________________
૧૮
ઉત્પન્ન થએલી પ્રજા તે ભલેને સારી હોય તોપણ તેનું સારૂં અને નરશું કરવું તેપણ તમારાજ હાથમાં હોવાથી તે જન્મસુધી પરાધીન રહે તેથી તેને કદી સુખ થનાર નથી. ઉલટું વપત્તિમાં નાખવા જેવું થાય. જેમ મોટી નદી સમુદવના બીજા કોઇને મળી શકે નહી તેમ રાજ્ય લક્ષ્મી તમાવિના ખોજાને મલવાનો સંભવજ નથી. જેમ ચંદ્રમા આકાશ સ્થળ મૂકીને પાતાળમાં જાયજ નહી, તેમ રાજ્ય સંપત્તિ તમને મૂકીને ખીજાના હાથમાં જનાર નથી, તમારા સુનીતિપણાને લીધે પ્રજાની જેટલી તમારા ઉપર પ્રીતિ છે તેટલી બીજા કોઈના ઉપર પણ થનાર નથી. એ બધાં કારણોનો વિચાર કરતાં મારી પુત્રીની સંતતિને રાજ્ય લક્ષ્મી કોઈ કાલે પણ પ્રાપ્ત થાય નહી, ત્યારે પુત્રી આપવી તે શા સારૂ! વળી મારી પુત્રી ઉપર માણે અતિ પ્યાર છે, તેને આખો જન્મ સુધી મહા કલેશમાં નાખું તો તેથી મને મરણ તુલ્ય દુ:ખ થાય. અને તે ખટકું મારા અંત:કરણમાંથી કોઈ કાલે પણ જાય નહી. (એવો વૃત્તાંત તે નાવિકના મુખથી શાંભળી)
ગાંગેય હે પ્રારબ્ધવાન, એવો વિચાર કરતાં તમે મોટી ભૂલ કરોછો. એવો તુચ્છ વિચાર તમારે કન્નુન્ય નથી. અમારા કુલ શાંખે તમારે જોવું જોયેછે. બીજા કુલની ચાલ ઊપરથી અમારા કુલ વિષે વિચાર કરવો યોગ્ય નથી. જેમ રાસની તથા કાગડાની ખરાખરી થાય નહી, તેમ કુવંશના રાજ્યવંશીઓની તથા અન્ય રાજ્યવંશીઓની ખામી થાય નહી, કુવંશમાં કોઈ સ્ત્રીએ પોતાની શોકયને કોઈ પ્રકારે દુ:ખ દીધું એવું આજ દિવસસુધી મારા શાંભળવામાં આવ્યું નથી, તેમ બીજા કોઇનાં પણ શાંભળવામાં આવ્યું નહી હોય. મારા પિતાના સાથે તમારી છોકરી સત્યવતીનું લગ્ન થયાથી તે મારી ગંગા માતુશ્રી તુલ્ય થઈ ચકી એમ મને માનવું જોયેછે, મારી માતુશ્રી ગંગાની સાથે મારો એટલો અધિક સંબંધ રહ્યો કે તેના ઉદરથી જન્મ ધારણ કરડ્યો છે. પણ પિતાની તરફ દૃષ્ટિ કરતાં બન્નેની સાથે સરખો સંબંધ કહેવાય. મારા પિતાની જે સત્યવતી ઉપર અધિક પ્રીતિ થશે તો તે મને મારી ગંગા માતુશ્રી કરતાં પણ અધિક માનવી જોયેછે. કેમકે, માતૃ સંબંધ કરતાં પિતૃ સંબંધ અધિક હોયછે, એવું શાસ્ત્રનું વચન છે. માટે મારા પિતા સાથે એ સંબંધ થઈ ગયા પછી જે સત્યવતીના ઉદ્દી કોઈ પુત્રની ઉત્પત્તિ થાય તો તે મારે સગો ભ્રાતજ માનવો જોયેછે. અને તે સમયને પણ મારે ધન્ય માનવો જોયેછે કે જે સમયને વિષે મારી દૃષ્ટિ વડે હું બીજા ભાઈને જો એવો દિવસ કોઈ મહા ભાગ્ય શાળીનેજ પ્રાપ્ત થાય. હું પ્રતિજ્ઞા પૂર્વક કહુંછું કે તમારી પુત્રનું મારા પિતાની સાથે દાંપત્ય સંબંધ થયા પછી તેને હું મારી માતુશ્રી કરતાં પણ અધિક માનનાર છું, એટલુંજ નહી પણ માતુશ્રી કરતાં વધારે સુખ આપીશ. મારા પિતાને બીજી સ્ત્રી કરવાનો અભિપ્રાય એજ છે કે જેમ એ ચાવિના રથ શોભતો નથી તેમ બે પુત્રોવિના મને શોભા નથી; માટે બીજે પુત્ર થાય તો હું
•
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainlibrary.cfgg