________________
૨૫૦
જો કે ગઈ કાલે દુર્યોધનની સભામાં એક ચક્કાનગરીથી આવેલા દૂત આવી પાંડવોનું સર્વ વૃત્તાંત છે S' કહી સંભળાવ્યું છે કે, પાંડવોએ એકચક્કાના લોકોને પ્રાણદાન આપ્યું છે. ત્યાંના રહેવાસી છે
કો એવું કહે છે કે “અહો પાંડવો ઘણા કાળ સુધી છે. સૂર્ય ચંદ્ર આ પૃથ્વી ઉપર જ્યાં સુધી તપે ત્યાં સુધી તેઓનું રાજ તપે અને એમનાથી અમારું પ્રતિપાલન થાઓ. ધન્ય છે કુંતીને
કે જેની કુક્ષીરૂપ સરોવરમાંથી પાંડવો રૂપી કમળ ઉત્પન્ન થયાં છે. જેઓની કૃપાએ ગત સર્વ આ આનંદ પામે છે. પ્રાણને હરનાર અને પાપ પંક (પાપને કાદવ) રૂપ બક રાક્ષસ તેને પાંડવવિના તે છે કે મારી શકે. અમારા પરિપંથીઓનો એઓએ ક્ષય કર્યો તે એઓના વિપક્ષીઓનો પણ છે. ક્ષય થશે. અહો મહાત્મા પાંડવો જે નગરમાં રહે છે ત્યાં (અતિ વૃષ્ટિ અનાવૃષ્ટિ ઈત્યાદિક) ઉપ- ઈ દવ થતો નથી, કોઈને વ્યાધિ થતો નથી, અકાળ મૃત્યુ થતું નથી, પરચકને ભય થતો નથી અને
દુર્ભક્ષપણ થતો નથી. મહામારી (મરકી) નો ભય નથી. સર્વ પ્રજને કેવળ સુખ સંપત્તિ છે અને સર્વ અતિ આનંદ ભોગવે છે. હાલ તેઓ નગ્ન તજી વનમાં ગયા છે તે ત્યાં પણ વનનાં વૃક્ષો
તેઓના આગમને કરી નવપલ્લવ થઈ ફળકુલથી લચી રહ્યાં છે અને નિરંતર વૈર ધારણ કરનારાં (' એવાં ગે વ્યાકાદિક પણ પરસ્પર કલહ કરતાં નથી, અને વનમાંનાં ફળ પણ ઉત્તમ પ્રકારને રસ
ધારણ કરે છે. હે રાજન, એવાં દૂતનાં વચન સાંભળી સભા જનોએ તેઓને પુછયું કે પાંડવો 1) હમણાં કયાં રહે છે?
દૂત–હમણાં તેઓ દેતવન ભણી નિકળ્યા છે. ત્યાં તેઓ ભિલ લોકોના સમુહમાં રહેલા છે તો તેમને મેં નિશ્ચય કરીને જોયા છે. આમવૃક્ષના મૂળ પાસે ઉત્તમ આસને રાજા યુધિષ્ટિર બિરાજે જ છે. માત્ર વિનય કરીને જ નહીં પણ બીજે સર્વ કામ દૂર મૂકી ભીમાર્જુનાદિક ભાઈઓ તેની છે
સેવા કરે છે. બીજું તો શું પણ વનનાં પશુઓ સુદ્ધાં પણ ધર્મ રાજાની ઉપાસના કરે છે. ધર્મરાછે જાને સભા ભરવા યોગ્ય પર્ણકુટિના બારણા પાસે રહેલા આમ્રવૃક્ષની છાંયા કદી નાશ પામતી નથી. આ
સ્વતાં પ્રસિદ્ધિ પામનારાં, એવાં તેઓનાં અદભુત લક્ષણોનું જે સહસ્ત્ર છ હા હોય તેપણ યથાસ્થિત વર્ણન થઈ શકે નહીં.
પાંડવોનું વૃત્તાંત સાંભળી દુર્યોધનનું મુખ ઉપર જાણે મેશ પડી હોયના! અથવા તે મેશે સ્નાન કર્યું હોયના! કે ગળીએ રંગ્યું હોયના! એવું થઈ ગયું; ને તે મહા દુઃખી થઈ સભાS માંથી ઊી ગયો. કારણ, શત્રુઓની પ્રસન્નતા સાંભળી જે દુખ થાય છે તે દુખે કરી કાંઈ પણ કરી
સારું લાગતું નથી. આ સર્વ વાત મને વિદુરે કહી અને કહ્યું કે હે પ્રિયંવદ જ્યાં પાંડવોનું સ્થાન હોય ત્યાં જઈ તેઓના તું સમાચાર લઈ આવ. વિદુરની આજ્ઞાથી તમારા હિતાર્થે હું ઈહાં આવ્યો. તા ) એક ચક્કાનગરીમાં તમારી ભાળ કાઢી અને ત્યાંથી ક્રમે કરીને અહીં તમારે મને સમાગમ થયો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org