃક્ષોએ જે વ્યાપ્ત છે, અને જે, સમુદ્રના તરંગોએ, અનેક રત્ન ફેંકેલાં તેણે કરી સુશોભિત એવા ક્ષારસમુદ્રનો કાંઠો તે સેનાએ સેવન કરો. અર્થાત સમુદ્ર કાંઠે પડાવ કરચો જેઓની નવન ચેયના સરખી કાંતીછે એવાં મયૂરપીછનાં ખનાવેલા છત્રોના સમુદાયે જાણે સમુદ્રકાંઠાની વનપંકિતનું ફરી વર્ણીન સૂચવ્યું હોયના ! એવાં શોભવા લાગ્યાં. અર્થાત્ સમુદ્ર કાંઠના વનનેવિષે જેવી શોભા, હતી તેવી મયૂરના પીછોએ બનાવેલા છત્ર સમુદાયની શોભા હતી એ માટે જાણે તે સમુદાય, ખીજું સમુદ્ર કાંઠાનું ઉપવન હોયના! એવું લાગ્યું. તે સેનામાં કેટલાએક રાજાનાં શ્વેત છત્રો હતાં, તે છત્રો જાણે ચંદ્રનો વિસ્તાર પામેલો વંશ, છત્રના મિષે કરી પોતાના સમુદ્રરૂપી પિતામહને ભેટવા Jain Educationa International For Personal and Private Use Only www.jainellbrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy