SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ હતી. તમે બન્ને એક સમયે સેના સહિત અગયાર્થે જતાં હતાં. આગળ જતાં જતાં એક મુનિને તમે દીઠ. તે તમારી સામે આવતો હતો પણ તમારી સેનાના માણએ તે મુનિને સામો છે આવતો જોઈ તમોને અવશુકન થશે એમ જાણી તેને તિરસ્કાર કરી સામો આવતો બંધ કર્યો હે પરંતુ બાર કલાક ત્યાં એક સ્થાનકે ઊભે રાખીને પછી કરૂણા આવ્યાથી તે શાંત મુદાવાન મુનિની કો હણ) આદર સહિત તમે ખબર અંતર પૂછી અને પૂછ્યું કે, આપ ક્યાં પધારો છો? તમારાં એવાં Ge ( વિનય વચનથી મુનિ પ્રસન્ન થયા ખરા પણ તે મુનિને બાર કલાક સુધી તમારી સેનાના તિર- @ છે. સ્કારે કલેશ થયો તે લેણદોષથી તમો પતિ પ્રિયાને આ જન્મમાં બાર વરસ સુધી વિયોગ રહેશે. ) બાર વર્ષ પછી પતી સાથે તારે મેલાપ થશે અને ફરી વૈભવ પ્રાપ્ત થશે. એમ વાર્તાલાપ કરતાં કરતાં પ્રાત:કાળ થયો. તાપસો, વણઝાર અને દમયંતી એઓની સાથે જબદસૂરિગુરૂ તાપસપુરમાં આવ્યા. ત્યાં તેમણે શાંતિ જિનેશ્વરના ચૈત્યની પ્રતિષ્ઠા કરી સર્વ પુરજનોને શુદ્ધ દેશના દિધી. તે ગુફામાં રહેતાં અને જિનની ઉપાસના કરતાં કરતાં શ્રી વૈદર્તિને સાત વરસ વીતી ગયાં. ત્યારપછી એક સમયે ગુફાદારની મધ્યમાં આવી કોઈ એક ( પુરૂષ દમયંતી પ્રત્યે અમૃતમય વાણી બોલવા લાગ્યો કે હે ભદે. તારો પતિ મેં અહિયાંથી નજીક છે દીવે છે. આ સ્થળેથી તે બહુ દૂર નથી. એને ઓળખવાની હું ઇચ્છા કરું છું પણ બીજું કોઈ મારી સાથે નથી. એટલું કહીને તે પંથી જન ત્યાંથી તતકાળ ચાલી નિકળ્યો. દમયંતી # પણ તેને શ્રવણસુખડ શબ્દ સાંભળી અતી ત્વરાથી તે ગુફા ત્યાગી તેની પાછળ નિકળી, છે અને દોડતાં દોડતાં તે પંથી જનને કહેવા લાગી કે હે ભદ્દે. હે ભદ્દે! તે નળરાજાને ક્યાં ? SB એવું કહેતાં કહેતાં દમયંતી ઘણે દૂરસુધી તેની પછવાડે દોડી પણ પગમાં ઠેસ વાગવાથી તે રે એ બાપડી પડી ગઈને પંથીજન તો ત્યાંથી જોતજોતામાં અદર્શ થઈ ગયું. થોડીવારે દમયંતી ઉધી અને છે નિરાશ થઈ પાછી ગુફા ભણી આવતાં ગુફાનો રસ્તો ભૂલી ગઈ એટલે સતત ત્રણ થઈ અને મહા અરવનમાં ભટકવા લાગી. મહાદુઃખ પામતી દમયંતી મનમાં ચિંતન કરવા | ( લાગી કે અરે દેવ! મેં તારે પગલે પગલે શો અપરાધ કર્યો છે કે મને તું વારંવાર દુઃખ આપે છે. મને હવે મારી ગુફા પણ મળતી નથી અને પથીકન પણ ન મળે. હા દૈવી હા દૈવ! હવે હું છે શું કરું હું ક્યાં જાઉં? આ અરવનમાં ભટકું છું, મારી શી ગતિ થશે આ અસહ દુઃખથી તો GE મરવું મહા સુખદ છે. અરે મારા પ્રાણુ! આ દુખી પિંજરને પરિત્યાગ કરી તું તારા અખંડ ) છેસુખને માર્ગ કેમ લેતો નથી? અરેરે ભાવી પ્રબલ છે ત્યાં હું શું કરું? એવાં કરૂણામય દીનવચન . બોલતી, આકુળ વ્યાકુળ થઈનેત્રોમાંથી અશ્રુધારા વરસાવતી, થોડીવાર આગળ ચાલી વળી થોડે ! 9) દૂર જઈ ઉભી રહેતી, ઊંચે સ્વરે ગાઢ રૂદન કરતી, જમીન પર પછાડો ખાતી, એવી મહા બી છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy