________________
કાંનોમાં કુંડલોની શોભા અદ્દભુત દીશવા લાગી. ગળામાં મોતીની માળાની રૂચિ અનિવૈંચનીયન સર્વને ભાસવા લાગી. ભુને વિષે બાજુબંધ, હાથમાં સુવર્ણના કંકણ, આંગળીઓમાં આંગડીઓ, કટિ વિષે કિ મેખલા, ચામાં નેપુર, અને અંગુળીમામાં વીછિ એમ સળંગ અલંકારોથી ભરપૂર શોભતું હતું તેનું વર્ણન કેટલું કરી શકાય? અલંકાર યુક્ત દ્રોપદી વિદ્યુતલતાની પડે દીપવા લાગી, અને ગ્રૂપની મહાશીમા બની રહી. ઍવી રીતે અતિ ઉત્તમ ચીણે તથા અમૂલ્ય અલંકારોએ કરી યુક્ત થઈને પછી દ્રુપદી મંડપમાં આવવા નીકળી તે જાણે ઈંદ્રપુરીમાંથી વેમાનમાં ખેશીને અમર કુમરી મૃત્યુ લોકમાં આવતી હોયની! તેવી શોભવા લાગી. તેને જોઇને કોઈ તો પોતાના હાથમાંના કમળનીજ ઉપમા દેવા લાગ્યો, કોઈ દંતની પંક્તિને દાડમના બીજની તુલના કરવા લાગ્યો. કોઈ કામી પુરૂષ કામને વશ થઈ મહા દુ:ખને પામીને પગના અંગોાથી જમીન પળખવા લાગ્યો. કોઈ ધીર પુરૂષ પોતાના મનમાં કાંઈ સંકલ્પ વિકલ્પ ન કરતાં અચલ મુખમુદ્રા કરી સાધારણ રીતે જોઈ રહ્યા છે; કોઈ અવિચાર વાન કુસંકલ્પો કરી રહ્યો છે; કોઈ દિગમૂઢ બની ગયો છે; કોઈ લાવણ્ય જોઇને લેવાઈ ગયો છે, કોઈ પદ્ રાજાની કરેલી પ્રતિજ્ઞા પૂરી કરવાનો વિચાર કરી રહ્યો છે; એમ સર્વે રાજાઓ દ્રૌપઢીને જોઇને જુદી જુદી રીતે અચરજ પામવા લાગ્યા. દ્રુપદનંદની એ પોતાનું મુખ અને દૃષ્ટિ પાંડુના પાંચ પુત્રોનું અદ્દભુત રૂપ તથા આકૃતિ આદિ જોઇને તે તરફ ક્રચાં; અને મનમાં ધીરજ રાખી. એટલામાં પિતાની પ્રતિજ્ઞાનું સ્મરણ થતાંજ ધૈયે ડગી ગયું; તેથી મનમાં સંકલ્પો કરતી કરતી જેમ દેવના વિમાનમાંથી રંભા ઉતરે તેમ સિબિકામાંથી દ્રૌપદ્દી ઉતરી. તેની ગજના જેવી રમણીય ગતિ જોઈને સર્વે વ્યક્તિ ખની ગયા. પછી ચાલતી ચાલતી જ્યાં રાધાવેધનો સ્તંભ ખોડેલો હતો તેની સમીપ ગઈ; અને દેવતાઓના વેમાનના જેવા સ્વયંવરમાંના દેવોના જેવા સર્વે રાજાઓને નેત્રના કટાક્ષે કરી જોવા લાગી. તે વખતે દ્રૌપદી એક છતાં તેણે અનેક રૂપ ધારણ કરચા જેવું બધાને જુદું જુદું રૂપ દીામાં આવ્યું. તેથી સર્વેના મનના વિકારો પણ જુદા જુદા થવા લાગ્યા. તેના સ્વરૂપની જે તે અતિ પ્રસંશા કરવા લાગ્યા. તેથી મંડપમાં મોટો નાદ થઈ રહ્યો. એટલામાં દ્રુપદ રાજાનો કુંવર ધૃષ્ટદ્યુમ્ર પોતાની ભુજાઓ ઊંચી કરીને બોલ્યો.
દ્યુમ્ન—હે સભા જતો, હવે કોઈ બોલશો નહી. અને સર્વે રાજકુમારો, સાવધાન થઇને મારૂં ખોલવું શાંભળી ત્રિઓ અમારા કુળને પ્રકાશનાર અને જેમાં સેકડો દેવતાઓ વિરાજમાન થએલા છે, એવા આ ધનુષ્યને અહડાવીને જે પુરૂષ રાધાવેધ કરશે તેને મારી ભિગની વશે. મે અમારી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા સારૂં અને પોતાને ઉત્તમ શ્રી રત્ન પ્રાપ્ત કરી લેવા સારૂં સર્વે કોઇએ ઉદ્યુત થવું.
Jain Educationa International
૨૮
For Personal and Private Use Only
૧૦૯
www.jainelibrary.org