________________
અથ દશમ્ સર્ગ પ્રારંભઃ
પછી તે દેવતાની વાણી સાંભળી દ્વૈતવનમાંથી પાંડુપુત્રો શુષ્ઠ વેશ ધારણ કરી વિરાટનગરી ભણી ચાલ્યા, જાણે સાક્ષાત્ નીતિની મૂર્તિ હોયના! એવી કુંતીમાતાને આગળ ડી અને પછવાડે ચાલનારી દ્રૌપદી જાણે સાક્ષાત લક્ષ્મી હોયના! તેઓ સહિત ગમન કરનાર પાડવા માર્ગમાં શોભવા લાગ્યા. પર્યંત, નગર, ગ્રામ, નદીઓ અને ઉપવનોએ સંકુલ એવી ભયાનક સંચારવાળી પુષ્કળ પૃથ્વીને ઓલંધી પાંડવો આગળ ચાલ્યા. ક્રમેકરી તે પાંડવો, વિષ્ણુરાજાના નગર પાસે કેટલેક દિવસે નીલવણું ઉપવનમાં તરંગયુક્ત સરોવરની પંક્તિએ કરી મનોરમ એવા ઉપવનપ્રત્યે સંચાર કરતા હવા.
ત્યાં આરામબાગમાં સરોવર અને નાની નાની તલાવડીઓમાં પ્રાપ્ત થએલા સુંદરપણાને જોનારા પાંડવોનાં મન અત્યંત આનંદ પામવા લાગ્યાં. કોઈક સમયે પ્રફુલ્લિત કમલિનીની પંક્તિ ધારણ કરનારા તે સરોવરમાં ઉદ્ઘકપાનાદિક કરી તે પાંડવો શ્રમ દુર કરવા લાગ્યા. તે સરોવરને તીર નવાં પત્રોએ લટાટોપ થઈ રહેલા એક આમ્રવૃક્ષની નીચે પ્રથમ રાજા યુધિષ્ઠિર, પછી ભીસેન અને પછી અર્જુન એમ અનુક્રમે સૌ બેઠા. પછી અજ્ઞાતવાસમાં શત્રુથી આપણો પરાભવ થશે કે શું? એવા સ્મરણે કરી દૈન્યયુક્ત અને ગદ્દગદ વાણીએ. જેનાં નેત્ર અશ્રુમે ભીંછ ગયાંછે, એવો યુધિષ્ઠિર રાજા પોતાના બંધુઓ પ્રત્યે બોલ્યો.
યુધિષ્ઠિરહે વત્સો, તમે સામ્રાજ્યમાં સુગંધયુકત પદાર્થાદિકના સેવને કરી સૌંદાકિ સુખનો અનુભવ લેનારા છતાં આ હું યુધિષ્ઠિરે તમોને કેમ આ દશાને પમાડ્યા? તે માટે અનો ધિક્કાર છે. તેમાં વળી હું બંધુઓ, આ તેરમું વષૅ તો આપણે બીજા રાજાના સેવાપરાયણ થઈ ગુપ્તપણે કાઢવું પડશે; તે માટે સ્વભાવે કરી સેવાના સર્વ પ્રકાર જેએ જાણ્યા છે એવા તમોને જળું કરી સંપૂર્ણ એવા સમુદ્રમાં મેધ જેમ વિષ્ટ કરેછે તેમ હું સ્નેહપૂર્વક કાંઈ કહુંછું, તે તમે સાંભળો. જેમ હાથી, સર્વે રાજ્યમાં રાજાઓ પાસે માન્યતા પામીને પોતાને તણ ધાન્યાદ્ધિક ભોજન પ્રકાર કાવડિયા વિગેરે લોકોથી થાયછે એમ જાણી કદી પણ રોષ પામતા નથી. તેસ સેવા કરતાર પુરૂષ રોષાદિકનો ત્યાગ કરવો. જે પુરૂષ સામાન્ય વેશ ધારણ કરી પોતાની મર્યાદાનુરૂપ રાજાની પાસે બેસે છે અને રાજા પૂછે ત્યારે સત્ય તથા સ્પણૢ ઊત્તર છે, અને રાજા છાનો રહે ત્યારે પોતે પણ છાનો રહે પણ મિથ્યા વાચાળપણુ કરે નહીં; તે પુરૂષ રાજાને અત્યંત પ્રિય થાયછે. અંત:પુરમાં જ્યાં રાજ્ય સ્ત્રીઓ વિગેરે બીજી સ્ત્રીઓ રહેછે તેની સાથે અને અંતઃપુરમાં આવજાવ કરનારા સેવકાદિકોની સાથે અતિ ભાષણાદિ પ્રકાર જે પુરૂષ કરતો નથી અને રાજાના વાસુની સાથે તો બીલકુલ સહવાસ કરતો નથી તે પુરૂષ ચતુર સમજવો, જેનો કોપ મહા દુઃખદ્દાતા
Jain Educationa International
For Personal and Private Use Only
960
www.jainelibrary.org