SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ છપાઈ ઝ પણ સંતુષ્ટ થાઊં ને મારે વડીલ પુત્ર જે ગાંગેય તે પણ સભ્રાતા થાય. એવી રીતે તે દુઃખિત થયો થકો આ કાર્ય કરવાને તત્પર થયો છે. માટે એ શુભકાર્ય કરવામાં તમારે કોઈ પણ પૂર્વવત શંકા આણાવી નહી જોયે. રાજ્ય મળવા વિષે જે તમને મેટી શંકા છે તે વિષે આજે તમારી પાશે એવી પ્રતિજ્ઞા કરું છું કે, જે સત્યવતીને પુત્ર થાય તે ખચિત રાજ્ય પદવી તેને જ મળશે. તો બીજાને સર્વથા મળનાર નથી. અને તોજ હું શાંતનુ રાજ ખરો પુત્ર કે જે સત્યવતીના ઉદરથી જ ઉત્પન્ન થએલા મારા બીજા ભાઈનું રક્ષણ મારા હાથમાં ધનુષ્ય બાણ લઈને કફ. મારા પિતા ' છે ને સત્યવતીની પ્રાપ્તિ થવાથી તેમને જે પ્રસન્નતા થશે તેથી હું એમ સમજી કે મને દૈવજ પ્ર- ) છે. સન્ન થયો. તેથી મને સમગ્ર પૃથ્વીનું રાજ્ય મળ્યું. એવાં ગાંગેયનાં ગંભીર ઉદાર વચને સાંભળવાને દેવોએ પણ પોતાનાં વિમાને ઉભા રાખ્યાં; અને એકાગ્ર ચિત્ત શાંભળવા લાગ્યા. તો માણસનું મન રંજન થાય તેમાં શું કહેવું! પેલો સત્યવતીને પિતા લોભને વશ થયો થકો વિસ્મયને પામ્યો. અને ગાંગેયના બોલવા ઉપર વિશ્વાશ 5 રાખીને બોલવા લાગ્યો - નાવિક–હે રાજપુત્ર, તમે ધન્ય છો. કેમકે, તમે ઘણા પિતા ભકત છો. પિતાની ઊપર થી એવીજ પુત્રની પ્રીતિ હોવી જોયે છે. તમને પોતાના પિતાનું રાજ્ય પ્રાપ્ત થયું છતાં તેની પરવા ) ' રાખતા નથી, એ મોટો ગુણ કહેવાય. કેમકે, રાજ્ય મેળવવાને વાસ્તે કેટલાએક રાજપુ મહા 7) પાપનું આચરણ કરે છે. એવું રાજ્ય મળ્યું છતાં તેનો અનાદર કરીને પિતાને સુખ થવાનો પ્રયત્ન ) કરો છો, માટે તમે સંપુરૂષોમાં ગણના કરવા લાયક છો. તમે વાત કહી તે બધી સાચી છે, તે Sછે તેમાં કાંઈ પણ કુતર્કો કરવા જોઈતા નથી. તે પણ મારો અભિપ્રાય આમ છે કે, તમારી પ્રજાને છે છે અને મારી દીકરીને પ્રજા થાય તેને બનવાનું નથી. તમે પોતે જેવા શકિતમાન છે, તેવી જ તમારી જ પ્રજ થવાને પણ સંભવ છે, કેમકે પુત્ર તે પિતાના જેવો જ થાય છે. તે એ મહા શૂરવીર તમારા હ) જેવોજ પુત્ર ઉત્પન્ન થયાથી તે પોતાની મરજી પ્રમાણે ગમે તેમ કરી શકે. જેમ સિંહને પુત્ર 8) સિંહના જેવોજ પરાક્રમી હોય છે, તેમ તમારો છોકરો તમારા જેવો થાય તેમાં સંશય શું એવા છે છે સિંહના કુમારોની આગળ મારી છોકરીના છોકરાનું શું ચાલનાર છે. જે પણ હું સારી રીતે જ- ) હું છું, કે તમારી સંતતિ પણ તમારા જેવી શુભ ગુણ સહિત હોવી જોયે અને તેનાથી અન્યાય થSણ નાર નથી, પણ કાલનું માહાત્મ મોટું છે, કોઈ વખતે સારા માણસની બુદ્ધિમાં પણ ફેર પડી છે છે જાય છે ને તેનાથી અર્થનો અનર્થ થાય છે. તેમાં કોઈ વખતે તેને રાજ્ય હરણ કરવાની ઈચ્છા થાય તે એક ક્ષણવારમાં લઈલિએ. અને તેની સામે મારા દૈહિત્રની અલ્પ શક્તિનું શું જોર 5) ચાલે! ઈત્યાદિક વાતને વિચાર કરતાં તમારા પિતાને મારી પુત્રી આપવાની ઉત્કંધ થતી નથી. હું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy