SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ર છેમાતા પોતાના મનમાં માને છે. તે માટે હું બહુ આનંદે માતાનું હિત કરુંછું. તું આનંદમાં રહે. નિષ્ફર અને દુષ્ટ એવા રાક્ષસ પ્રત્યે હું જવાને છું. એવાં તેનાં વચન સાંભળી દેવશર્મા બોલ્યો. ? " દેવશમાં–હે મહાબાહો, મારા મરણ સાટેનું સરખાં બ્રાહ્મણને મરવા મોકલી હું જીવતો - રહે, એવું કામ મારાથી થાય નહી. ઇંદનીલમણીનું મરદન કરી કાચને સંગ્રહ કરવાની અ- 4) ( પેક્ષા કરે તે યોગ્ય હોય નહીં. મારા સરખા બ્રાહ્મણને સાટે આ રત્નદહીતુલ્ય મનુષ્યને મરવા મોકલવો એ વાત કોઈ માનશે પણ નહીં. તારા સરખું વૃક્ષ વિશ્વમાં ક્યાં મળે છે. અમારા કોઈ સરખાંનો તે પારેય નથી. કલ્પવૃક્ષ તે કવચિત જ જોવામાં આવે છે પણ બીજા વૃક્ષોને તે I) પણ પારેય નથી. વળી મારા મરવાથી માત્ર પાંચ જણનો નાશ થશે પણ આ મનોહર મૂર્તિવાળા પુરૂષને નાશ થવાથી અખિલવિશ્વ ક્ષેપિત થશે. પરંતુ હે મહાત્મા, આ તારી ભુજાઓ જોઈ શત્રુઓ પોતાની મેળે ભયભિત થઈ જાય, તોપણ બકત એક બક જ છે. તથાપિ તારી ભુજારૂપી બંધનમાં જો બક આવી જાય તો કેવલી ભગવાને કહેલા વચનમાં સંશય થાય છે. તે મુનિની વાત આમ છે કે આ એક ચક્કાપુરીની બહાર પર્વતના શિખર ઉપર એક દિવસ જાણે બીજો સૂર્યોદય થયો હેયના! એવા તેજસ્વી કેવલી ભગવાન પૂર્વે આવ્યા હતા. તે સમયે સંપૂર્ણ પુરવાસીઓએ ત્યાં જઈ તેમને વંદના કરી. તે કરૂણાવંત કેવલી ભગવંતે સર્વને ધર્મોપદેશ દીધો. 10 ઉપદેશરૂપી અમૃતના પાને કરી સર્વ લોકો હર્ષ પામ્યા અને પોતાના વિતકની વાત નિવેદન કરવા લાગ્યા, કે “હે ભગવન, આ બકરાક્ષસનો ઊપદવ કોઈ દિવસ નાશ થશે કે નહીં તે સાં- A ભળી કેવલી ભગવાન બોલ્યો કે “હે પુરવાસીઓ, ઘુતમાં પરાભવ પામી પાંડવો હસ્તિનાપુરથી નિકળીને ફરતા ફરતા જ્યારે આ નગરીને વિષે આવી ચઢશે, ત્યારે આ એકચક્કાનગરી નિરૂપદવ થશે. મહાત્મા પુરૂષોને મહિમા વચનથી પણ અગોચર છે. એવું કહી તે કેવલી ભગવાન ત્યાંથી વિહાર કરી ગયા. એવા મુનિઓને સંચાર તે સર્વ પૃથ્વીના કલ્યાણને અર્થે છે. ચંદના કિરણો સરખાં તાપ દૂર કરનારાં તે મુનિંદનાં વચન સાંભળી સર્વનાગરિક લોક પ્રીતિરૂપ લહ(SY રીએ સમુદની જેમ મહા પ્રસન્ન થઈને તે દિવસથી મનમાં ચિંતન કરતા હતા કે “પાંડવ એ શબ્દ છે. પતિજ અમૃતથી પરિપૂર્ણ છે એવા પાંડવો ક્યારે આવશે?” એવું બોલીને પાંડવોના આગમનની છે ઈચ્છા કરનાર પુરવાસિઓએ કુળદેવિની નાના પ્રકારથી પ્રાર્થના કરી, તથા ભેટ સામચિ લઈને તે Sી પ્રાત:કાળને વિષે હસ્તિનાપુર ભણી જવા સારૂ લોકો નિકળ્યા. “પાંડવોને સમાગમ આજ થશે રે છે કે કાલે થશે” એમ ચિંતન કરતા લોકોને માર્ગે જતાં જતાં કોઈએક સમયે કોઈ પંથિત માર્ગે આ- ક વો સામે મળ્યો. તે સમયે લોકોએ તે પંથિને પુછયું કે “હે પથિક, આ માર્ગને વિષે કોઈપણ સE SS સ્થળે પાંડવો સંબંધી કાંઈપણ વાત તેં સાંભળી છે? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy