________________
રી
હું બોલ્યો કે “હે મુનિનાથ, આદિનાથને વંદના કરવા ઇંદકીલા પર્વત ઉપર હું ગયો હતો, ત્યાં Sણ મેં અર્જુનનો કિરાત વિજ્યનો કોળહળ સાંભળ્યો તેથી હું તેને જોવા સારૂં રથનુપુર નગરમાં ગયો. ?
છે ત્યાં જઈ તેને જો એટલે હું અતિ વિસ્મિત થઈ મારા બંધુઓને પણ વિસરી ગયો. પછી એ ર. આ અર્જુન માસે ગુરૂ થઈ મને ધનુર્વિદ્યા શિખવવા લાગ્યો અને મને ધનુર્વિદ્યા પારાયણ કર. કોડ ૭) ધનુર્વિદ્યા શિખવા બીજા શંકડે બેચરો એના શિષ્ય થયા. એ સર્વમાં અર્જુન મારા ઉપર વિ-
શેષ પ્રીતિ રાખે છે. પૂર્વે અર્જુન અમારે ત્યાં ઘણા દિવસ રહીને પછી પોતાના બંધુઓને મળવા સારૂં ગયો. હમણાં તે અને આજ્ઞાપિત એવો હું પણ મારી નગરીને વિષે જાઉ છું.” એવી રીતે મારું વૃત્તાંત સાંભળી તેઓ બેલ્યા કે હે ચિત્રાંગદ, સંબંધીઓને સાથે લઈ દુર્યોધન તારા
ગુરૂ અર્જુનને મારવા આવે છે. તે મારશે તે ગુરૂપ્રીતિએ કરી તેને તને પછીથી શેક થશે, છે માટે હમણાં તેનો તું પ્રતિકાર કરવાનો વિચાર કર.” એવી રીતે નારદ મુનિ બોલતા હતા,
એવામાં મારા એક ખેચર અનુચર આવીને મને સમાચાર કહેવા લાગ્યું. તે સમાચાર મારી ક્રોધાગ્નિમાં સમિધ રૂપ થયા.
અનુચર–હે દેવ, દૈતવનની પાસે જે આપણું કેલિવન છે, તે વનમાં વિરોધી દુર્યોધને આવીને બહ ઊપદવ કરે છે. તમારી પ્રિયા સુદ્ધએ પણ જે વનનાં પલ્લવ સરખાં પણ તોડ્યાં નથી, તે વનને તે પંઢ દુર્યોધને છિન્ન ભિન્ન કરી નાખ્યું. જે વૃક્ષોના પુની સુગંધી તમારું મ
સ્તક જ જાણે છે, એવાં સુગંધમય પુએ પુષિત થએલાં વૃક્ષો તેણે મૂળથી ઉખેડી નાખ્યાં. ઈ તે અને જેની કળીઓ તોડી નાખેલીઓ છે એવાં ચંપક વૃક્ષો હમણાં દીન સરખાં થઈ પડ્યાં છે.
જેને તમે પુત્ર સમાન ગણી જળ સિંચનાદિક લાલન પાલન કરી ઊછેરવ્યું હતું, તે કદલીવન હમણાં સુર
નાશ પામ્યું છે. વળી જે વનમાં દેદીપ્યમાન રત્નના સ્થંભ અને ાટિકમણની જેને ભીત છે છે એવું રાજગુડ છે; તે વનમાં બળાત્કારે રક્ષકોને મારીને તથા કાઢી મૂકીને દુર્યોધન હમણાં રહે છે, તો:
હતો આકાશ માર્ગે ઊડીને આ સ્થળે તમને રામાચાર કહેવા આવ્યો છું; માટે હે દેવ, આ
સમયે જે યોગ્ય હોય તે કરવાને તમે યોગ્ય છે. છે. એ પ્રમાણે નારદની અને તે દૂતની વાણી સાંભળી દુર્યોધનને મારવા સારૂ હું મહા ઉત્સુક છે છે થઈ ક્રોધ કરીને ધાયો. આ દુર્યોધન, ધર્મરાજને ઉદ્દેશ કરાવ્યો તે પાપેજ બંધન પામ્યો, નહીં કે
તે એના આગળ મારું પરાક્રમ કોણ ગણતીમાં તે સાંભળી અર્જુન બોલ્યો કે હે ચિત્રાંગદ, તારી પાસેથી દુર્યોધનને ધર્મરાજની આજ્ઞાએ મેંબંધન મુક્ત કરાવ્ય; તેનું કારણ એ કે દુર્યોધનની સ્ત્રી ભાનુમતી ધર્મરાજાની આગળ રૂદન કરતી શરણે આવી પતિ ભિક્ષા માગી ખળા પાથરી કરગરવા લાગી, તેથી દયા લાવી ધર્મરાજાએ દુર્યોધનને છોડાવાની આજ્ઞા કરી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org