________________
૨૫૧
છે, સર્પ અને નેળિયા હરણ અને સિંહ એ સર્વ સાથે ક્રિીડા કરતા મેં વેગળેથી જોયા તેથી મેં જાણ્યું કે
કે અહિંયાંજ પાંડવો છે. એ રીતે પ્રિયંવદે સર્વ સમાચાર કહ્યા તે સાંભળી અત્યંત પ્રીતિ પૂર્વક યુધિષ્ઠિર રાજાએ તેને પુછયું.
યુધિષ્ઠિર– હે પ્રિયંવદ દુર્યોધન રાજ દેશનું કેવી રીતે પ્રતિપાલન કરે છે? ને પ્રતિપાલન કોડ કરે છે તે ન્યાયથી કે અન્યાયથી? ભીષ્મ દોણાદિક, દુર્યોધન ઉપર પ્રીતિ કરે છે કે તથા તેઓ ( દુર્યોધનને કોઈના ઉપર અન્યાય કરતાં વારે છે કે
એવાં યુધિષ્ઠિરનાં વચન સાંભળી જેવું દીઠું હતું તેવું પ્રિયંવદા કહે છે.
પ્રિયંવદ- હે રાજન કરવંશમાંના દુર્યોધન રાજાના રાજમાં નીતિ અનીતિ જેવી મેં જોઈ છે હી તેવી કહું છું. જેમ પિતા પુત્રનું પાલન કરે છે તેમ એ રાજા સર્વ પ્રજાનું પાલન કરવામાં તત્પર રહે છે અને અન્યાયી પુરૂષોને શિક્ષા દે છે, સંપૂર્ણ પુરુષાર્થ આવીને દુર્યોધનને ત્યાંજ નિવાસ કર્યો છે. જેટલા મંડળીક રાજઓ છે તેઓ પરસ્પર કોઈને પીડા ન દેતાં પ્રીતિયુક્ત થઈવર છે. અમત તુલ્ય ફળ દેનારી સેવા જાણી સંપૂર્ણ પ્રજા તેની સેવા વિષે નિરંતર તત્પર રહે છે.
તમારું મૃત્યુ સાંભળી મનમાં નિરાશ થઈ ભીષ્માદિકોએ દુર્યોધનનો જ આશ્રય લીધો છે. (આ તેઓનો દાન કરી અને વિનય કરીને દુધને અતિ સત્કાર કર્યો છે, અને તે તેઓનું બહુમાન છે
નથી પ્રતિપાલન કરે છે, જેથી તેઓ દુર્યોધનને માટે પ્રાણ દેવો પડે તે પ્રાણ દઈને પણ હિત
કરી શકે એવા તેને સેવાધીન થઈ રહ્યા છે. ભીષ્મોણાદિકના પ્રતાપે કરી દુર્યોધન મનમાં એમ 5 કે સમજે છે કે છ ખંડન ચક્રવર્તિતુલ્ય હું રાજાધિરાજ છું; તથાપિ અંત:કરણમાં તેને તમારે ભય છે.
અર્જુનનું માત્ર કોઈ નામ લે છે, તે સમયે અર્જુનના પરાક્રમનું તેને સ્મરણ થાય છે ને ?
ભયભીત થઈ નિશ્વાસ મૂકી વારંવાર કંપે છે. વનમાં મૂગાયાર્થે ગયો હોય ને કોઈપણ ઠેકાણે I વકોદાર (૧૩) ને જુએતો કોદરનું સ્મરણ થાય છે ત્યારે અતિ ભયાતુર થઈ તે કંપે છે. ભીમસેન જ Uી અને અર્જુનને સ્વમમાં જોઈ ભયથી જાગી ક્ષોભ પામે છે. તેને ક્ષોભિત જોઈ તેની સ્ત્રી વિશે ( ભાનુમતી પણ ક્ષોભ પામે છે.
એવાં પ્રિયંવદનાં વચન સાંભળી રાજા યુધિષ્ઠિર બોલ્યા.
યુધિષ્ઠિર–હે પ્રિયંવદ, જેવું હું તને કહું છું તેવું જઈને ભીષ્મપિતાને તથા વિદુરને કહેજે કે SE હે તાત, પૃથ્વીપર મસ્તક નમાવી અહીંયાંથી તમને અમે દંડવત કરી છે. અમારે આપત્તિ પર
કાળ જાણ સ્નેહે કરીને તમે મનમાં કાંઈ ઓછું લાવશે નહીં. તમ સરખાની કપાએ કરી જ અમારા પ્રતિપક્ષિઓ પ્રબળ થઈ નહીં શકે. કકલાશ (કાકીડો) કદી ઊંચા શિખર ઉપર બેસે હS) પણ તેનાથી સૂર્યને કાંઈ હાની પહોંચવાની છે? એ પ્રમાણે પ્રત્યુઊત્તર કહીને વનના ફળાદિકોએ .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org