SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ છે. સેન ક્ષણમાં ડુબકી મારે, ક્ષણમાં ડુબકી મારી ઘણે દૂર નિકળે એમ પોતાના બંધુઓને તે તરવામાં પોતાનું કૌશલ્ય બતાવી તેઓના હર્ષને માટે જળવિહાર કરવા લાગ્યો. જેમ જેમ જ કમળપુષ્પ હાથમાં આવતાં ગયાં તેમ તેમ નાળ સહિત ચૂંટી લઈ કિનારા પર ફેંકવા લાગ્યો. પ્ર- ૨ સમવદની દ્રપદનંદનીએ તે પુષ્પ એકઈ કર્યાં. ત્યાર પછી એકવાર ભીમસેન ડુબકી મારી ઘણીવાર સુધી જળમાં રહ્યો પણ ઉપર આવ્યો નહીં. ને અકસ્માત બુડી ગયે. તે જોઈ સર્વ બાં ધવો તે સમયે અતિ ઊદાસ થઈ ગયા. પ્રાણનાથને જળકેલી કરતાં થાકી જઈ ડુબી ગયેલા છે, જાણી વ્યાકુળ થઈ દ્રોપદી પણ ઊંચે સ્વરે આક્રોશ અને હાહાકાર કરવા લાગી. કુંતીપણ હાહા- ) છે કાર કરી અર્જુન પ્રત્યે કહે છે. કે હેઅર્જુન, હે અર્જુન, દુષ્ટ વાસનાએ કરી કોઈ ગ્રાહે ભીમસેનને હશે જેથી તે પાણીની ઉપર આવી શક્યો નહીં હોય, માટે તું તેની સાહ્ય કરવા વેગથી દોડ : એવી કુંતીની વાણી સાંભળી શનિગ્રહને વિષે સમર્થ એવા અર્જુને જેમ દીપકમાં પતંગ હ પડે તેમ જળમાં ઝંપલાવ્યું, અને વૃકોદરની જેમ તે પણ જળમાં મગ્ન થઈ ઘણી વાર સુધી બ- કિ હાર આવી શક્યો નહીં. ત્યારે, “ભીમસેન અને અર્જુન એક બીજો હાથ ઝાલી પાણીમાંથી બહાર આવ્યા નહીં.” એવું બોલી ભાઈઓના પ્રેમે વ્યાપ્ત થએલો એવો નકુળ પણ પાણીમાં પ્રવેશ કરતો હતો. એ પ્રમાણે તે નકળની પણ ઉદકમાં પ્રવેશ કરવાની વાસનાજ થઈ, અવા સના ન થઈ. કારણુ નિશયથી, ભિન્નપણે ચાલનારા પુરૂષને તેનું દેવયોગે કરી ફળ પણ વિપજ રીતે પ્રાપ્ત થાય છે. નકુળ પણ જળમાંથી ઘણીવાર પર્યત બહાર આવ્યું નહીં. ત્યારે જળમાં છે. બુડેલા મારા બંધુઓ ઘણી વાર કેમ બહાર આવતા નથી, “એવું બોલનારો સહદેવ તેઓને SP શોધ કરવા મહા વેગે કરી જળમાં પડશે. તે પણ જળમાં બુડી જઈ પોતાના બંધુઓની દશાને કરી પ્રાપ્ત થયો. તે સમયે તેઓની વાર્તા સરખી પણ કોણ કહે અરે વિધાતા જ્યારે પ્રતિકુળ થા ય છે ત્યારે માણસનાં સર્વ કાર્ય વિપરીત થાય છે; તેમ બુદ્ધિ પણ વિપરીત થાય છે. તે સમયે નરેંદ છે જે યુધિષ્ઠિર રાજા તે યુતિ સહવર્તમાન દોપદીની પાસે આવીને બોલ્યો. કે તમને બેને એકલાં જ SP મૂકી સંબંધીઓની શોધ લાવવા હું શી રીતે જાઊં હમણાં મારે શું કર્તવ્ય છે ને શું અકર્તવ્ય છે? તે વિષે મને કાંઈ સુઝતું નથી. અરે હું મહા સંકટમાં પડે છે. કુંતી–હે વત્સ, તું તારા બંધુઓની શોધને માટે જ અને તેઓને સંકટ મુકત કર. આ અમારી કશી ચિંતા ધરીશ નહીં. અમારા મનરૂપી ગુફામાં પાંચ પરમેષ્ટિરૂપ સિંહ વિરાજમાન છે; તેને જોઈ વિપત્તિરૂપ હસ્તિઓનાં યૂથ દશે દિશાઓ ભણી નાશી છે. તારા હૃદયમાંથી જ ક્ષણમાત્ર પણ પંચ પરમેષ્ટિનું સ્મરણ કદી બહાર નિકળશે નહીં. અને કરુવંશરૂપ સૂર્યઘણા કાળ તા હજી પત કલ્યાણરૂપ પ્રકાશ પામે. સૂર્યાસ્ત પહેલાં તારા બાંધવોની શોધ કરી તેઓ સહિત ઉણ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy