________________
છે હરિમિત્ર—જય થાઓ. જય થાઓ. સતી દમયંતી તમારા ઘરમાં જ છે. એવાં હરિમિત્રનાં S શ્રવણસુધા વચન સાંભળી શકાયુપાતનાં આનંદાશ્રપાત થઈ ગયાં અને ચંદશા ત્યાંથી મહા
ઊમંગભર ચાલી. સદાવ્રત આપવાનું ઘર હતું ત્યાં આવી દમયંતીને મહા હેતથી ભેટી પડી; અને નેત્રોમાં અશ્રુ આણી બેલી.
ચંદ્રજશા- અરે મને ધિક્કાર છે! તું આટલા દિવસ મારા ઘરમાં રહી પણ મારાથી તને ઓળખાઈ નહીં. અહીં મારી વિલક્ષણ પુત્રી? તું જેટલા કાળ ઓળખાઈ નહીં; તેટલા કાળને
પણ ધિક્કાર છે? અહો વત્સ તે મને કેવી શી છે. તે મારી પાસે તારું નામ પણ પ્રગટ કરી કે કહ્યું નહીં? માતાની બેન તે માતાતુલ્ય સમજવી તો તેના આગળ તારે શાની લજ્જા રાખવી જ
જોઈતી હતી? હવે હે વત્સ-તું કહેકે નળરાજાએ તારે પરિત્યાગ કર્યો કે નળરાજાનો તે પરિત્યાગ કર્યો? પતિવ્રતા સ્ત્રી તે પતિને કદીપણ પરિત્યાગ કરે નહીં. વિડંબિત સહરવાંશુ એવું તારું લલાટતિલક ક્યાં છે?
તે સમયે સતી દમયંતીએ પાણીમાં પોતાનાં આંગળાં બોળી લલાટપર ઘસ્યાં એટલે ક્ષણ' વારમાં તેનું ભાલતિલક એવું પ્રકાશ કરવા લાગ્યું કે તે તેના પ્રાબલ્ય કરી સર્વજનનાં તેજ છે
અદર્શ થઈ ગયાં. દમયંતીને હસ્ત ઝાલી ચંદજશા તેને પોતાના રાજગૃહમાં તેડી ગઈ ત્યાં | સુગંધી જળવડે જેમ દેવતાને સ્નાન કરાવે તેમ દમયંતીને ચંદનરાએ પોતાને હાથે સ્નાન કરાવ્યું. 1 I ઊત્તમ વસ્ત્રો પહેરવા આપ્યાં. બ્રહ્મચર્ય વ્રત કરી જેનું તેજ પૂર્ણ પ્રકાશિત થએલું એવી દમયં- .
તીની ચંદજાએ સર્વ પ્રકારે ઊત્તમ સેવા કરી. ત્યારપછી તેને હાથ ઝાલી તેને રાજા પાસે લઈ જઈ બેસાડી. રાજાએ દમયંતીને નળના રાજદંશ થયાની સર્વ હકીકત પુછી. અધોમુખ કરી, દીન વચને અને નેત્રોમાં જળ લાવી દમયંતીએ કુવરનું સર્વ વૃત્તાંત કહ્યું. પછી પોતાના વસ્ત્ર વડે તેનાં આંસુ લુછી રાજા બોલ્યો.
રાજા–હે પુત્રી! જગતમાં કર્મથી બળી કોણ છે? જગતમાં સર્વ સ્થળે પ્રકાશનાર અને I અંધકારને દૂર કરનાર સૂર્ય પણ અસ્ત થાય છે. અસ્તોદય વડે સૂર્ય, સર્વ લોકોને શુભાશુભ ના કર્મની મહત્વતા બતાવે છે.
એ પ્રમાણે તેનું શાંતવન કર્યું. એવામાં સૂર્ય અસ્ત પામે. પરંતુ દમયંતી રાજપાસે GS બેઠી હતી તેના લલાટતિલકનું તેજ સૂર્યના તેજ કરતાં અધિક તેજ કરતું હતું કે તેથી સભા છે. છે. પ્રકાશતી હતી એવું જોઈ રાજા વિસ્મિત થઈ બોલ્યો.
રાજાઅહ. આ રાત્રીને વિષે આ પ્રકાશ ક્યાંથી પડેછે? (રાજાને વિસ્મિત થયેલો જાણી ચંદજશા બોલી.)
Y
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org