________________
૧૬૦
એવી રીતે બન્ને વર તથા વધુ આનંદભરિત વાર્તાલાપ કરે છે એટલામાં કાલવ સંધ્યા ન આવી તે નળને વિષે દમયંતીની પ્રીતિ અધિક છે કે મારી પ્રીતિ અધિક છે. એને નિર્ણય છે
કરવા સારૂ જાણે સખી આવી પહોંચી હોયની! એવે સમયે નળના પ્રથમ નવીન હાવ ભાવવડે, જિ. - જેમ ચંદના કિરણોથી કુમુદની પ્રકૃત્તિ થાય છે, તેમ દમયંતીનું મન પ્રફુલ્લ થયું; અને અતિ Sિ
આનંદના આવેશમાં આવી ગઈ. તે સંધ્યાકાળ વ્યતીત થઈને રાત્ર પડવા આવી તો પણ નિષ(ધના ઈશે કોઈ સ્થળે મુકામ કર નહી; એટલું જ નહી પણ ઉલટું આગળ ચાલવાની આજ્ઞા -
કરી. તે પ્રમાણે સૈન્ય આગળ વધ્યું. માર્ગમાં જતાં કાનને વિષે અમૃતસિંચનની પેઠે અતિ મધુર મધુકનો શબ્દ રવ નળ દમયંતીના સાંભળ્યામાં આવ્યું. ત્યારે દમયંતી નળપ્રત્યે બોલવા લાગી.
દમયંતી–હે સ્વામી, હે નાથ, અહીં વક્ષોની પંક્તિ અથવા કુંજ પ્રમુખ કાંઈ જણાતું નથી; તેમ છતાં ભ્રમરાઓને ગુંજારવ સંભળાયા કરે છે; તેનું કારણ શું?
નળ-હે ભરૂ, અંધકાર થવાને લીધે વૃક્ષાદિક કાંઈ દીઠમાં આવતું નથી, પરંતુ વનને વિષે વનસ્પતિ અવશ્ય હોયજ છે. છે. એવું નળનું બોલવું સાંભળીને દમયંતિર્થે પોતાના લલાટનું આકર્ષણ કર્યું, એટલે તેના જ પ્રભાવથી સૂર્યના જેવો પ્રકાશ થયો. એવા અચાનક ઉત્પન્ન થએલા તેજને જોઈને સર્વ સૈન્ય
ત્રાસને પામીને ભયભિત થયું; અને બધા જ પરસ્પર કહેવા લાગ્યા કે, આ તે શું તેમ નળ પણ ચકિત થયો થકો પોતાની પત્નીને પૂછવા લાગ્યો.
- નળ-હે પ્રિયા, આ તે શું છે! અચાનક આ સૂર્યના તેજના જેવું ભલું થયાથી આ SY મનુષ્યના જેવું દેખાય છે તે શું હોવું જોયે.
- દમયંતી- સ્વામિન, એ જન્મને બ્રહ્મચારી છે. એણે પોતાની ઇંદ્રિય જીતીને વશ કીધી છે. (પછી તે વનમણે બેઠેલા મુનિનું સર્વ વૃત્તાંત દમયંતી નળપ્રત્યે કહેવા લાગી.) હે પ્રાણ પ્રિય, આ વનને વિષે વિચરનાર હાથીઓએ આ મુનિને પર્વત જાણીને તેના શરીરની સાથે પોતાની પીઠ ઘસી; તેથી મુનિના સ્થાનને ભંગ થયો. એટલામાં હાથીને ગંડસ્થળથી Aવતા મદના આશકત ભ્રમરાઓ પણ મુનિને દુઃખ દેવા લાગ્યા. તેથી મુનિ મહા ફ્લેશને પામે છે.
એ વાત સાંભળી નળે રથ તેની પાસે લીધો, અને તેમાંથી બન્ને સ્ત્રી પુરૂષ નીચે ઉતર્યો. પછી મુનિને નમસ્કાર કર્યો. અને ભ્રમરાઓથી થતી પીડાને લીધે મુનિની દુર્વ્યવસ્થા જોઈ ર કરૂણા આણવા લાગ્યાં. તે બધું તે મુનિ સારી રીતે જાણી ગયા. પછી તે પ્રતિભાનો ઉપસંહાર છે કરીને તે મુનિ એક મુહર્ત માત્ર ધર્મનાં વચનો બોલવા લાગ્યા.
મુનિ–હે દંપતિ, ધર્મ કાંઈ ન નથી કે જેને વિશેષે કરી ઉપદેશ દઈએ. ધર્મ સર્વ ૯.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org