SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ સાંભર્યું ગામમાં થતી ચર્ચા અનુક્રમેનાગશ્રીના ભત્તરને કાને આવી ત્યારે સોમદત્તે નાગશ્રીનેધરથી બહાર કાંડી મુકી, તેમજ લોકોએ પણ તે સ્ત્રીનો મોટો તિરસ્કાર કરો. કોઇ દૂરથી તેની ઉપર પથ્થર ફેંકે કોઇ માટી નાખે; એમ સર્વે તેની હાડ છેડ કરવા લાગ્યા. નાગશ્રીને ખાંચી, શ્વાસ, કંપ, જ્વર, તથા કુષ્ટાદિક શોળ રોગની શરીરને વિષે ઉત્પત્તિ થઇ. તેથી તે અતિ વ્યાકુળ થઈ રહી. હું શું કહેવું તેને એવા દુ:ખની પ્રાપ્તિ થઈ કે, જાણે પ્રત્યક્ષ આ ભવમાંજ નર્કની વેદના થતી હોયની! એટલા દુ:ખની શીમા થઈ એવી સ્થિતિમાં અહીં તહીં ફરથા કરે. ભૂખ તથા તરાથી મહા પીડાને પામી રહીછે. લોકો પગલે પગલે નિંદા કરે તે પોતાના કાને શાંભળીને મહા ખુદને પામી રહી છે; ઇત્યાદિક ધણીજ દુન્દેશા ભોગવી પ્રાણનો ત્યાગ કરીને છઠ્ઠા નરકમાં વાસ કરો. છઠ્ઠી નરક પૃથ્વીની વેદના ભોગવી મરણ પામીને મગરમચ્છ યોનીમાં ગઇ. ત્યાંથી સાતમી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી પાછી ભગમત્સ્ય યોનિમાં અવતરી. ત્યારપછી વળી સાતમાં નર્કમાં ગઈ; એમ સાતે નરકમાં બબ્બે વાર ગઈ. તદનંતર પૃથ્વીકાયાતિક પાંચે સ્થાવરમાં વારંવાર ઉત્પન્ન થઈ. તેમાં વિશેષે વનસ્પતિકાયમાં અવતરવા લાગી. તેમાં પણ વળી કટુવૃક્ષ, વિષવૃક્ષ, અને કુત્સિત વૃક્ષમાં વારંવાર મરી મરીને ઉત્પન્ન થઇ. એમ અનંતકાય નિગોદન વિષે, ફ્રિંદ્રિય, વીક્રિય, ચતુરિંદ્રીય, પંચેંદ્રિય, તિર્યંચમાં મસ્ત્યાદિ જલચરને વ્યાધાક્રિ સિંહ ચિત્રાદિ, દુષ્ટ ચતુષ્પાદ પશુઓને વિષે,ગીધ, લંકાદિ દુષ્ટ પક્ષિ જાતિની યોનિમાં અને ભુજપર સર્પ જેવા કે, ગરોળી, કાચંડા, તથા કૃષ્ણ સર્પાદિ યોનિઓને વિષે વારંવાર નાગશ્રી ઉત્પન્ન થઈ. એવી રીતે અનંતો કાલ સંસાર ભ્રમણ કરી અનુક્રમે કર્મોની લઘુતા પામીને ચંપક નામની નગરીમાં સાગરદત્તની સુભદ્રા નામની ભાર્યાંના ઉદરમાંથી સુકમાલિકા નામની પુત્રીપણું ઉત્પન્ન થઈ તે અનુક્રમે મોટી થતી ગઈ. અને સમય પામીને શ્યામા, યૌવનાલિની, મધુરવચની, સૌભાગ્ય ભાગ્યોદયા, કણીતાયત લોચના, અતિ ચતુરા, પ્રગલ્ભ ખર્યાં, ન્યૂના, રમ્યા, વાળ માળ મંથરગતી; મન્નેવ કુંભસ્તની, બિંખોટી, પરિપૂર્ણ ચંદ્રવદના, ભિંગાલિની બાલિકા, ઈત્યાદિક સર્વ કન્યાના ઉત્તમ લક્ષણો વડે પરિપૂર્ણતાને પામી, એજ નગરના નગર સેટની ભટ્ટા નામની સ્ત્રીને પેઠે સાગર નામના પુત્રનો જન્મ થયો, તે પણ અનુક્રમે યૌવનાવસ્થાને પામ્યો હતો. અને યથા સત્યવાન, કુલીન, વશીકત્તાં, દાતા, બળવાન, સતતવ્યય, પ્રતિમાન સત્યરંગ, સાજ્યવ, પ્રિયંવદ, કીર્ત્તિમાન, દાનવ્યસની, વિવેકી, શૃંગારવાન, અભિમાની, સ્લાય્ય, સુશીળગુણી, સકળ કળા કુરાળ, સત્યવાક, જનપ્રિય, સર્વે દાતા સ્વજન, સુગંધિપ્રિય, સંસ્કૃતમંત્ર, ક્લેશસહ, અનુગતપ્રિય, વાકયપંડિત, ત્રસત, ધર્મિષ્ઠ, મહો ત્સાહી, ગુણગ્રાહી, સુપાત્રસંગ્રહી, ક્ષમી, અને પ્રતાપક એવાં ત્રીશ લક્ષણેકરી યુક્ત થયો. Jain Educationa International For Personal and Private Use Only ૧૫ www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy