________________
ધોડાનાં શુભાશુભ લક્ષણ જાત વિગેરે સર્વે હું જાણુંછું વળી કોઈ ધોડાને રોગ થયો હોયતો તે રોગ કી? અને તે મટાડવાનું ઔષધ કીયું? અને કીયા ઔષધે કરી અને શક્તિમાન થાય! એ સૌ હું જાણુંછું” તે સાંભળી વિરાટરાજા કહેછે કે “ધડામાં પાણીછે કે નહી તેનો નિશ્ચય જેમ બડાને ઉપરથીજ ભીજેલો કે કોરો જોવાથી થાયછે, તેમ તારી દેહાકૃતિ ઉપરથીજ જાય છે કે તું મહા ચતુર હોઈશ” એવું કહી તત્કાળ તેને અર્ધી પરીક્ષામાટે અધશાળાનો અધિપતિ કરો.
બીજે દિવસે, અર્ધ વસ્ત્ર પહેરી બાકીના અર્ધ વચ્ચે જેણે કસીને કેડ બાંધી છે, હાથમાં મોટી જેષ્ટિકા જેણે લીધી છે, વૃષભ સ્કંધ જેવી જેની બળવંત ભુજાઓ છે અને વહ્નિના યોગે જેણે પોતાના કેશ ખાંધી લીધા છે, એવા સહદેવને ગૌશાળામાં રાજા દીઠો. તેને જોઈ વિસ્મય પામી રાન તે પ્રત્યે ખોલ્યો કે “હું ભદ્ર, તું કોણછે? આ ઠેકાણે તું કચાંથી આવ્યો?” તે સાંભળી સહદેવ બોલ્યો કે “હે રાજન, યુધિષ્ઠિર રાજાનાં ગૌવંદ ધણાં હતાં. પ્રત્યેક વાડામાં એક લાખ ગાયોની સંખ્યા હતી, તે સર્વે વાડાનો હું અધિપતિ હતો. ગાળીયાં ઉપરથી તેઓની મેં સંખ્યા ગણી છે. ગ્રંથીકા ઉષી સંખ્યાકાર કહ્યો તેથી મારૂં નામ ગ્રંથીક રાખ્યું છે અને યુધિષ્ઠિર રાજાએ સર્વ ગોવાળાઓનો મને અધિપતિ કરચો હતો. ગાયોને ગર્ભ ધારણ કરવાનો સમય, ગભૅમોચન થ યાનો સમય, એ સર્વે હું જાણુંછું અને તેનો ઉપાય પણ કરી જાણુંછું. ગાયોના શરીરનાં લક્ષણ તથા વ્યાધિ એ સર્વેનો હું પરીક્ષક છું, તથા વ્યાધિતુરૂપ ઔષધે કરી વ્યાધિ ઢાળનારો છું.” એવાં સહદેવનાં વચન સાંભળી આનંદને વશ થઈ રાજાએ તેને ગોકુલાધિપ કરો. ત્યારપછી પ્રવાસમાં ધારણ કરવાને યોગ્ય ભૂષણાદિક ધારણ કરી શોભનારી, અને રૂપ, લાવણ્ય તથા સૌભાગ્યે કરી રતિનો પણ ગર્વ ઉતારનારી એવી દ્રૌપદી, સુદેાદેવિના મેહેલની પાસે કોઈ સમયે આવી. તે સમયે સુદેાદેવિની દાસીઓ એટલામાં પાસેન વિનોદ કરતી હતીઓ, તેઓએ દ્રૌપદીને જોઈ વિસ્મયવશ થઈ તેના સમાચાર સુદ્રેષ્ડાને નિવેદન કા તે સમયે કૌતુકયુકત થઈ સુદેષ્ણએ તેને પોતાની પાસે ખોલાવરાવી, તે આવી એટલે તેને પોતાની પાસે સુંદર આસન ઉપર બેસાડી તાંબુલાદિકે આદરસત્કાર કરી તેની પ્રત્યે સુદેાદેવ ખોલી કે “હે શુભે,તારી આકૃતિ ઉપરથી એમ જણાયછે કે, તું પૃથ્વી ઊપર રહેવાને પણ જ્યારે યોગ્ય નથી, ત્યારે આમ પગે ચાલી પર્દેશગમન કરવાને તો યોગ્ય નથી તેમાં શું કહેવું? એ માટે હું શુભે, તું કોણ છે? કચાંથી આવેછે? ક્રીયા રાજવંશીની તું રાજપત્નિ છે? અને દેશાંતરમાં પ્રવાસ કરાવનારી એવી આ અવસ્થા કેમ તને પ્રાપ્ત થઇ? તે કહે. એવાં દેાદેવનાં વચન સાંભળી સ્મિતહાસ્ય કરી પાંડુરાજાની સ્નુષા દ્રૌપદી ખોલી કે “હે દેવ, હું બીજાને ઘેર રહેનારી માટૅ સેરશ્રી માિિન નામની, દ્રૌપદીની દાસી છું. હું કાંઈ રાજ્યસ્ત્રી નથી, દ્રૌપદી પૂર્વે મારી ઊપર બહુ વિશ્વાસ કરતી હતી; તેમ કૃષ્ણની પટરાણી સત
Jain Educationa International
For Personal and Private Use Only
૩૧
www.jainelibrary.org