SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ આ ૨ - આ ચંદ્રકશા એતો દમયંતીના ભાલતિલકનો પ્રકાશ પડેછે. એ વૈદર્ભિના ભાલતિલકની છે. Sા લીલા મહા અદભુત છે. રાણીનાં વચન સાંભળી દમયંતીના ભાલઉપર જેમ પિતા સ્પર્શ કરે તેમ રાજાએ સ્પર્શ ર્યો. તે સમયે સૂર્યથી પણ ભેદન ન થાય એવું અંધારું સભામાં સર્વ સ્થળે થઈ રહ્યું. વિસ્મય 8) પામી રાજાએ ક્ષણવાર દમયંતીના ભાલપર હસ્ત રાખ્યા પછી પાછો ઉધવી લીધો એટલે વળી પણ આ પૂર્વ હતું તેવું તેજ પ્રકારવા લાગ્યું. તે સમયે તે સભામાં સ્વર્ગથી આકાશમાર્ગે એક દેવતા ) છે આવી દમયંતીને પ્રણામ કરી બોલ્યો. દેવતા-હે દેવી! પૂર્વ પિંગળ નામના ચોરને તે મરણથી ઉગારી ઊત્તમ બોધ દીધો હતો, તે પિંગળ અહિંયાંથી નિકળી ફરતાં ફરતાં તાપસપુરમાં ગયો. ત્યાં એક રાત્રીએ કાઉસગ પ્રતિમાયે મશાણની જગ્યામાં જઈ રહ્યો. જુએ છે તે તે માણુમાં એક ચિતા સળગે છે; તે ચિતા પ્રસારને પામતી તેની સન્મુખ આવતી હતી. જોત જોતામાં સળગતી ચિતા પિંગળની સન્મુખ આવી રહી તે સમયે સાત્વિક સાધુઓમાં શિરોમણી એવો પિંગળ તે ધર્મધ્યાનમાં અડિંગ થઈ ( રહ્યો. થોડી વારમાં તે ચિતાએ તેનાં અંગપર પ્રવેશ કરી તેને બાળી નાખે. તે પિંગળ ત્યાંથી () , સમાધિમરણ કરી દેવતા થયે તેજ હું પિંગળ છે. જે તે મને મરણથી ઊગારી ઊપદેશ આપ્ય જ ન હોત તો મારી શી વલે થાત? અને આ લક્ષ્મી પણ ક્યાંથી પ્રાપ્ત થાત? નિશ્ચય હું નરક નિવાસી માતઃપરંતુ તારી કપાવડે મારી આ દિવ્યદશા થઈ માટે હે દેવી, તને ઘણુ કાળ વિજ્ય પ્રાપ્ત થાઓ. . - એવું કહી સપ્તકોટી સુવર્ણમહોરની દમયંતી ઉપર વષ્ટિ કરી તે દેવ ત્યાંથી અદર્શ થઈ ગયે. અરહત ધર્મનો આવો સાક્ષાત તમાસો જોઈ રૂતુપર્ણ રાજા મનમાં આશ્ચર્ય પામ્યો. ‘દમયંતીને પીરથી હરિમિત્ર નામનો જે બ્રાહ્મણ આવ્યો હતો તે પછી અવસર પામીને બોલ્યો. હરિમિત્ર- હે રાજેન! દમયંતી આપને ત્યાં ઘણા દિવસ રહી. હવે એને એના બાપને ઘેર આવવાની આ૫ આજ્ઞા કરશે. કારણ એની પુષ્પદંતી માતા અને વિદર્ભ પિતા એ બંને એના પ્રવાસમાં ભટકવાથી મહા દુઃખ માને છે અને શેક કરે છે. હરિમિત્રનાં વચન સાંભળી ચંદજશા રાણીને પૂછી તેની આજ્ઞા લઈ સેના સહિત દમયંકે તીને તેના પિતાને ઘેર જવાની રૂતુપર્ણ રાજાએ આજ્ઞા આપી. સર્વને ઉપકાર માની, વિન- કે. Sણ યપૂર્વક ભેટીને દમયંતી ત્યાંથી પોતાના પિતાના નગરભણી સેના સહિત જવા નિકળી. તેને કાર આવતાં સાંભળી વિદર્ભરાજા તેને લેવાસારું સામે ગયો. મારા પિતા મને લેવા સામે આવે છે એવું જ્યારે દમયંતીએ જોયું ત્યારે તેણે વાહન તજી પગે ચાલી જઈ પિતાના પગ પર માથું મૂકવું તો 5) બળાત્કારે તેને ઊઠાડી અને પરસ્પર મળતાં બંનેને નેત્રોમાં આંસુ આવ્યાં; જેના પ્રવાહે તે જ છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy