________________
کیے رکھی
છે. હિડંબા ગર્ભિણી થઈ પછી હિડંબા સહિત તે પાંચ પાંડવ,વનમાર્ગને અનુક્રમે ઓલંધન કરી, એક તો Sચક્કાનગરીમાં અંતર્વનામધે વાસ કરનારા અને દેવરચિત સુવર્ણ કમળ ઊપર બેસી જાણે સાક્ષાત આ મૂર્તિમાન ચારિત્રજ હોયના! એવા એક જ્ઞાનિમુનિને ઉત્તમ ધર્મોપદેશ કરતા દેખતા હવા. તે રે
સમયે તે મુનિનાં દર્શન કરી તે પાંડવોને પંથ પશ્ચિમ જેમ ચંદ્રના દર્શન કરી તાપ પરિશ્રમ
દૂર થાય છે, તેમ દૂર થતો હો. ત્યારપછી અંતઃકરણના મલને દૂર કરવા માટે જેઓનાં મન ન મહા ઉત્સુક થયા છે, એવા તે પાંડવો તે મુનિને વંદના કરવા સારૂં જતા હવા. ત્યાં જઈ આ છે આ પ્રમાણે સ્તુતિ કરતા હવા કે હે મહામુને! ભવભ્રાંતિએ કરી પરિકશિત જંતુઓના વિશ્રામને )
અર્થ વૃક્ષતુલ્યનિષ્કપટી અને પરોપકારી એવા તમે છો. એવું બોલીને તે મુનિને નમસ્કાર કરે; પછી તે સભાને વિષે બેસતા હતા. તે સમયે દરિદી પંથીઓના જેવા વેશધારણ કરેલા પરંતુ દેવાંશી તેજવાળા એવા તે પાંડવોને જોઈને સર્વે સભાસદો એવું વિચારતા હતા કે “આ પુરૂષો કોણ હશે! તે સમયે આપત્તિરૂપ મહાનદીની પાર ઉતારવાને જેમની દૃષ્ટિ નકારૂપ છે એવા તે મુનિ પણ પાંડવોભણું જોતા હવા અને તેઓને અધિકોપદેશ કરતા હવા. કે સંસારમાં જેટલાં પુરૂષાર્થ છે તે સર્વેમાં ધર્મ એ ચૂડામણી સમાન છે. અને સર્વે પ્રાણિમાત્રનેવિષે જે દયા છે તે તે ધર્મના
પણ તિલક સરખી ભૂષણરૂપ છે. વર્ષાકાળમાં મેધની પંક્તિ, અને નિષ્કત્રિમ એવી દયા-એ બંને ને અનુક્રમે વનશ્રેણી અને રાજ્ય એઓને નૂતનપણુપમાડે છે. એટલે મેધપતિ વૃષ્ટિ કરીને વૃક્ષને
અંકુર ઉત્પન્ન કરે છે, અને દયા રાજ્યને વિષે સુખવૃદ્ધિ કરે છે. સમસ્ત પ્રાણીઓ વિષે જે જ દયાભાવ છે, તે સર્વ રોગો અને સર્વ અનર્થનો નાશ કરનાર છે. વળી આયુષ્ય વૃદ્ધિનું અમૂલ્ય કારણ છે. એ માટે દયા તેજ સંપત્તિ અને ઉદયકાળરૂપ મોતીની સીપ અથવા મુક્તિને જે સંગમ-તેની પ્રતિકા અથવા કલ્યાણનું કારણ છે, એમાં સંશય નહીં. એ પ્રમાણે રાક્ષસના વંશનવિષે દુર્લભ એવી દયાની દેશનાને શ્રવણ કરીને તે હિડંબા તે દિવસથી નિરાપરધી પ્રાણીSી ઓના વધનો પરિત્યાગ કરતી હવી. તે સમયે કુંતી પણ તે દેશનાને શ્રવણ કરી સર્વ સંરાય મટાડ- જ ને વાને સમર્થ એવા તે મુનિપ્રત્યે હાથ જોડી બોલી કે “હે મુને, આ મારા પુત્ર વિપત્તિ સાગરથી જો છે. ક્યારે પાર ઉતરશી” એવાં તેનાં વચન સાંભળી, કરતલનવિષે લોક્યને જેનારા તે મુનિ મધુ- 5 રવાણીએ કરી બોલ્યા કે “હે મહાભાગ્ય! તારા પુત્રો અનુક્રમે નિરૂપમ એવી ભુતિ અને મુક્તિ કે
એ બંનેના પાત્ર થશે, અને કેટલાક દિવસ પછી એમને રાજ પણ મળશે. ત્યારપછી યુધિ- રેરી બિરભણી આંગળી કરીને તે મુનિ એમ કહેતા હવા કે “આ તાહરો જેકપુત્ર દુશેનો સંહાર કર
વાવાળો અને ધર્મ પ્રભાવના કરવાવાળો થશે. વળી તારા પાંચે પુત્ર અનુક્રમે સંયમને આરાધી ) કર્મને નિર્મળ કરી વિશ્વની રક્ષા કરનારા થઈ પાંચમી ગતી પ્રત્યે પ્રાપ્ત થશે.” એવાં તે મુનિનાં જ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org