SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ J એ વચન સાંભળી સર્વ પાંડવ આનંદ પામ્યા. પછી તે મુનિ તે સ્થળેથી અન્યવનવિષે વિહાર કરી IS ગયા. તે સમયે ધર્મરાજ તે ઉત્તમ ધર્મને અનુસરનારી એવી હિડંબા પ્રત્યે બોલ્યા કે હે હિડંબા, અને તું નિષ્કારણે પોપકારિણી છે, તારી સહાયતાએ અમે ભયંકર અરણ્ય અને નદીએ જ્યાં ઘણું છે, જે તક એવો દુષ્ય માર્ગ ઉલ્લંધન કરો. હવે અમે કેટલાક દિવસ આ નગરીમાં રહીશું; એ માટે તું મોડે તારા બંધુના સ્થાનકપ્રત્યે જા અને તારા ભાઈની સંપત્તિનું રક્ષણ કરી અને તારા ઉદરને વિષે છે મારા ભાઈથી રહેલો જે ગર્ભરૂપ નિધાન છે; તેના રક્ષણ માટે યત્ન કર. અને સત્પાત્ર પ્રાપ્ત છે થયું છતાં તેને દાનાદિક કર. કારણ સત્પાત્રનેવિષે દાન કર્યું છતાં સંપતિઅધિક વદ્ધિને પામે છે , છે અને કદાચિત અમે તારૂં સ્મરણ કર્યું છતાં તું અમારી પાસે પ્રાપ્ત થશે. કારણ માહાભ્ય પુરૂષને જ માને કરીને જે પ્રાપ્ત થાય છે, તેથી તે સંતોષ માને છે. એવાં વચન સાંભળી હિડંબા સર્વની આજ્ઞા છે? છે ગ્રહણ કરી ત્યાંથી હેડબવન પ્રત્યે આવી, અને શ્રી વીતરાગની સેવામાં તત્પર થતી હવી. કે હિબાના જવા પછી વિપ્રવેષ ધારણ કરેલા એવા પાંડવો તેએકચકાનગરીનવિષે પ્રવેશ કરતા 53 હવા. તે સમયે રાજમાર્ગેગમન કરનારા તે પાંડવોને, દેશમાં બ્રાહ્મણે અવલોકનકસ્યા. પછી ગુણગ્રાહી, કુશળ, અને નિષ્કપટ એવો તે દેવશમાં, સત્કાર કરવા માટે યોગ્ય એવા તે પાંડવો પ્રત્યે સામે ઈ. જઈ તેઓને પોતાને ઘેર આણુને ગુણોએ શ્રેષ્ઠ અને સર્વેમાં જેષ્ઠ ધર્મરાજા, તે પ્રત્યે બોલ્યો કે “હે છે બ્રાહ્મણ શ્રેષ્ઠ દેવે પ્રેરિત એવો હું તમારી પ્રત્યે એક પ્રાર્થના કરું છું કે, આ મારું ઘર, આ માહારી સુરવન છે જે ભાવયુક્ત સ્ત્રી, આ પુત્ર, અને આ કન્યા એ સર્વનું પોતાનાં જણેને આ ઘરને વિષે રહી આ એક- કાનગરીને પવિત્ર કર. સાંપ્રતકાળે સર્વજન, રત્નગર્ભનામે જે ભૂમિ તે તમારા ગે સરત્ના એવું જણે એવી દેવશર્માની વાણી સાંભળી પ્રસન્ન થઈ યુધિષ્ઠિર તે બ્રાહ્મણના કુટુંબના સંમતે તેને પ્રેરી છે ઘેર રહ્યો બહારથી પાંડવોનો બ્રાહમણાચાર દેખાતો હતો, અને અંત:કરણથી તે પરમાહત ભકત છે હતા. પછી ધર્મનાં કૃત્યોએયુક્ત થઈ તે પાંડવો તે એકચક્રાનગરીને વિષે કેટલાક દિવસ રહેતા હતા. સાસની શુશ્રષાવિષે તત્પર એવી દ્રૌપદી, અને તે દ્રૌપદી ઉપર અત્યંત પ્રીતિ ધારણ કરનારી કતી-એ બંને પ્રીતિપૂર્વક જિનેશ્વરની પૂજા કરી દિવસ નિર્ગમન કરતી હતી. તે સમયે તે છે. પાંડવ, બ્રાહ્મણના કુટુંબના અનુકૂળપણુએ ચિત્તને વિષે દૈવના પ્રતિકૂળપણને પણ ન જાણતા બે હવા. દેવશમાં બ્રાહ્મણને સાવિત્રી નામે સ્ત્રી હતી તેણે અતિ નમ્રતાએ કરી કૃતીની પ્રીતિ 4 સંપાદન કરી, તેનું મન પોતાને વશ કરી લીધું કુંતી પણ જેવી દ્રૌપદીને ગણતી હતી કેર તેવી સાવિત્રીને ગણવા લાગી. તેમજ સાવિત્રીનાં ગંગા અને દાદર એ બે સંતાન હતાં, પણ તેમને તી પોતાનાં સંતાનની જેમ ગણવા લાગી. તે સ્થળે ઘણા દિવસ રહેવાથી અને દેવશ- - Sી મના કુટુંબના સહવાસ કરી તે પાંડવો પોતાનું ઘરબાર પણ વિસરી ગયા. ત્યાં રહેતાં રહેતાં પાંડ- ૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy