SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ કરો . આ એ કંતી પણ પુત્રોનું દુખ જોઈને અને તારા વિયોગે કરી પ્રાણત્યાગ કરવા ઉકત થઈ છે. એ સર્વનો છે S: નિલય જોઈને મારું મન પણઆકુળવ્યાકુળ થઈ ગયું તેથી હું પથ્વી ઉલંધન કરી તારી પાસે આવી છું. 2 છે એ પ્રમાણે દ્રૌપદીને સર્વવત્તાંત નિવેદન કરીને તેને હિડંબા પોતાની પીઠ ઉપર ચઢાવી અને થી રણ્ય, પર્વતો, નદીઓ, અને સરોવરનું ઓધન કરતી આકાશમાર્ગે ઉકાણ કરતી તે હે બા ક્ષણમા- કોડ વમાં તે દ્રૌપદીને જ્યાં પાંડવો હતા, ત્યાં આણતી હતી. તે સમયે તેઓ સર્વને દ્રૌપદીને આવી જોઈ છે શાતા થઈ ત્યારપછી દ્રૌપદી અને કુંતી એ બંને તે હિડંબાને બેસાડી એવું બોલતાં હતાં કે “આ છે. જ હિડબાએ આપણી દુખદ અવસ્થામાં આપણા ઉપર જે ઉપકાર કસ્યા છે તેની ગણના પણ થઈ છે. શકે નહી તથા તેને પ્રત્યુપકાર આપણ કોઈથી થઈ શકે એમ નથી. એવું બોલીને પછી કુતી તે જ S: હિડંબાભણી જોઈને તેપ્રત્યે બોલી કે “હે હિબા, તે અમારા ઉપર જે ઉપકાર કસ્યા છે, તે ઉપકાર કરે સાંપ્રતકાળે અમારી આ અવસ્થામણ જોતાં અમારાથી વાળી શકાય તેમ નથી; તોપણ તું કહે કે કે અમે તો શે પ્રત્યુપકાર કરીએ તે સમયે હિડંબા હસ્ત જેડી બોલી કે હે દેવી! તમે અખિલજ- 9) ગતને ઉપકાર કરવા વાળા પાંડવોની માતા તે ક્યાં અને તુચ્છ એવી ક્યાં. મારા સરખી રાક્ષસી છે . તમને શો ઉપકાર કરશે? કારણ જે દરિદી હોય તે ચક્રવર્તિને શે ઉપકાર કરનાર છે. પરંતુ મહાન છે જનની એવી રિતી છે કે, જેઓએ પૂર્વ કશે પણ ઉપકાર નકર હોય, તો પણ તે તેઓ પ્રત્યે ઉપ- 4) કારજ કરે છે. કારણ ચંદની કાંતિને કોઈએ પણ ઉપકાર ન કરે છતાં તે કાંતિ સર્વ લોકોને પ્રકાશ તો છે આપી આનંદ ઉત્પન્ન કરે છે. હે દેવિ, હું તમારી કને માત્ર એટલુંજ માગી લેઊં છું કે જે દિવસથી મેં તમારા ભીમપુત્રને જોયો છે, તે દિવસથી મેં તેમને મનથી મારા સ્વામિ લખ્યા છે, એ માટે તેમની સાથે મારું પાણિગ્રહણ કરાવી મને તમારી દાસી કરી લેવાનો તમેએ અનુગ્રહ કરવો એવાં હિડંબાનાં ) એ વચન સાંભળીને તમે દ્રૌપદી ભણી જોયું. તે સમયે પિતાપર કરેલા ઉપકારને જાણનારી એવી ? દ્રૌપદી અતિ પ્રસન્ન થઈને બોલી કે હે હિડંબા, તારો પ્રત્યુપકાર હું મારા પ્રાણવડે કરી શકું તે પછી સ્વામિસંભોગ સુખને અઅદ્ધ વહેંચી લેવું, એમાં શી મોટી ઉપકારની વાત છે. ( એવું દ્રૌપદીએ ભાષણ કરડ્યું ત્યારપછી કુંતી અને દ્રૌપદી એ બન્ને હિડંબા સહવર્તમાન છે ભીમસેન પાસે આવીયો. તે સમયે ભીમસેનની ઈચ્છા હિડંબાનું પાણિગ્રહણ કરવાની ન હતી, છે પણ તે દ્રૌપદી અને કુંતી-એઓએ આગ્રહ ભીમસેન કને હિડંબાનું પાણિગ્રહણ કરાવ્યું. પછી પોતાની માયાના બળવડે હિડબાએ તે સ્થળે ઉત્તમ બાગ, લીવન, તથા રમણિક પ્રાસાદો રચી ર ભીમસેનની સાથે આનંદ ભોગવવા માંડ. સુંદર અને રેતાળ એવા જે વિષે ભાઇ છે, તથા નિ મંળ જળને પ્રવાહ જેનવિષે વહે છે એવી નદીઓમાં અને પર્વતોનાં મનોહર શિખરઈત્યાદિક રમ) ણિક સ્થલોનેવિ ભીમસેને સહવર્તમાન હિડંબા ક્રીડા કરતી હતી. તે મનોરમવિષયભોગને પામીને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy