________________
૨૩૪
છે. રાક્ષસને બલિદાન અપાય છે. હું પુરવાસીઓની આજ્ઞાથી આ મહેલનું રક્ષણ કરું છું. અનુ
ક્રમે વધસારૂ પ્રાપ્ત થએલો વધપુરૂષ આ શિલા ઉપર બેસે છે. હે મહાત્મન હું કૌતકે કરી તને કઈ છે? છે પુછુ છું કે આજ સુધીમાં તારા જેવો બળવાન અને ત્રણ લોકને જીતનારી ભુજાઓવાળો કોઈ .
પુરૂષ અહીંયાં આવ્યો નથી. વળી તારી વધ્યાકૃતિ દિસતી નથી; તેમ તારૂં મુખ પણ દીન ) જણાતું નથી. નીમની માળા પણ તારી કોટમાં પહેરેલી જણાતી નથી. જે અહીંયાં બકરાક્ષસનું બલિદાન થવા આવે છે તેઓને કોટે નીમની એવી માળા નાખેલી હોય છે.
એવી રીતે પરસ્પર તે મહેલને રક્ષપાળ તથા ભીમસેન વાર્તાલાપ કરતા હતા, એવામાં તેછે એ અકસ્માત શબ્દ સાંભળ્યો કે “આગળ ચાલ, આગળ ચાલ, તે શબ્દ સાંભળી ભીમ- ૨ SS સેનને રક્ષપાળ નમસ્કાર કરી .
ક્ષપાળ-હે દેવ એ રાક્ષસ આવે છે. હું હવે અહીંથી દૂર થઈ જાઉં છું. એમ કહી તે ન રક્ષપાળ અદર્શ થઈ ગયો એવામાં દૂરથી રાક્ષસ આવે છે. તેને જોઈને પોતાને બેસવા સારૂ શિલાને સાફ કરી તે ઉપર પલંગમાં જેમ સુઈ રહે તેમ નિશંકપણે ભીમસેન સુતો. પ્રેત પિશાચની સાથે તે રાક્ષસ ભીમસેનની પાસે આવી પહોંચ્યો. ને તેણે ભયાનક મુખકરી ચતાપાટ સુતેલા ભીમસેન ભણી જોયું ને મનમાં વિચાર્યું.
- બકરાક્ષસ–(મનમાં) આજને દિવસે તો ધણોજ પુષ્ટ, મોટા પેટવાળો તથા જેના શરીરમાં છે. ઘણું માંસ છે એવો પુરૂષ જે આ મોટી શિલાપર પણ માત નથી તે બલિદાનને સારું મળ્યો છે. R તથી ઘણા દિવસના મારા સુધાતુર સંબંધીઓ છે તેઓ આજ તૃપ્ત થશે.
એવો વિચાર કરી મનમાં અતિશય પ્રસન્ન થઈને બકરાક્ષસ ભીમસેનની ઉપર ધસ્યો ને તેના શરીરને દાંતવડે બચકુ ભર્યું; પરંતુ ભીમસેનનું વજનું શરીર હોવાથી જેમ લોઢાના કહાડાને પથ્થર ઉપર ટીચવાથી તે કુહાડાનીજ ધાર ખરાબ થાય છે તેમ બકરાક્ષસના દાંત કુંઠિત થયા. ત્યારપછી ભીમના પૂલ વક્ષસ્થળનું બકરાક્ષસે પોતાના નખોવડે વિકિર્ણ કરવા માંડયું. પણ ભીમસેનના હદયરૂપી અવનીનું તે રાક્ષસ નખરૂપ કોદાળીએ ભેદન કરી શક્યો નહીં ને ઉલટ એના સર્વે નંખ ઉખડી પડ્યા. તે સમયે તે રાક્ષસ વિસ્મિત થઈ લજજા પામ્યો ને પોતાના પક્ષના સર્વે રાક્ષસોને ત્યાં બોલાવી તેમને આ પ્રમાણે કહ્યું
બકરાક્ષસ-હું નિરંતર માણસના માંસનું આસ્વાદન કરૂંછું, પરંતુ આ સ્થળ દેહવાળે, સ્થિર રહેવાવાળો તથા નિર્ભય મનુષ્ય મેં આજ સુધી કોઈ દીઠો નથી. માટે એને આપણે ઘેર લઈ ચાલે. ત્યાં લઈ જઈ તીવ્ર તરવારે એના શરીરને કાપી કાપી કટકા કરીને ભક્ષ કરશું
એવાં બકનાં વચન સાંભળી તેના સાથીઓ ભીમસેનને ત્યાંથી ઉપાડી આગળ લઈ ચાલ્યા. એ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org