SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ 2 અવસ્થામાં ભક્તી દમયંતીને એક નિશાચરીએ દીઠી. તે તેની પાસે આવીને કહેવા લાગી છે કે હવે તું આગળ જઈશ નહીં હું તારે ભક્ષ કરી જઈશ. એવાં તેનાં ભયભર્યા વચન સાંભળી બિચારી દમયંતી તેને જોઈને ભયભીત થઈ થરથર કંપવા લાગી; પરંતુ ગાઢ વૈર્ય ધરી તે રાક્ષસી પ્રત્યે બોલી કે જે નળવિના અન્ય પુરૂષમાં મારી મને વ્રતિ ગઈ ન હોય, અરિહંત મારા કો 9) દેવ હોય, સુસાધુ મારા ગુરૂ હોય અને જૈનધર્મ તત્વમાં મારી રતિ હોય તો હે રાક્ષસી! તુંહતાશ હા થાએવાં દમયંતીનાં મંત્રરૂપ વચનોથી તે નિશાચરી પરાક્રમહિન થઈ ગઈ અને દમયંતીને છે નમસ્કાર કરી ત્યાંથી આગળ ચાલી ગઈ. સતીઓના પરાક્રમનું ઓલંધન કોઈ કરી શકતું નથી. ) દમયંતી ત્યાંથી આગળ ચાલી. ચાલતાં ચાલતાં તે તુષાર્ત થઈ, એવામાં વેગળેથી મગજળ તરંગ જોઈ વિચારવા લાગી કે તે જળસ્થાન હશે. એમ સમજી તે સ્થળની સમિપ ગઈ પણ ત્યાં તે જળ દીઠું નહીં; ત્યારે બોલી કે જે મારું મન શીળ પાળવામાં યથાર્થ, સાવધાન અને પવિત્ર હોયતો આ નદીમાં અસતતૂલ્ય, સુગંધમય અને નિર્મળ જળ તતકાળ નિકળશે. એમ કહી તે કો5 સ્થળે પદપ્રહાર કર્યો કે ભફ ભક ધ્વનિ કરતું જળ નિકળ્યું. દમયંતીએ તેમાં સ્નાન કરી જળપાન કર્યું જેથી તે સર્વે પશ્ચિમ ત્યાગીત થઈ. થોડીવાર વિશ્રામ કરી તે સ્થળથી આગળ ચાલી. પરંતુ સકોમળ દમયંતી ચાલવાના પરિશ્રમથી થાકીને લોથ જેવી થઈ ગઈ હતી તેથી બિચારી ) એક વડવૃક્ષની તિળછાયા તળે બેઠી. એટલામાં માર્ગે જતા આવતા લોકોએ તેને પુછવું કે હે ભ! I તું કોણ છે? ક્યાંથી આવે છે? ક્યાં જાય છે? મહાદુઃખણ થઈ આ વડવૃક્ષ નીચે કેમ બેઠી છે? તારું નામ અપ્રતિમરૂપથીતું આ વડદેવી હોયના! એવી દેખાય છે. એવાં તેઓનાં વચન સાંભળી દમયંતી બોલી. - દમયંતી–હે પથીકો! હં દેવતા નથી. હું તો માનવી જાત છું. વણિકપુત્રી છું. મારા સ્વામી સંગાતે હું મારા પિતાને ઘેર જતી હતી. મારે સ્વામી મને અહીં માર્ગમાં ત્યાગીને કોણ છે જાણે ક્યાં ચાલી ગયો. માટે હે ભાઈઓ તમે મને તાપસપુરને રસ્તો બતાવો. છે ... પાકો–જે દિશા ભણી સૂર્યાસ્ત થાય છે, તે દિશાભણ તાપસર છે. હમણાં A સુર્યાસ્તની વેળા છે તેથી અમે તને માર્ગ બતાવવાનો ઉત્સાહ ધરતા નથી, પરંતુ તે અમારી સાથે છે ચાલ. જ્યાં અમે રાતવાસો રહીશું ત્યાં તને પણ સુખશાતામાં રાખશું. એમ કહી પંથીજનોમાં જે મુખ્ય હતો તે પોતાના સાથે પ્રત્યે બોલવા લાગ્યો કે આ 6 ૉ કોઈ મહા દુઃખણી છે તે આપણી સાથે આવવા ઈચ્છા કરે છે માટે એને આપણી સાથે લ્યો. ર છે એમ કહી દમયંતી પ્રત્યે બોલ્યો કે તું મારે પુત્રી પ્રમાણે છે. માટે અમારી સાથે ચાલ. એમ કહી ન છે સાથપતીએ દમયંતીને સ્વારીપર બેસાડી માર્ગ લીધે ને તેને અચળપુરમાં લઈ જઈને મૂકી. કો Sળ માર્ગના પરિશ્રમથી થાકી ગએલી દમયંતી એક વાવ્યની પાસે જઈને તેમાં ઊતરી જળપાન કરી લે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy