________________
૫૨
સંતોષીને પ્રિયંવદને ત્યાંથી વિદ્યાય કર્યો. તેના ગયા પછી દુર્યોધનનું દુ:થવ દુષ્ટપણું સાંભળી સ્ત્રીજાતીની મર્યાદાનો પરિત્યાગ કરી દ્રુપદનંદની ખોલી.
દ્રૌપદી—કપટ કરીને મેદની જીતી, મારા કેશનું કણ કર્યું, અને વનવાસ દીધો તોપણ મ શત્રુ હજી તૃપ્ત થતો નથી. આપણુ વનમાં રઝળીએ ઈંએ તો અહિંયાં પણ આપણને હનન કરવા આવશે. કોઈપણ નાહું કરવા યોગ્ય કામને વિષે અને મર્યાદા છેજ નહી. મત્સરે કરી એનું ચિત્ત વ્યાસછે. (કુંતીને)—હે કુંતીવિ તું વાંઝણી જેવીછે. અથવા તો તને પ્રસવજ થયો નથી!! જેટલી પુત્રવંતી માતા છે તેમને તું લાવનારી છે. કારણ તેં કલીમ પુત્રોને પ્રસવ્યા છે. અહો અતિઆચર્યું કે જેઓની બળવાન ભુજાઓ અને જેઓ મહા તેજવાન એવા પાન્ડુના પુત્રો, તેઓના દેખતાં દેખતાં તઓની પ્રિયાને કેશથી પકડીશત્રુએ સભા માં આણી. એવાં દ્રૌપદીનાં વચન સાંભળી કુંતી કહેછે.
કુંતી—હું દ્રૌપદી તું સત્ય કહેછે. શત્રુઓ આવી રીતે પરાભવ કરેછે તોપણ આર્ય પુત્ર યુધિષ્ઠિર તે વિષે અન્યથા ક્ષમા કેમ કરેછે? આવી રીતે એ ક્ષમા કરેછે ત્યારે કુવંશને પણ ધિક્કાર છે, અને શૂરાઓનાં શૂરપણાનો પણ આજથી પ્રસિદ્ધ રીતે નાશ થયો! અરે રાજ યુધિષ્ઠિરના મનમાં લેશ માત્ર પણ ક્લેષ થાયછે! (એમ કહી કુંતી ધર્મ રાજા પ્રત્યે બોલેછે.) હું પુત્ર તારા મનમાં એમ આવતું નથી કે મારી પ્રિયા અમારી સાથે મહા દુ:ખી થતી વનમાં ચાલી આવેછે. વળી જેઓ સૂક્ષ્મ અને દિવ્યાંબર ધારણ કરવા વાળા ખાંધવો તેઓએ વલ્કલ ધારણ કર્યાંછે, તે જોઈ તને કેમ લાજ નથી આવતી? લીલા સહિત હાથીઊપર આરૂઢ થઈ ક્રીડા કરનારા ભાઈઓ તે આજ પગે ચાલેછે તે જોઈ તને કાંઈ દુ:ખ નથી થતું?
એવી રીતે સ્નેહે કરીને મોહિત થઈ રહેલી કુંતી પણ ક્લેષને પ્રાપ્ત થઈ ધર્મ રાજના ક્રોધને ઉદ્દબોધન (ગાવવું) દેતી હવી. વળી તે સમયે દ્રૌપદી યુધિષ્ઠિરને કહેવા લાગી.
દ્રોપદી-હેનાથ તમે આમ નિશ્ચિત થઈ કેમ રહ્યા છો? તમારા રિપુઓ તમને ઝંપી બેસવા દૈનાર નથી માટે ઊઠો સાવધાન થાઓ અને આયુદ્ધ ઊપર દૃષ્ટિ કરો તમે જે તમારી પ્રતિજ્ઞા ભંગ થયાના ભયથી સંકોચ પામતા હો તો ભીમસેન અને અર્જુનનેજ આજ્ઞા આપો. ૌપદીનાં એવાં અનુકૂળ વચન સાંભળી ભીમસેન બોલ્યો.
ભીમસેન—હૈ આર્યં, તમારી આજ્ઞા એજ મારે એક બંધન રૃપ થઈ છે. તમારી આજ્ઞા શિરસાવંદ્ય જાણી પૂર્વે મેં શત્રુઓને માર્યાં નહીં, પણ જે તેઓ અહિંયાં આવશે તો હવે તેઓનું ઉન્મઢપણું હું સહન કરીશ નહીં. હે દેવ હું હાથ જોડી તમારી કૃપા માગુંછું કે જે દુર્મતિ શત્રુઓ અહિં આવશે તો તે સમયે તમે મારા ગુરૂ નથી ને હું તમારો આજ્ઞાંકિત નહીં. હસ્તિનાપુરના સામ્રાજ્યે કરી ગએઁ પર્વત ઊપર બેઠેલા દુર્યોધનને લીલાએ કરી જીત મેળવી નીચે ઢોળી પાડીશ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org