________________
લાગ્યું. અને હંસની પ૪ ગમન કરીને વરમાળા નળના ગળામાં આરોપણ કરી, તે સમયે પ્રાણિકચના જેવાં દમયંતીના હાથની આંગળીઓનાં નખોની દ્યુતિથી તે વરમાળા એવી તો ઢીપવા લાગી કે, જેનું વર્ણન કરી રાકાય નહી. એવી રીતે જેમ મહા નદી સર્વને ઉલ્લંધન કરતી કરતી મઙાસાગરમાં જઈ મળેછે, તેમ સર્વ રાજાઓને મૂકતી મૂકતી દમયંતી નળને આવીને પ્રાસ થઈ. તે પ્રસંગે ભીમરથ, નિષધ અને બીજા સ્વજનોની પ્રીતિરૂપી ગંગા અને શત્રુઓની અપ્રીતિ રૂપી યમુના એ બન્નેના સંગમને લીધે સ્વયંવર એવો દેખાવા લાગ્યો કે, જાણે પ્રયાગજ હોયની! પછી કૌશલેશ અને ભીમરયે દમયંતી તથા નળના વિવાહ સારૂ એક ઉત્તમ મંડપની રચના કરવી. અને શુભ મુહર્ત્ત લગ્નનો આરંભ થયો. અનુક્રમે જન્મથી માંડીને સર્વે સંસ્કારો પરિપૂર્ણ કરચા. ત્યારે પાણીથી પસલી ભરી તેમાં અક્ષત નાખીને પરસ્પર વર વધુ એમ કહેવા લાગ્યાં કે, આજથી આ પ્રાણ મરણુપર્યંત તમારે આધીન છે. પાણીગૃહણ સમયે વૈશાખ મહીનાની ઉષ્ણતાને લીધે વર કન્યા બન્નેનાં શરીરોની ઉપર પ્રત્યેદ નીકળી આવ્યો તે જાણે અંતર મન એકઠાં થએલાં છતાં તે બાહાર આવી પોતાની એકયતાની લોકોને સૂચના કરતો હોયની! તદનંતર અગ્નિને પ્રદક્ષિણા કરીને હસ્તમોચનપર્વમાં ભીમરથે અનેક પ્રકારનાં દાન દીધાં, તેમાં નળને ઉત્તમ પ્રકારના હાથી, ઘોડા, રથ તથા અનેક જાતિઓનાં અમૂલ્ય રત્નો આપ્યાં. તેમ બીજાઓને પણ યથાયોગ્ય પેહેરામણી વગેરે આપીને સંતુષ્ટ કહ્યા. પછી શુભ દ્વિવસે નિષધ રાજા પુત્ર સહિત વધુને લઈને વેવાઈના અનુમતે ક્રોરાલાનગરી ભણી જત્રા નિકળ્યો. તેને વળાવવા સારૂ કૈટલે એક દૂર સુધી ભીમરથ આવ્યો. પછી પુત્રી, જમાઇ તથા વેવાઈ વગેરેની આજ્ઞા થયાથી ભીમરથ પાછો કુંડિનપુર તરફ વળ્યો. તે સમયે પોતાની પુત્રી દમયંતીને શિખામણ દેવા લાગ્યો.
-નિષધ—હું મારી પ્રાણપ્રિય પુત્રી, સ્ત્રીને સર્વોત્તમ શિખામણ એ છે કે, મહા વિપત્તિના સમયમાં પણ પોતાના પતિની ઉપર ચમાત્ર પ્રીતિ ઓછી કરવી નહી. સ્ત્રીઓને માટે તો પતિ એજ તેનો પરમેશ્વર છે. તે પ્રમાણે તારે અવશ્ય વર્તેવું; અને સારી રીતે પાતિવ્રત્ય પાળવું. એ થોડી શિખામણનું નિરંતર સ્મરણ કરીને પ્રવર્ત્તન કરચાથી મારો મનોરથ પૂર્ણ થશે.
એવાં પિતાનાં શિખામાણુનાં વચનો સાંભળી તથા તેને માન્ય કરીને સારી રીતે પિતાનો વિનય કરચા પછી નળના રથની ઉપર ચઢી બેઠી, ત્યારે સર્વ પોતપોતાના માર્ગે ચાલતા થયા. અહીં નળ ને દમયંતી એક થમાં ખેાં છતાં રથ ચાલતાં નળને વિષય ભોગની ઇચ્છા થઈ. તેથી દમયંતી પ્રત્યે ખોલવા લાગ્યો.
લીધે વાણીદ્વારાએ ખોલાઈ શકાતું નથી,
નળ હે પ્યારી હું જે કહેવાની ઈચ્છા કરૂંછું, તે હર્ષને લીધે ગદ ગદ કંઠ થઈ જવાને માટે હું તને શું કહું! કાંઈ કહેવાઈ શકાતું નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
૧૫૯
www.jainelibrary.org