________________
ચડી રડી પડેછે તે આંખમાં આંશુનો પ્રવાહ વહ્યા જાયછે તેને જોઈ સ્નેહાકર્ણને લીધે ગંગા પણ રોદન કરવા લાગે છે પણ વિચાર આવે છે તેથી પુત્રનો હાથ ઝાલી ઉઠાડી આંશુ લૂઇને) હે પુત્ર, તારા જેવા મહાપરાક્રમી અને ધૈર્યધર સુપુત્રને આવી રીતે સ્નેહને વશ થઈ રહેવું યોગ્ય નથી. મારા ઉદરમાંથી ઉત્પન્ન થયો છતાં આવો કાંયર ક્રમ થાય છે? અમે સ્ત્રી જાત પણ પોતાનું મન વાળવાને સમર્થ હૈયે છેયે તો તું પુરૂષ છતાં કેમ પોતાનું મન વાળી શકતો નથી? તું આજ્ઞા પાલક પુત્ર છતાં મારૂં વચન ઉલ્લંધન કરવું જોઈતું નથી. તારા પિતાનું વય વૃ થયું છે તે સાચું જોઇને જેમ તેમને સુખ થાય તેમ કરવું જોયેછે. મારે હવે કેવલ ધર્મમાં પ્રીતિ કરવી છે તેમાં વિવ્ર કરવો તને યોગ્ય નથી, માટે તારા પિતાની સાથે જઇને તેમને રાજ્યમાં સહાય કર. તારા જેવા પુત્ર જે વૃદ્ધ પિતાની · સહાયતા ન કરે તો બીજો કોણ કરશે? હે પુત્ર, તારા પિતાનો તારા ઉપર એટલો પ્યાર થશે કે, મને કોઈ દહાડો તું યાદ કરીશ નહી,
એ પ્રમાણે ધણી યુક્તિથી ગંગાએ પોતાના પુત્ર ગાંગેયને ોધ કરચો, તોપણ સ્નેહના પ્રાબલ્યને લીધે કાંઈ ન ખોલતાં સ્તબ્ધ બની ગયો. પરંતુ પોતે જાતે ધણો બુદ્ધિમાન તેથી મનમાં વિચાર કરીને માતાની આજ્ઞા માન્ય કીધી અને સાષ્ટાંગ માતુશ્રીને નમસ્કાર કરીને પોતાના પિતાની સાથે વાને તૈયાર થયો. તે વખતે રાજા, હર્ષી તથા શોકના તરંગોરૂપ દેવ તથા દૈત્યોના સૈન્યમાં જાણે સપડાઈ ગયો હોયની! એટલે પુત્રાગમનજન્ય હર્ષના તરંગરૂપ દેવ સૈન્ય પોતાની તરફ ખેંચેછે, અને સ્ત્રીવિયોગ જન્ય શોકના તરંગરૂપ દૈત્યસેન્ય પોતાની તરફ ખેંચેછે, તેથી પેચમાં પડી ગયા જેવી મુખમુદ્રા ખની ગઈ; અને એવા મનના બન્ને ભાવ યુક્ત પુત્ર તથા સ્ત્રીની સાંખે પ્રેમ દૃષ્ટિથી જોવા લાગ્યો. તે સમયે નૅત્રોમાંથી હર્ષે તથા શોકાવ્યુ નીકળવાં લાગ્યાં. તે ખન્ને નેત્રો જાણે હર્ષ અને શોકનું રૂપ ધારણ કરીને અશ્રુદ્વારા આનંઢ અને ખેદને દર્શાવતાં હોયની? તેને જોઇને ગંગાને પણ અતિ દુ:ખ થયું પણ પાછું મનને વાળીને પુત્ર અને પતિનું સારી રીતે સમાધાન કરી વિદ્યાય કર.. તેને માન્ય કરીને તે બન્ને પિતા પુત્ર પોતાના નગરમાં આવ્યા. પોતાનો પુત્ર અતિ સદ્ગુણી જાણી શુભ મુહૂર્તો જોઈ નગર્ ાણુગારીને મોટા મહોત્સવ સહિત તેને યુવરાજ્ય પદ આપ્યું. કહ્યુંછે કે, “યોગ્ય શિષ્ય અથવા પુત્રની પ્રાપ્તિથી લક્ષ્મીની વૃદ્ધિ થાય છે,
શાંતનુ રાજાએ પોતાના પુત્ર ગાંગેય ઊપર આખા રાજ્યનો કારભાર નાખી દીધા પછી તેણે ખધા શત્રુઓને જીતીને પોતાનું રાજ્ય નિષ્કંટક કરવું, તેથી આ મોટું રાજ્ય કોણ ચલાવશે એવી જે રાજાને ચિંતા હતી તે મટી ગઈ, અને પોતાના પુત્ર ઉપર ધણો પ્રસન્ન થયો. પોતાના માથા ઊપરથી ભાર ઊતરી ગયો તેથી શાંતનુ રાજા મહા આનંદ પામીને પુત્રની રક્ત લઈ પૃથ્વી
Jain Educationa International
For Personal and Private Use Only
૧૫
www.jainelibrary.org