________________
નળરાજનું મૃત્યુ થયું હશે એવું કબડના મુખથી વચન સાંભળી દષિપણે રાજાએ મહા કા SS શેકવિવર્ધન રૂદન કરવા માંડચં; અને ત્યાર પછી નળ રાજાનું સર્વ પ્રતકત કર્યું
દધિપર્ણ રાજાએ કૂબડાને પાકશાળાના ઉપરી અધિકારીની પદવી આપી. કૂબાએ સૂર્યના તાપમાં પાત્ર ધરી તે તાપવડે અતિ સ્વાદિષ્ટ રસોઈ બનાવી. તે રસોઈવડે નોકરો, ચા) કરશે અને રાણીઓ વિગેરે સર્વને જમાડ્યાં. રાજાએ અતિશય પ્રસન્ન થઈ ફરી તેને વસ્ત્રાલંક છે છે કારો આપી પાંચશે ગામ ઈનામમાં આપ્યાં. એક લક્ષ સોનાના ટકા આપ્યા. કંબડા એ ફકત છે જ પાંચસે ગામ સિવાય રાજનું આપેલું બીજું સર્વ અંગિકાર કર્યું. તે સમયે દધિપણું રાજા કૂબડ છે છે. પ્રત્યે બોલ્યો કે તમારા મનમાં તમારે જેની ઈચ્છા હોય તે મારી પાસેથી માગો. તે સાંભળી છે Sા કુબો અતિ પ્રસન્ન થઈ બોલ્યો કે જ્યાં સુધી તમારા રાજ્યની સીમા છે ત્યાં સુધીમાં જેટલા પર
અને જે જાતીના લોકો વસતા હોય તેઓ સર્વમાંથી જુગાર, મધ અને મૃગયા એ ત્રણ દુર્બસોને પરિત્યાગ કરવો. દધિપર્ણ રાજાએ તેનું માગવું મહાહર્ષથી અંગિકાર કરી તેના કહ્યા પ્રમાણે પોતાની પ્રજમાં એ ત્રણ વ્યસને કરવાની સર્વને મનાઈ કરી.
દધિપર્ણ રાજના આશ્રયમાં રહેતાં રહેતાં કૂબાને ઘણાં વર્ષ થઈ ગયાં. એકદિવસ નદી છે કિનારે વૃક્ષોની શિતળ છાંયાતળે કૂબડે બેઠો હતો તે સ્થળે કોઈએક બ્રાહ્મણ આવીને તેનું સ- ) વીંગ કૂબડ જોઈ નળની નિંદાના બે શ્લોક બોલવા લાગ્યો. તે લોક આ પ્રમાણે. '
निघृणा नाम लज्जानां । निःसत्त्वानां दुरात्मनां ॥ नलश्चैव धुरीणत्वं । सुप्तां तत्याजयःप्रियं ॥ १ ॥ सुप्तामेकाकिनी स्निग्धां । विश्वस्तां दयितांसती ॥ गतः किं न वने त्यक्तुं काम एव स भस्मसात् ॥ २ ॥
અર્થ—જેટલા નિર્દય, નિર્લજ અને દુરાત્મા છવછે તેઓ સર્વમાં અગ્રેસર નળ % છે; કારણ નિદાવશ, એકલી, મહાપ્રીતિયુક્ત, વિશ્વાસણી, સતી અને પતિવ્રતા એવી Sળી પોતાની પ્રિયાને જેણે મહા ઘરવનમાં રઝળતી મેલી. તે નળ ત્યારે શું તે વનમાં કામ P દેવની જેમ ભસ્મ ન થઈ ગયો!
એવા તે બ્રાહ્મણના મુખના બે લોક સાંભળી કુબડના ઉભય નેગોથી આંસુનાં જળ વરસવા લાગ્યાં. ગદગદ સ્વરે તે બ્રાહ્મણ પ્રત્યે કૂબડો બેલ્યો કે અહો અત્યાધથી તાર સ્વર જ તો ધણોજ મધુર જણાય છે. આ તારા ગીતમાં કરૂણારસ ભરપૂર છે. તું જોતો ખરો કે તારું .
એ ગીત સાંભળવાથી મારા નેત્રોમાં પણ જળ આવી ગયા છે. તું કોણ છે? અને ક્યાંથી આવ્યું છે? વળી એવો દુર્બુદ્ધિ નળ તેની કથા તે ક્યાંથી સાંભળી? આખ્યાકુળ બ્રાહ્મણ બોલ્યો કે હું ડિનપુરથી આવું છું, ને ત્યાંથી મેં નળની કથા સાંભળી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org