________________
૩૨૮
અથ એકાદશ સર્ગે પ્રારંભ.
ત્યારપછી પ્રીતિયુક્ત મેવા કૃષ્ણ, મહા સત્કાર કરી બંધુઓ સહિત અને રાજાઓ સહિત યુધિષ્ઠિરને પોતાની દ્વારકાં નગરીમાં લઈ જતા હવા. તે સમયે પરસ્પર સ્નેહે કરી માર્ગમાં એકરથની અંદર સાથે બેસનારી દ્રૌપટ્ટી અને સત્યભામા-એઓનો પરસ્પર સંવાદ ઉત્પન્ન થયો. તે મેવો કે, સત્યભામા ઊંચ સ્વરે હાસ્ય કરી ક્રુપદનંદની પ્રત્યે ખોલી,
સત્યભામા—હે ખિ, મને તારા વિષે બહુ આશ્ચર્યું લાગેછે. તે માટે હું તને પ્રશ્ન કછું, તેનો ઊત્તર તું, નિષ્કપટપણે ક્રોધ ન આતાં કહે. અમ સરખી બહુ સ્ત્રીઓને એક પણ પતિનું આરાધન મહા દુ:સાધ્ય છે; અને તું તો પાંચે પતિઓની એકજ સ્ત્રી થઇને તેઓ પાંચે પતિઓ પ્રત્યે કેવી રીતે વર્તણુક કરેછે? એવાં સત્યભામાનાં વચન સાંભળી ન્યાયે કરી તેજપુંજ એવી પાંડવોની પટરાણી દ્રૌપદી બોલી.
દ્રૌપદી—હે સખિ, પ્રિયને વશ કરવાના વશીકરણમંત્રનું પારાયણ તું સાંભળ મારો દેહ મારી વાણી અને મારૂં મન-એ પ્રતિદિવસે પ્રિય પતિઓમાં લયલીન છે. તેને જે ચેછે; તેજ હું કરૂંછું, પ્રથમ તેને ભોજન કરાવી રહ્યા પછી હું ભોજન કરૂંછું, તેઓ પ્રથમ શયન કરે છે; ત્યારપછી હું શયન કરૂં, તેઓના જાગવા પેહેલાં હું જાગૃત થાઊછું. એ પાંચે પતિઓ પ્રત્યેક બહારથી જ્યારે ધરમાં આવેછે ત્યારે તેઓનું હું અભ્યુત્થાન (ઊઠીને આદરમાન આપવું તે) કહ્યું. તેઓ જે વાત કહું તે હું નમ્રતાપૂર્વક હાથ જોડીને ધ્યાન દેઈ સાંભળુંછું, તેઓની અંગ શુશ્રૂષા હું પોતેજ કરૂંછું, અમારા પરિજનો ઊપર હું, પુત્ર પ્રમાણે વાત્સલ્ય કરૂંછું, અને પાંચે પતિઓમાંથી કોઇના ઉપર પણ હું ભિન્નભાવ રાખતી નથી. એ પ્રમાણે હું મારા પ્રાણપતિઓની સાથે વરતુંછું; તેથી કરી મારા પાંચે પતિઓ મને નિરંતર પ્રાણ કરતાં પણ પ્રિય માનેછે
એ પ્રમાણે સત્યભામા અને દ્રૌપદી, બંને જણીઓ પરસ્પર વાર્તા વિનોદ કરતાં કરતાં અનુક્રમે પુષ્કળ ભમિનું અતિક્રમણ કરી સર્વે દ્વારકાંની પાસે આવી પહોંચ્યાં. તે સમયે દ્વારકાંના દરવાજામાં ધર્મરાજા, સર્વને રથમાંથી નીચે ઊતરવા આજ્ઞા કરતો હવો. એટલામાં દ્વારકાંમાંથી સમુદ્રવિજયાદિક દશે દહૈ, સામા આવી ઊત્કંઠિત ચિત્ત એવા તેકુંતિની પાસે આવી પ્રણામ કરવા લાગ્યા. તે સમયે જેઓના નેત્રોમાં અતિશય આનંદાશ્રુ આવી ગયાં છે, એવા તે માતુલોને, જેઓ અતિ સ્નેહે વિઠ્ઠલ થએલા અને જેઓ નાના મહોટાને પ્રથમ કે પછી મળવાનો અનુક્રમ વિસરી ગયાછે, એવા પાંડવો, વંદન કરવા લાગ્યા. પછી તેનો આદર સત્કાર કરી સમુદ્રવિયાઢિ ઢહૈ, પાંડવો પ્રત્યે ખોલ્યા કે, “તીર્થયાત્રાના નિમિત્તે પૂર્વે જ્યારે અર્જુન અહિંયાં આવ્યો હતો, ત્યારે અમે એને સુભદ્રા સમર્પણ કરી છે;
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org