________________
રથની ઉપર બેસાડીને નળની સાથે મોકલી દે જેથી તારી અપકીર્ત્તિ થાય નહી. એ અમારૂં ખોલવું જો તું માનશે નહી તો સર્વે પ્રકારે તિરસ્કાર યુક્ત થશે.
એમ સર્વે સુજનના ફિટકારથી લજ્જિત થઈ દમયંતીને નમસ્કાર કરી રથમાં બેસાડીને નળની સાથે વિદ્યાય કરી. (તે જોઈ નળ ખોલ્યો.)
નળ—હે કૂવર, અમારે તારા રથનું શું પ્રયોજન છે?
એમ કહીને જેમ સરસ્વતીને આગળ કરીને પદાર્થ ગમન કરેછે તેમ દમયંતીને આગળ કરીને તેની પાછળ નળરાજા રથ મૂકીને પગે નિસરો. તે સમયનેવિષે કૂવરે દુંદુભીનો નાદ કરચો તે સાંભળીને નગરના લોકો હાહાકાર રાખ્ખો પોકારવા લાગ્યા; અને કૂવરને ધિક્કારવા લાગ્યા. નળ રાજા અને દમયંતી ચાલવા લાગ્યાં. તે સમયે અતિ કોમલ તનવાળી દમયંતીનું મંદ મંદ ગમન જોઇને પાળેલાં, મોર, પોપટ, હરિ, મેના, કબૂતર, વગેરે પક્ષીઓ ભૂમી ભેમી એવા શબ્દો મુખથકી કહાડવા લાગ્યાં તે જાણે દમયંતીને જતી જોઇને તેને રોકી રાખવાને કરૂણાસ્વરે પ્રાર્થના કરતાં હોયના! તે સાંભળીને કોના હૃદયમાં દયા ઉત્પન્ન ન થાય! દમયંતી પ્રવાસનૅવિષે નિકળેલી જોઇને પુરવાસીની સ્ત્રીના નેત્રોમાંથી અશ્રુની ધારાઓ ચાલવા લાગી. અને મુખથી ખોલવા લાગી.
પુરસ્રીઓ—અરે!! આ નળરાજા સર્ખાની સ્ત્રીને આવું મહાદુ:ખ પ્રાપ્ત થયું ત્યારે બીજી સાધારણ નારીઓની તે શી કથા! આ પૃથવીનીઉપર એવો કોણ છે કે, જેની ઉપર દુ:ખ પડે નહી. (ઇત્યાદિક પરસ્પર ભાષણ કરીને અત્યંત શોક કરતીઓ રડવા લાગી.)
પૃથ્વીમાંથી વૃક્ષોના અંકુરો નિકળ્યા હતા તે જાણે દમયંતીને જતી જોઇને કરૂણાના આવેશમાં આવીને દમયંતીને રોકી રાખવાની સૂચના કરવાને પોતાનું સ્થાન મૂકીને બાહાર નિકળી આવ્યા હોયના! સર્વ પુરલોક તથા વનવાસી વૃક્ષ વિગેરે વિધાતાને ધિક્કારવા લાગ્યા.
સર્વપ્રાણીઓ—હૈ વિધાતા, તને ધિક્કાર છે, કે તેં નળરાજાની આવી દશા કરી! તેમ તારા સ્વભાવને પણ ધિક્કાર છે કે, તે ચંદ્રમાને પણ કલંકિત કરો. અરે વિધાતા, આ ભરતખંડની અદ્દીઁપૃથવીના રાજા નળે તારૂં શું ખગાડડ્યું હતું કે,જેથી આવો કોપ તે તેના પર કરો! અને જ્યારે એણે તારું ખગાડ્યું હતું ત્યારે અને પ્રથમજ આવું ઐશ્વર્ય શા સારૂ આપ્યું હતું! પ્રથમ મહા સંપત્તિવાન કરીને પછી આવી મહા વિપત્તિમાં નાખવો એ તારો મોટો અન્યાય છે. શાપની ભીતિથી સૂર્ય પણ પોતાનાં કિરણોએ કરી દમયંતીના અંગનો સ્પર્શી કરચો નથી તે હવે વિકટ માર્ગનેવિષે કેમ ચાલી શકશે? અરે આ કૂવરને પણ ધિક્કાર છે કે, જેણે ભાઈ તથા ભોજાઈને વનવાસ આપીને આવા દુ:ખમાં નાખ્યાં. એ રાજ્યશ્રી અને કયાં સુધી ચાલશે?
Jain Educationa International
૪૨
For Personal and Private Use Only
૧૬૫
www.jainelibrary.org