________________
૨૯૬
દેવોએ કરેલી સુર્વણુપુષ્પનીવૃષ્ટિ અને પુષ્પવૃષ્ટિ તથા સુગંધ જળની વૃષ્ટિ આકાશથી થઈ. તેણે કરી સર્વે પૃથ્વી સુગંધમય થઈ. તે સમયે આકાશ માર્ગે સંચાર કરતો પ્રસન્નતા યુક્ત કોઈ એક દેવ ખોલ્યો કે હે પાંડવો તમે કરેલા આ દાનના પ્રભાવે કરી તમને સત્વર સંપત્તિ પ્રાપ્ત થશે. પરંતુ આ ગુપ્ત રહેવાને આગળ આવનારા વનવાસના તેરમા વર્ષને વિષે વિરાટનગરમાં વેશ અને કર્મ નિવન ધારણ કરી ગુપ્ત પણે રહેવા તમે યોગ્ય છો.
એવું કહી તે દેવ ક્ષણ માત્રમાં અંતર્ધાન પામ્યો. તેમ મુનિ અને સ્વાંગે પણ જેમ આવ્યા હતા તેમ ગયા. પાંડુ પુત્રોએ ત્યારપછી પ્રથમ પુણ્યમય પારણાં કરી પછી શરીર સ્થિત રહે એટલા માટે અન્નમય પારણાં કરાં, વળી જે જે આર્થનો આવ્યા તેઓને સુવર્ણ પુષ્પના અર્પણુયોગે કરી તૃપ્ત કરહ્યા. સાધુ પુરૂષોની અને મેધની સંપત્તિ તે સર્વે લોકોના હિત કરવા માટેછે. वसंततिलका वृत्तम्. सौरभ्यसारघनसारकणावदातै लोकं पुणेर्मुनिपतेर्विमलैर्गुणौघैः तत्रैवते विदधतो गहनाधिवासं द्वित्राण्यहानि मुदिता गमयांबभूवुः
અર્થ—તેજ દ્વૈતવનમાં વાસ કરનારા તે પાંડવો તે મુનિયેટના સુગંધના કેવળ સારભૂત અને મેધ વૃષ્ટિના બિંદુ સરખા ઉજવળ તથા લોકોને આનંદ ઉત્પન્ન કરનારા એવા સ્વચ્છ ગુણુ સમુદાયે કરી સંતુષ્ટ થઈ એ ત્રણ દિવસ ત્યાં કાઢતા હવા.
H
Jain Educationa International
इति मलधारि श्रीदेवप्रभसूरिविरचिते पांडवचरित्रे महाकाव्ये दुर्योधनमोचनकृत्योपद्रवनिवर्त्तनवर्णनो नामनवमः सर्गस्तस्य भाषांतरं संपूर्णम् ॥ ९ ॥
Pleas
For Personal and Private Use Only
www.jainelibrary.org