________________
૧૧૨
નજ જાણવો. એને જોઇને બધાની ચિત્તવૃત્તિ જુદી જુદી બની ગઈ. દ્રૌપદીના ચિત્તની વૃત્તિ એવી તો હર્ષિત થઈ કે, તેનું વર્ણનજ થઈ શકવાને કણ થાય. ધનંજ્યનું રૂપ જોઇને અતિ મોહિત થઈ ગઈ. પછી મનમાં કુળ દેવીઓનું સ્મરણ કરીને પ્રાર્થના કરવા લાગી કે, હે કુળ દેવીઓ, આ સમયે તમે બધી આ ધનંજ્યની ઉપર પ્રસન્ન થાઓ કે; જેથી એ સહજ માત્રમાં રાધા વૈધ કરી શકે; અને મારૂં પાણિ ગૃહણ કરે. એટલામાં પાંડુ, ધૃતરાષ્ટ્ર, તથા ભીષ્મ પિતાદિક પ્રત્યે ધનંજ્યના ગુરૂ દ્રોણાચાર્ય ખોલ્યા કે હે કુરૂરાજન, ધનંજયની ભુજાઓનું ચાતુર્ય જીવો. એવું સાંભળી સર્વે સાવધાન થઈને અર્જુનને જોવા લાગ્યા. આકાશમાં સિદ્ધુ તથા ગંધવની સ્ત્રીઓ પણ વૈમાનમાં બેશીને આવેલ તે જાણે આકાશમાં પુષ્પવાડી ખીલી રહી હોયતી! તેથી આકાશ અતિ શોભાને પામવા લાગ્યો.
ล
હવે રાધાવેધના સ્તંભની નીચે એક તેલનો કુંડ કરેલ હતો તેમાં પડેલા રાધા નામની પૂતલીના પ્રતિબિંબને અર્જુન ડાબી આંખે જોવા લાગ્યો. એમ મુખ નોંધે છતાં હાથમાં ધનુષ્ય બાણ લઇને ઉપરના નિશાન તરફ કરડ્યા, તે સર્વે સભાસદો લક્ષ ઇન જેવા લાગ્યા. એટલામાં દ્રૌપદીના કટાક્ષ, કુંતીની પ્રસન્નતા, અને પાંડુ રાજાના આનંદ સહિત અર્જુને ધનુષ્ય ખેંચ્યું, તેની સાથે ખાણનો જે જણ શબ્દ થયો તે જાણે પર્વતોને ભેદન કરતો હોયની! તેણે આખા જગતને શબ્દાદ્વૈત કરી મુકÄ વસુંધરા ડોલાયમાન થઈ ગયા જેવી ભાસી; વિશ્વને બધિરત્વ આવી ગયા જેવું થયું; દિગ્ગજ અતિ ત્રાસને પામવાની વેળા આવી ગઈ; એવામાં તો સર્વે પ્રતિપક્ષી રાજાઓના હૃદય સહિત અર્જુને રાધાના વામ ચક્ષુનો ભેદ કરી નાખ્યો. તે સમયે દેવતાઓ પ્રસન્ન થઇને અર્જુનની ઉપર પુષ્પવૃષ્ટી કરવા લાગ્યા. પાંડુને અને કુંતીને એટલો આનંદ થયો કે, તે આખા બ્રહ્માંડમાં પણ સમાઈ શકે નહીં. ત્રણે લોકમાં પાંડવોનો ચરા ફેલાઈ ગયો. પાંચાળી પાંડુ પુત્રોને જોઇને પ્રીતિમય થઈ રહી; અને મનમાં એવી ઈચ્છા કરવા લાગી કે, પાંચે પાંડવોને હું વરૂં તો સારૂં. પરંતુ લોકોની નિંદાની આશંકા કરીને અર્જુનના ગળામાં વાળ પહેરાવી દીધી. તે એકજ માળના પ્રભાવથી પાંચે પાંડવોના ગળામાં અકેકી માળ દેખાઇ. એટલામાં આકારાવાણી થઈ કે, હે રાજકન્યા, તેં એ ઘણું સારૂં કીધું; એમાં કોઈ શંકા કરશે નહી. તે શાંભળીને દ્રુપદ રાજા મનમાં ચિંતા કરવા લાગ્યો કે, મારી એક પુત્રી પાંચે પાંડવને કેમ દેવાય! એમ થયાથી નગતમાં ભલા મનુષ્યોને વિષે હું ઉપહાસનો પાત્ર થાઊં. હવે એનો શો ઉપાય કરવો! દ્રુપદ રાજા એવી શોચના કરેછે એટલામાં આકાશ માર્ગેથી પ્રવર પ્રવËમાન મનવાળા, શામઢમાદિક યુક્ત અને વિમળ વાણી સહિત દેહના તેજથી દિશાઓને પ્રકાશ કરતા ચારણશ્રમણ મુનિ ત્યાં આવી પહોતા, મુનિને આવતા દેખી ગ્રૂપદ પ્રમુખ સî રાજાઓ ઉભા થઈ અતિ આદર પૂર્વક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org