________________
આવીને રખેને તેઓની સાથે લડવાને આવે તેના ભયથી તેઓને આડે પડતાજ ઝાલ્યા હોયની! એવી રીતે જેને નગરના પુરૂષ તથા સુંદર સ્ત્રીઓ વગેરે અતિ પ્રેમ પૂર્વક જોઈ રહી છે એવો તે ધર્મરાજ નગર પ્રત્યે અતિક્રમણ કરવા લાગ્યો. પછી ગુરૂની આજ્ઞા અને બંધુઓની ઈચ્છાને લીધે દુર્યોધનને ઇંદપ્રસ્થના રાજ્યને અભિષેક કર્યો. તેમજ બીજા જે ધતરાષ્ટ્રના પુત્રો હતા તેઓને યથા યોગ્યતા પ્રમાણે એક એક દેશ આપીને સંતુષ્ટ કર્યો. એ ઉત્સાહની સમાપ્તિ
થયા પછી કૃષ્ણાદિક જે રાજાઓ વગેરે આવ્યા હતા તેઓનો યથા યોગ્ય આદર સત્કાર કરીને છે છેપોતાના સ્થાન પ્રત્યે તેને વિદાય કર્યો.
___मालिनी वृत्तम्. इति जितपुरुहूतः स्फीतपुण्योपहूतः प्रतिनिवनृपतिश्रीसेव्यमानांघ्रिपद्मः; ससुरभिगुणमालो मालतीदामकुंदः स्तबकविशदकीर्तिः पूगमन्हा निनायः॥१॥ 1. અર્થ –એવી રીતે ઇંદને જેણે જીતી લીધો છે, જેનાં ચરણ કમળ લક્ષ્મીએ કરી સેવેલાં Sછે છે, ઘણા શ્રેષ્ઠ ગુણોની જેણે માલા ધારણ કરેલી છે, માલતી અને કંદનાં પુષ્પોના ગુચ્છની પઠે જેની
વિશદ કીર્તિ છે; એવા ઘણા પુણ્ય કરી આકર્ષણ કરેલ નૂતન (યુધિષ્ટિર) નૃપતિ ઘણા દિવસે નિર્ગમન કરતો હો.૧
इति मलधारिश्रीदेवप्रभसूरिविरचिते पांडवचरित्रे महाकाव्ये पार्थ तीर्थ वर्णनो नाम युधिष्टिर राज्याभिषेक पंचम सर्गस्तस्य भाषांतरं समाप्तम्॥५॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org