SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ કબડો બોલ્યો કે-દમયંતીની ત્યાગવધિ કથા મેં પણ પૂર્વ સર્વ સાંભળી છે, માટે એ STS દમયંતીના વિરહસંભવદુઃખની સર્વ વાત મને કહે તે સમે તે બ્રાહ્મણ દમયંતીની સર્વ કથા છે માંડીને કહેવા લાગ્યો કે હે કૂબડા સાંભળ. - જ્યારે નળ દમયંતીનો ત્યાગ કરી જતો રહ્યો ને પ્રાત:કાળ થયો ત્યારે ભૈમીને સ્વમ આવ્યું. તે એવું કે જાણે પત્ર, પુષ્પ, મોંરયુક્ત અને ભ્રમર જેમાં ગુંજારવ કરી રહ્યા છે, એવા એક આમ્રવૃક્ષ પર ફળ ખાવા સારૂ હું ચઢી છું. એવામાં અકસ્માત એક હાથી ત્યાં આવ્યો તેણે જડમૂળથી તે વૃક્ષને ઊખાડી નાખ્યું; ને હું તેના ઉપરથી પૃથ્વી પર પડી ગઈ. એમ સ્વાવસ્થામાં આંબા જિ ઊપરથી પડી જવાની સાથે મારી આંખ ઊઘડી ગઈ, ને જાગી ઊઠીને જોઉ છું તો મારો પ્રિય- પર પતી મારી પાસે નથી, ભયભીત અવસ્થામાં હું અહીં તહીં દશે દિશા તરફ ફરીને તેને શોધવા લાગી. મહા ભયાનક ભૂમિમાં શોધતાં શોધતાં હું મહા ભયવ્યાકુળ થઈ અને મનમાં ચિંતન R. કરવા લાગી કે, અરે આજ મારે દૈવ મને પ્રતિકૂળ થયો છે, વળી મહા મણિધર સર્પ, શીઆળ, વ્યાપ, સિંહ, ભાલુ અને મદોન્મત્ત હસ્તિ એવાં ભયંકર જનાવશે જેમાં ગર્જના કરી રહ્યા છે એવા છે. વનમાં મને મારો પ્રિયપતી પણ ત્યાગી ગયે. અરે પણ હું એવી ખોટી કલ્પના શા માટે કર્યું છે. છું. એ મને ત્યાગીને તે ગયા નહીં હોય પણ અહીં પાસે કોઈ એકાદા સરોવરમાં હાથ પગ છે કે વદન પ્રક્ષાલન કરવા અથવા તે મારે માટે મને તરસી જાણું પાણી લાવવા સારૂં ગયા હશે, છે. ત્યાં ગયાને ઘણીવાર થઈ તેનું કારણ એમ હશે કે કોઈ વિદ્યાધરીએ એમને મહા રૂપવાન જોઈ છે તે રોકી રાખ્યા હશે. અથવા તે મારો ઉપહાસ કરવા સારૂં આટલામાં જ કોઈ સ્થળે સંતાઈ બેઠા હર હશે. લાવ ઊઠીને જોઉં તો ખરી કે એ ક્યાં સંતાઈ બેધ છે. એમ સંકલ્પ વિકલ્પ કરીને સત્વર ઊઠી; અને ચારે દિશા ભણી જેવા લાગી; પરંતુ નળને તો કોઈ દેકાણે પણ જોયો નહીં. નિરાશ થઈને ભયાતુર ભેંમી પછી ઊંચે સ્વરે અને કરૂણામયસ્વરે ગાઢ રૂદન કરવા લાગી. હે નાથ, હે સ્વામિન, હે રાજન, તમે અહિયાં પધાશે, તમારા ક્ષણવિયોગે કરી મારા હૃદયના ખેડે ખંડ થઈ જ જાય છે. બહુ ઊપહાસ કરવો સારો નહીં. અતિશય ઊપહાસ કરવાથી પરિણામે મરણ થાય છે જ્ઞો તમારે તો હાસ્ય હશે પણ મારું તો એમ કરવાથી મરણ થાય છે. જેમ મુર્ખ મનુષ્યને હાસ્ય થાય છે ને ચકલાંનું મરવું થાય. એ કહેવતવાળું તમે ન કરે. ઇત્યાદિક ભયાતુર અને દીનવચનોથી SY પણ નળ જ્યારે દષ્ટિગોચર ન થયો ત્યારે દમયંતી ગાઢ સ્વરથી કાર મારતી હવી. અને એમ ) કરતાં પણ જ્યારે નળરાજા ન આવી મળે ત્યારે ધીરી પડી સ્વમાંતરની વાત દમયંતી મનમાં જ વિચારવા લાગી કે, આમ્રવૃક્ષ તે જણે મારા નાથ, સજ એ પુષ ફળાદિ, એ રાજનો ઉપભોગ લો. SS) તે ફળાસ્વાદ, છ પદને ભ્રમર તે સ્વજન છે. વૃક્ષને જડમૂળથી ઉખેડી નાખ્યું તે જાણે છે C 9) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy