SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ . - છે એવું બોલી નળરાજાએ દમયંતીના કંઠ તળેથી ધીમે ધીમે પોતાની ભુલતા તાણી લીધી. વળી તે Sી પાછો ગદગદિત થઈ નળ બોલવા લાગ્યો કે હે દેવી! એ તે જવાવાળો છે, માટે હવે દયા કરી ? છે એની ભુજા છોડ પૂર્વ તારું એ ભુલતા સાથે પાણિગ્રહણ થયું હતું, પણ હવે તે તું સૂર્ય નારાયણની અતિથિયણ થા. તે તારું સંરક્ષણ કરશે. હા પ્રિયે, રાજગ્રહ, ખજાને આદિક સર્વસ્વ ગયું તેની સાથે નળ તારે પણ ત્યાગ કરે છે. પાણિગ્રહણ સમયે હે પ્રિયા! તને ' વિચારતો થયું હશે કે કોઈ સમે મારી પતી મારો ત્યાગ કરશે, તે પણ તું અજ્ઞાનતાથી મારી છે () સાથે પરણ; એવા તાર શૂન્ય હદયનું ફળ હવે તું ભગવ. પરંતુ અજ્ઞાન હતી માટે આ ID છે આપત્તિ શંખલા તારા ગળામાં પડી. એમ કહીને મ્યાનમાંથી છરી બાહાર કહાડી, અને વસ્ત્રથી જ તેને લુછીને તૈયાર કરી તે જણે શગડીમાં પેટલો અગ્નિજ હોયના! એવી સતેજ દેખાવા લાગી. તે છરીનો છેદવાના વસ્ત્રની સાથે સંયોગ કર્યો અને બોલવા લાગ્યો કે હે છરી, આ દેવીના અંગ ઉપરના વસ્ત્રને છેદન કરવા માટે તું મને પ્રસન્ન થા. હું તને હાથ જોડું છું. કદાચિત સ્ત્રી જાતીને દયા ઘણી હોય છે, માટે તું પણ સ્ત્રી જાતી હોવાથી દયા લાવીશ તો તે સંભ નહી, કેમકે તું મુળ ખડગની કન્યા છે; તેને દયા શાની! એમ કહીને તે વસ્ત્ર છેદન કર્યું. તે વખતે તે વસ્ત્રની ઊપર આંખમાંથી નિકળેલાં આંસુનાં ટીપાં પડ્યાં. ત્યારે નળ ફરી બોલ્યો કે, હે !) ( નિદા આ દમયંતીની આંખો ઢાંકી મક; કેમકે એનું અવલોકન અતિ પ્રેમયુકત છે તેથી મારી કે પગમાં બેડી પડશે. એટલે એને મૂકીને મારાથી જવાશે નહીં. વળી દમયંતીને અનુલક્ષીને કહે છે કે, હે દેવી મેં તારા ઘણા અપરાધ કર્યા પણ તે મને મૂક નહીં. પણ તું નિરપરાધી છતાં હું તે તને મૂકું છું. માટે મારા જેવો બીજો કોઈ દુરાપરાધી નથી. એથી હું જાણું છું કે એ મારો અપરાધ નથી પણ તારે અપરાધ જ તને પ્રાપ્ત થાય છે. કેમકે કાજળની કાળાશચંદમાના તેજને લાગતી નથી, તેમ એ પણ જાણવું. માટે હે દેવી એજ તને પ્રણામ છે. ને હું તને કહું છું કે, મારા દુખસમુદમાં તને બુડાવવાને હું ઈચ્છતો નથી. અને તું પરમશીલવતે કરી પવિત્ર - એ વાથી તેને કોઈ પણ ઊપદ્રવ થનાર નથી. પરંતુ પિતાને ઘેર અથવા સાસરાને ઘેર તારી યોગ્ય T બરદાસ થશે. એમ કહીને તેના વસ્ત્રના છેડાને વિષે પોતાના રૂધિર કરી અક્ષરે લખ્યા. " હે મમપ્રાણવલ્લભા! બે તાહારે વૈદર્ભ દેશે જવું હોયતો વટના વામ તરફને સીધો માર્ગ લેજે; ને જો કોશલાપુરી જવું હોય, જે માર્ગ ભણી પલાશિ વૃક્ષો ખીલી રહ્યાં છે અને પોપટ પંખી ઓને મધુર સ્વર સંભળાય છે તેની દક્ષિણભણીનો માર્ગ લેજે. તે વનવિલાસી પોપટા તારી જ દુઃખદાયક અવસ્થા જાણી તને સીધો પંથ બતાવશે. એ બે સ્થળમાં તારે ગમે તે સ્થળે જવું તો છો અથવા તને ગમે ત્યાં તારે જવું. હું તો તારું વદન નિરખવા હવે અસમર્થ છઊં. એમ કહી નળ - 5 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy