________________
૧૦૮
અને કોઇને તો ત-પી તપી ગુત્ર ગઈ, અને પ્રાત:કાળ થયો. તે સમયને વિષે ઢંયાચલ ગિરિની શિખર ઉપર તે પર્વતને દીપ્તિમાન કરતો છતાં સૂર્ય ઉત્ક્રયને પામ્યો તે જાણે સર્વ રાજાઓની કળા કુરાળતા જોવા માટે અથવા દ્રુપદ નંદનીનો વિવાહોત્સાહ જોવા સારૂ સર્વેથી ઊંચો માકાશને વિષે આવી ઉભો રહ્યો હોયની! જે રાજાને આખી રાત જાગી જાગીને સવારના ટાઢા પહોરમાં નિદ્રા આવી હતી તેઓ રાજદારના વાગતા નોબત તથા નગારાઓ, બંદીજનોના પોકારો અને નગરજનોના કુળાહળ શબ્દોને લીધે જાગી ઉઠ્યા. પછી પોતાપોતાની સર્વ પ્રાત:કર્યું ક્રિયા વિધિ કરી રહ્યા પછી પોતપોતાના મંત્રિઓને બોલાવીને તથા પોતપોતાના કુંવરોને ઉત્તમ વસ્ત્રાલંકારો અભિધાન કરાવી તેમજ પોતે પણ સર્વે પ્રકારે સજ્જ થઇને સમગ્ર રાજાઓ સ્વયંવર્ મંડપમાં આવ્યા. તેઓમાં પાંડુ રાજા પણ પોતાના પુત્રો વગેરેને સાથે લઇને સ્વયંવર મંડપમાં આવી હાજર થયો. તેને દ્રુપદ રાજાએ તેના યોગ્ય ઊંચા સિંહાસન ઉપર એડડ્યો. . તેસજ બીજા સમગ્ર રાજાઓને અતિ આદરપૂર્વક યથાયોગ્ય સ્થળે બેશાડ્યા. આખો મંડપ રાજાઓથી અને રાજકુમારોથી ભરાઇ ગયો. એ પ્રમાણે એકઠા થએલા સર્વે રાજસમાજમાં સર્વ રાજાઓ તથા રાકુમારોને વિષે મતિમાન, તેજવી, કામદેવ જેવા સુરૂપ, દુપ્રેક્ષ્ય, મહાપરાક્રમી, વીરરસની તો જાણે મૂત્તિજ હોયની! અને સાક્ષાત્ ધનુર્વેદજ જાણે બધા ધનુર્ધરોનો મઢ હરણુ કરવા આવ્યો હોયની! એવા અર્જુનને જોઇને સર્વે જનો મોહને વશ થઇ ગયા. તેમાં કેટલાએકને તો પોતાના શરીરની પણ શુદ્ધિ રહી નહી એવા બની ગયા.
દ્રુપદીને સ્વયંવરમાં લાવવા માટે તેની સર્વે દાસીઓ ઉત્તમ વસ્ત્રાલંકાર પહેરાવવા લાગી, અને સર્વ પ્રકારે શ્રૃંગાર કરાવ્યો. તેના ચરણોની કાંતિની આગળ કમળની શોભા તે શા હિશાબમાં ગણાય! એવી દિવ્ય કાંતિ છતાં વળી તેની ઉપર લાખનો રંગ ચડુડાવ્યો તેથી તો રોભાની શીમાન રહી નહી. શરીરનો સુવર્ણ વર્ણ અને તેની ઉપર ચંદનનો લેપ કરેલ તેથી વળી શોભામાં વૃદ્ધિ થએલી તેનું વર્ણન કોણ કરી શકે! તાંબુલના રંગથી રક્ત બિંબોઇ તે જાણે કામદેવના રાગના સ્થાનજ ખની રહ્યા હોયની! કપોળ સ્થળમાં કસ્તૂરીના પત્રના આકારે ચિત્ર પાડેલાં તે મહા સુશોભિત ઢીશવા લાગ્યા. નેત્રોમાં મંજુલ કાલના પ્રભાવથી સુખની છબિ અતિ સનોહર દીાવા લાગી, નાભિકમળ તો જાણે પુષ્પધન્વાની ક્રીડાને અર્થે દીધિકાન ખની હોયની! મસ્તક ઉપરના કેશને વિષે વિવિધ પ્રકારના પુષ્પોની રચના કરેલી તે જાણે સુશોભિત ખાગ ખની રહ્યો હોયની! અને પુષ્પની વેણી તો જાણે ચંદનના વૃક્ષની સાથે નાગ લપાઇ ગયો હોયની! અંગની ઉપર દ્દિવ્યાંખર ધારણ કરવાં તેથી શોભામાં કાંઇ ન્યૂનતા રહી નહી. મસ્તકને વિષે ઉત્તમ રત્નોનું બનાવેલું શિરોભૂષણ ધારણ કરડ્યું તે જાણે સૂયૅજ પ્રકાશિત થયો હોયની!
Jain Educationa International.
For Personal and Private Use Only
www.jainelibrary.org