________________
એવી ભીમસેનની વાણી સાંભળી અર્જુને પણ કહ્યું કે ભીમસેન કહેછે તેમ કરવું યોગ્ય છે, એ પ્રમાણે સર્વનો એક સંમત સાંભળી યુધિષ્ઠિર કહેછે.
યુ.ધષ્ઠિર—વાહ ધન્યછે! ક્ષત્રિઓના વંશોનાં એ ઊચિત વચનો છે, પરંતુ મારા અનુરોધે કરી આપણે થોડાં વરસ વનવાસ ભોગવવાનું છે; માટે કાંઈપણ ઉત્પાત કર્યા વિના રહો તો બહુ સારૂં. વનવાસની અવધ પૂર્ણ થશે ને મારી સત્ય પ્રતિજ્ઞા પરિપૂર્ણ ઉતરશે એટલે પછી તમ સરખા સમુદ્રોનો પાર કોનાથી લેવાઈ શકાશે? તે સમયે તો ભયંકર રણમાં ભીમસેનથી દુઃશાસન સહિત દુર્યોધનને ક્રષ્ણાના કેશકર્ષણનો નિષ્ક્રય પ્રાપ્ત થાઓ. હમણાં તો જ્યાં વિવિધ પ્રકારના વૃક્ષોની ઘટા અને જ્યાંની પવિત્રભૂમી એવા ગંધમાદન પર્વત ઉપર જઈ નિવાસ કરીએ. જેથી કરી પોતાની શ્રીવડે ગર્વિત થએલો શત્રુ ત્યાં આપણે દેખશું નહીં, તેમ વનવાસથી શાંગ થએલા આપણને તે પણ જોઇ શકશે નહીં.
તે
ભીમસેનાહિકો મોટાભાઇની આજ્ઞાને તાબે થયા. જેઓની ખુદ્ધિ અતિ સૂક્ષ્મ થઈ નથી; તેઓને ગુરૂની આજ્ઞા નવીન અંકુરૂપ છે. ત્યાર પછી પરિવાર સહિત હાથી જેમ બીજે સ્થળે જાયછે તેમ યુધિષ્ઠિરે માતા, પ્રિયા અને બંધુ સહિત ત્યાંથી ચાલવાનું પ્રયાણ કર્યું. માર્ગમાં જ્યાં તીથૅ આવે ત્યાં તેની ઉપાસના કરે... અને ચારણ મુનિઓને વેંઢના કરે. એવી રીતે નાના પ્રકારની વિચિત્ર રચનાઓ જોતા જેતા તેઓ પૂર્વોત્તર દિશા તરફ (ઈશાનદિશા ભણી) જંતા હતા. ક્રમે કરી તેઓ ગંધમાદન પર્વત ઉપર જઈ પહોંચ્યા. ત્યાં સુંદર વન, જળથી પરિપૂર્ણ સરોવશે અને અહીં તહીં નિર્મેળ જળથી વહેતી નદીઓ જેમના તરંગ ધુધુ શબ્દો કરી રહ્યા છે, અપ્સરાઓનાં યૂથ પ્રિતમો સહિત ત્યાં લીલા કરેછે, વૃક્ષો ઉપર સુંદર અને મિષ્ટ ફળો લચી રહ્યાંછે તે વનમાં પોતાને વસવા સારૂં પાંડવોએ સ્થાનક કર્યું. સર્વ ઋતુઓને વિષે જે વનની રચના સુંદર અને રમણીક લાગે એવા વનમાં પાંડવોએ પોતાનો આશ્રમ બાંધી રહેવા માંડશું, તેથી કરી શત્રુઓને પરાભવ કરવાની વાત તેમને વિસાૐ પડી, ત્યાંની વ્યવસાઈએ કરી કુંતી હસ્તિનાપુરનું રાજ સમૃદ્ધિ સુખ વિસરી ગઈ. ત્યાં વસતાં તેઓના જાણવામાં આવ્યું કે ઇંદકીલ નામનો શૈલરાજ અહિંયાંથી પાસે છે. સબ્યસાચી (અર્જુને) તે પર્વતનો રાજા યુધિષ્ઠિરને વિસ્મય પૂર્વક વર્ણન કરી બતાવ્યો ને કહ્યું.
અર્જુન હે દેવ, એ પર્વત ઉપર ઇંદ્રરાજ ઇંદ્રાણી સહિત નિરંતર ક્રીડા કરેછે તેથી કરી એ પર્વતનું ઈંદ્રકીલ નામ પ્રાપ્ત થયું છે. ખેંચો જ્યારે ખેદ્યને પ્રાપ્ત થાયછે ત્યારે એ પર્વતના વૃક્ષોની શીતળ છાયા નીચે બેસી સર્વ ખેદને દુર કરેછે; કારણ એ પર્વતના વૃક્ષોની છાયા તળે બેસવાથી સૂર્યકિરણો તે જાણે ચંદિકરો હોયના! એવાં શીતળ લાગેછે. વળી તે પર્વતમાંના
Jain Educationa International
For Personal and Private Use Only
૨૫૩
www.jainelibrary.org