SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ એ લગાડે છે તો આવી રીતે ભીમસેનથી મારે કેમ અમાદર થયો? માટે સર્વ આચરણને વિષે ચતુર છે Sછે અને શૌર્યરૂપ લક્ષ્મીની ઉત્પત્તિ હેતુ સમુદજ હોયના! એવા તે મારા ચાર બંધુઓને હું પોતે જ જાતે જઈને હવે શેધ કરું છું. એવો વિચાર કરી શકે કરી જેનું ચિત્ત વ્યાપ્ત છે એવો કુંતીના જ ( પુત્રોમાં અગ્રજ તે ધર્મરાજ, સરોવર તીરે જઈ ત્યાં ચારે ભાઈઓની મૃત્યુતુલ્ય અવસ્થા થએલી નો જોઈ ઊંચે સ્વરે વિલાપ કરવા લાગ્યો અને અત્યંત વિઠ્ઠલ થઈ ભાષણ કરવા લાગ્યો. છે. યુધિષ્ઠિર-- હે વત્સ. તમે ચારે જણેએ આ વનને વિષે મને એકાકી કેમ ? શત્રુ . ( રૂપ પર્વતને ભેદન કરનારા તમે ચારે કેવળ દંતજ હોના. અને તેણે કરી હું ઇંદના ઐરાવત છે જ સરખો તાપ રહિત હતો. વળી જેમ મયદાસહિતના ચાર સમુદોએ વેતિ એવી પૃથ્વીને દેહ જે Sણ અવધ્ય છે તેમ તમે ચાર મર્યાદશીળ ભાઈઓથી વિત્રિત થએલો હું શત્રુઓએ અલંધ્ય હતે. હા વત્સ ભીમસેન, મારો ત્યાગ કરી સાંપ્રત આ નિદાએ તું કેમ સૂતે છે? હું દુઃખીઆરની ઉપેક્ષા કરવી તેને યોગ્ય છે? અરે હજી તે તારી ગદાએ કરી દુર્યોધનને ઉરૂભંગ કરો નથી; અને દુઃશાસનના વક્ષસ્થળનું ગદાએ કરી વિદીર્ણ કર્યું નથી ને તે પહેલાં તે માટે કેમ ત્યાગ કર્યો છે છે. પુરૂષાર્થ કરી તે હેબ, બક અને કિરને યમના ઘરના અતિથિ કન્યા, તેતા પુરૂષાર્થ (પરાક્રમ) આઇ જી હમણાં ક્યાં ગયું? તું સિંહ જેવાએ મને વનપ્રદેશમાં ત , તેથી હવે વૈરીરૂપ મને મારું આ- 9 ક્રમણ કરશે. અરે હે વત્સ અર્જુન, તું મારા પ્રાણ સાથે રેહેનાર છતાં હું જીવતાં તારી આવી છે આ અવસ્થા કેમ થઈ? (અથાત તારા વચ્ચે અને મારા પ્રાણ વચ્ચે ભિન્નત્વ નથી એટલે તું અને મારે પ્રાણુ એકજ છો.) હે વત્સ તું ખળજનોના મર્થ શીદ પૂર્ણ કરે છે? જે ગાડીવ ધનુષ્ય કરી તલતાલવ રાક્ષસોને મૃત્યુની સાથે આલિંગન કરાવ્યું તે ગાડીવ ધનુષ્યનો તે ત્યાગ કેમ ક? એની ઉપર અપ્રીતિ કરવાને સમય ન છતાં તારી પ્રીતિ કેમ નથી? અદ્યાપિપર્યત દ્રૌપદીનો પરાભવ કરનારા કૌરવાદિ શત્રુઓનો નાશ કરી નથી. હે વત્સ, શત્રુઓની ઉપર પરા- ક્રમ કરવાનું વિસરી જઈ તું કેમ સુતો છે? હમણાં પણ પ્રાણપ્રિયાનું કોઈ શત્રુઓ હરણ કરવું છે તેની પાસેથી તેને છોડાવ્યાવિના તને ઘેરનિંદા કેમ આવી છે? હે વત્સ બાર સંવત્સરની આપત્તિ પૂર્ણ થઈને હવે સમુદ ઉતરી ગૌપદમાં કેમ બુડે છે? અરે! તું દેવગે આ દશાને ? છે. જ્યારે પ્રાપ્ત થયો, ત્યારે હવે કર્ણના સર્વ મર્થ સફળ થયા. હા વત્સ નકલ સહદેવ, ઉ) B તમને આ અવસ્થામાં પડેલા જોઈને તો મારું હૃદય વિદીર્ણ થઈ જાય છે. વનવાસની અવધ પૂરી થયે જ્યારે પાછો હું નગરમાં જઈશ ત્યારે મદીમાતાને શે ઉત્તર ઈશ?” એવી રીત છે વિહલ થઈ યુધિષ્ઠિર રાજ વિલાપ કરતો હતો, તેને જોઈ કોઈએક ભિલ તેની પ્રત્યે બોલ્યો કે, “હે તો ૭) કુત્સિત પુરૂષ, તારી પ્રિયાને જે કોઈ લઈ ગયા છે તે તેનું ઓઢવાનું વસ્ત્ર ઊતારી તેને ચાબકાનો માર ૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy