________________
૩૦૦
જો તારી ઈચ્છુ પાકશાળામાંજ રહેવાની હોય તો પાકશાળામાં રહે.” એવું કહી રાજા, સુવર્ણ સમુદાયે ભીમસેનનો આદર સત્કાર કરી તેને પોતાની પાકશાળાના સર્વ રસોઈઆનો અધિપતિ કરતો હવો. આણી તરફ અર્જુને પોતાનું કવચ ઊતારવ્યું, કંચુકી પહેરી લીધી, મોટો અંબોડો વાલ્યા, કર્ણમાં કુંડળ પહેરચાં, નેત્રોમાં અંજન આંજ્યુ અને બીજા પણ સ્ત્રીને યોગ્ય એવા વેશ ધારણ કરી રાજાના રાજ્યગૃહમાં પ્રવેશ કરતો હતો. તે સમયે આશ્ચર્ય કરી હષયુક્ત થયેલા નગરના લોકોએ અર્જુનને જોયો. રાજાએ પણ તેને દૂરથી જોઈ વિસ્મિત થઇ આ સ્ત્રી ગીત, નૃત્ય અને વાઘકળામાં કુશળ હશે.” એવું અનુમાન કરી તેને પોતાની પાસે ખોલાવી આણવા છડીદારને આજ્ઞા કરી. તેપરથી છડીદારે અર્જુનને રાજા પાસે બોલાવી આણ્યો. તે સમયે રાજા અર્જુનને પુછેછે કે “હે ભદે, તું સ્ત્રીછે તો વક્ષસ્થળ સ્તનયુત કેમ નથી? જો તું પુરૂષ છે તો તારે સ્ત્રીનો વેષ કેમ ધારણ કરવો પડડ્યો છે! તારી આ આકૃતિ એવી છે કે તું સ્ત્રીછે કે પુરૂષ છે તે વાતનો નિશ્ચય કરવા લોકોને ભ્રાંતિ થાયછે. તું જો સ્ત્રીછે તો અહિંયાં આવી જેમ કોઈ વિરહાતુર રહે તેમ કેમ રહેલી દેખાય છે?” એવાં રાજાનાં વચન સાંભળી વૃહન્નમ નામ ધારણ કરેલો અર્જુન ખોલ્યો કે“હે રાજન, હું સ્ત્રી નથી તેમ પુરૂષ પણ નથી; હું તો ગૃહન્નટ નામનો મંછું. હું સ્ત્રીનોજ વષ ધારણ કરી પૃથ્વી ઊપર ફરૂંછું, તાટચ અને વાદ્યકળામાં કુરાળતાએ કરી હું રાજા યુધિષ્ઠિરના રાજ્યને ભૂષણરૂપ હતો. ગીત, નૃત્ય અને વાદ્ય એ ત્રણેનું રહસ્ય જાણવામાં હું નિશ્ચયે કરી ચતુર ગણાઊં છું. વળી મૈલોકને આરાધના કરવા યોગ્ય એવી સરસ્વતી દેવિની મેં બહુ આરાધના કરીછે.”
એવાં અર્જુનનાં વચન સાંભળી રાજા ખુશી થઇને તેનો નાનાપ્રકારના સુવર્ણાલંકારોએ કરી આદર સત્કાર કરી પોતાની ઊત્તરા નામની કુંવરીને ભણાવવા માટે તેના સ્વાધિન કરી. વિરાટરાજાએ રાજગૃહથી ઉત્તરદિશા ભણી પોતાની પુત્રિને ગીત નૃત્યાદિક કળા શિખવવાના હેતુથી એક ઉત્તમ નાચુંશાળા પણ ખાંધી. બીજે દિવસે રાજા હયશાળામાં જઈ જેની સૂર્યના રથના ઘોડા જેવી કાંતીછે એવા અશ્વને કુંડે ખાડી ખેલાવતો હતો. તે સમયે ત્યાં અક્ષશાળાની બહારની બાજુએ થોડા ફેરવવાની જગ્યાની બહ્ય પરિધિએ અમોને વિચિત્ર ગમન ક્રિયા શિખવનારો, માંસયુકત બાહુસ્થળને વિષે આઢવાના વચ્ચે કરી મુકુટ જેણે ધૂંધી લીધો છે, જેના પગ લોગરહિત છે, હાથમાં કેરામય ચાળકો જેણે લીધો છે, જેણે ખુબ કસીને કટિ બાંધી લીધી છે અને કુલપર્વત જેવી જેની મૂર્તિ છે એવો તકુળ, રાજાના નેત્રપંથને વિષે પ્રાપ્ત થયો. પછી રાજાએ વિસ્મય પામી છડીઢારદ્વારા તેને પોતાની પાસે તેડાવીને પુછ્યું કે તમો કોણ છો? તે સમયે નકુલ ખોલ્યો કે “હે રાજન, યુધિષ્ઠિર રાજાને ત્યાં હું સર્વે અસની પરીક્ષા કરનાર હતો. મારૂં નામ તંતિપાલ છે. અમુક ઘોડો કીયા દેશનો, કેટલા વર્ષનો, અની વહનશક્તિ કેવી છે! તે; તથા
H
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainellbrary.org