________________
૩૨૬
આસકત આવી વિરાટરાજાની હરિણાક્ષિ રાણીઓ આનંદે કરી તરંગિત થતાં છતાં પોતાના શ્રમને પણ જાણતી ન હતી. તે સમયે કેવળ માનગૃહને વિષે રહેનારો મૂર્તિમાન શ્રૃંગારજ છે કે શું! એવો અને અપ્સરાનો સમુદૃાય છે કે શું? એવી અને આનંદના ઉદગારે કરી અંચળ એવી યાદવની સ્ત્રીઓના સમુદ્દાએ જેને પ્રીતિએ કરી સેવન કરેલો છે, જેણે નવીન વેષ ધારણ કરેલો છે, જેણે નવીન ભૂષણો ધણાંજ ધારણ કરેલાં છે એવો દેવતુલ્ય થઇને, નાનાપ્રકારના વાહનોની ઊપર આરોહણ કરનારા સહચારી યાવાદિકોએ યુકત એવો, વલી મહા પ્રતિધ્વનિમ્મે કરી સર્વે દિશાઓમાં નાદ ઉત્પન્ન કરનારા એવા મહોત્સવનેવિષે જેનીસાથે ભેરી દુંદુભિ વાદ્ય પ્રમુખના શબ્જે કરી આકાશ બધિર થઈ રહ્યુંછે; તથા, પૂર્ણ ચંદ્રના સરખું મસ્તકનેવિષે જેણે છત્ર ધારણ કરવું છે એવા અને સુપ્રતીક નામે દિગ્ગજ સરખા મદ્દોન્મત્ત હાથી ઊપર અંબાડીમાં બેસનારો અને દ્રુપદ, કૃષ્ણ અને પાંડવો એઓએ વેષ્ટિત થએલો એવો અભિમન્યુ, પાણિગ્રહણ પર્વને વિષે પ્રસ્થાન કરતો હવો. તે સમયે યહાં ત્યાં પ્રસરનારી રણુએ કરી મિલન થઈ સર્વે લોકોની દૃષ્ટિ પોતાને જોવા વિષે અસમર્થ થઈ; તેને માટેજ કે શું! અભિમન્યુએ મુખ આગળ પુષ્પોનો ખૂંપ બાંધ્યો, વળી તે સમયે તે અભિમન્યુના યશની, બહાર જઈ ક્રીડા કરવા માટેજ કે શું? એવા વાદ્યના મહા ધ્વનિ આકાશ અને પૃથ્વીને સ્ફોટન કરતા ઉત્પન્ન થયા. પછી જે નગરને વિષે રાજમાર્ગની ધૂળ કેશરના પાણીના છંટકાવેકરી દૂર થઈ છે, અને તત્કાળ આસપાસ વિખરાએલો જે પુષ્પસમુદાય-તેના યોગે કરી જે ઊંચુ નીચુ ભાસના, નવીન સ્થાપન કરેલા ધ્વજપતાકાના સમુદ્રાએ કરી જે નગરને વિષે સૂર્યનાં કિરણો નહિ સરખાં કરવાં છે અને જે નગરમાં સ્થાપન કરેલાં સિંહાસનોએ દેવોના ગૃહનો અહંકાર પણ દૂર કરો છે; એવા વિરાટનગરમાં, એકઠી થએલી પુરવાસી લોકોની ચકોરનેત્રી સ્ત્રીઓના નેત્રરૂપી અંજળીએ જેના સૌંદર્ય સમુદાયનું અત્યંત પ્રાશન કરશું છે; એવો તે અભિમન્યુ પ્રવેશ કરતો હવો. ત્યાં રત્ન વિશેષ જે પાચ, તેનો જે અંતભાગ, તેણે યુક્ત જે સ્થળ, તે સ્થળને વિષે સ્થાપન કરચાં છે, જેમાં પાવનાં તોરણો, જેમાં સ્થાપન કરેલા કદલીસ્તંભોના પત્રોએ વાયુ નંખાએલા એવા સંચાર કરનારા લોકોછે, ગોમુખાકાર બાંધેલી, ગોમયે કરી લીધેલી અને મોતીઓના સ્વસ્તિકે કરી સુશોભિત એવી જગ્યા જેમાં છે, અહીં તહીં ત્વરાએ સંચાર કરનારી વારાંગના અને સેવક લોકોના અવલોકને કરી ફેંકેલું છે કૌતુક જેમાં અને આનંદેકરી કોમળ એવી સુદેાદેવિએ જેમાં પૂજાદિ સાહિત્ય સ્થાપન કરવ્યાંછે એવા, વિરાટરાજાના ગૃહપ્રત્યે અભિમન્યુ પ્રવેશ કરતો હવો. ત્યારપછી તે સુદેષ્ણદેવના ગૃહનેવિષે અભિમન્યુ પોતાના દક્ષિણ હાથે ઉત્તરાનું પાણિગ્રહણ કરતો હવો. તે પાણિગ્રહણ, ઊત્તરા કુંવરીને જન્મથી ન પ્રાપ્ત થનારા એવા મહા આનંદને દેતું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org