________________
[:
6 લાગ્યા. અને બન્નેને એવું તો શૌર્ય આવ્યું કે, જાણે હમણા જ એક બીજાના પ્રાણ લઈ લેશે; ને
લોકો અતિ કુલા હલ કરવા લાગ્યા તેઓને દ્રોણાચાર્ય સમઝાવીને છાના રાખ્યા. ભીમની પતાથી કાંઈક ઉત્કર્ષતા જોઇને દુર્યોધનના દેષમાં બમણો વધારો થશે. ક્રોધથી દુર્યોધનનું શરીર કાંપવા લાગ્યું. તેના આગમાંથી સ્વેદના બિંદુ નીકળતા હતા તે જણે હૃદયસ્થળમાં રહેલા દેષ રૂપ સમુદ્રના કોલજ હોયની! યદ્યપિ ભીમના મનમાં તો દેવને લેશ પણ હતો નહી તથાપિ દુર્યોધનના મનનો ભાવ જાણીને એવો તે ક્રોધમાં આવી ગયો કે, જાણે કાળજ હોયની! મસ્તકના કે ઉભા થઈ રહ્યા તે જાણે ક્રોધાગ્નિના ધુમાડા જ હોયની. હોઠ કાંપવા લાગ્યા તે જણે દાંતની ભીતિ બતાવતા હોયની! રોમાંચ ઊભા થઈ આવ્યા છે તે જાણે શરીરનું બારજ બની રહ્યો હોયની! જેમ કલ્પાંતના વાયુના પ્રભાવથી ઉદયાચલ તથા હિમાચલ પર્વતો પોતાના સ્થળોથી ભ્રષ્ટ થાય છે, તેમ દુર્યોધન તથા ભીમ ક્રોધના જોરાથી પોતપોતાના સ્થાનકો મુકીને સભાના મધ્ય ભાગમાં આવી લાગ્યા. અને ગમે તેમ કુદતા ગદાઓના પ્રહાર કરવા લાગ્યા. એને ખરાબ
પરિણામ થવાનો સંભવ જાણુને દ્રોણાચાર્ય પોતાના અશ્વત્થામા પુત્રને બોલાવી કહ્યું કે, તું જા ( એ બન્નેના યુદ્ધની સમાપ્તિ કર. નહીં તો એઓનું ગદાયુદ્ધ આ સભા મંડપ ક્ષણ વારમાં ) જ ચૂર્ણ કરી નાખશે. ત્યારે તેણે મધ્યસ્થ પણે બન્નેને સમઝાવીને હા કર્યા અને તેઓને )
પોતપોતાને સ્થાનકે બેસાડ્યા. પછી મહા ઘરે શબ્દવાળાં જે રણવાદ્ય વાજતાં હતાં તે તથા છે. લોકોને કોલાહલ થતો હતો તે બધાને શાંત કરીને દોણાચાર્ય બધા ક્ષત્રિયોને કહેવા લાગ્યા.
દ્રોણાચાર્ય-હવે આ અર્જુનનું ચાતુર્ય જેવું જોઈએ છે. એને હું મારા પુત્રથી પણ અધિક ચાહું છું. અને એ મારા પ્રાણથી પણ પ્રિય છે. એ સમગ્ર અસ્ત્ર વિદ્યાનો સાગર છે. છે એની કળાઓને જોઈને આશ્ચર્ય ઉત્પન્ન થયા વિના રહેવાનું નથી,
તે પછી પોતાના ગુરૂની આજ્ઞા પ્રમાણે અને પોતાની કળાઓને વિષે પ્રવીણતા બતાવવા લાગ્યો. એના બે ખભાઓમાં બાણોના ભાથા બાંધેલા છે, હાથમાં પંજા નાખેલા છે; શરીરમાં બકતર પહેરી લીધું છે; ઈત્યાદિક બાણયુદ્ધ સામગ્રીએ કરી યુકત થયો થકો સભાની સન્મુખ આવી ઉભો રહ્યો તે ઇંદના એરાવતની પદે શોભવા લાગ્યો. તેને જોઈને સર્વ સભા જ કહેવા લાગ્યા કે, ત્રિભુવનમાં આ એકજ વીર પુરૂષ છે. સર્વ અસ્ત્રવેત્તામાં એ અગ્રેસર છે. સર્વ કુરૂ વંશમાં ભૂષણ રૂપ છે. ત્રિભુવનને રક્ષણ કરનાર છે. એને વિષે સર્વ તેજને સંચય થયો છે,
ન્યાયને સમુદ છે. કીર્તિનો ભંડાર છે અને ઉત્સાહ સંબંધી તે જાણે આકરજ હોયની! એવું જ લોકોનું બોલવું સાંભળીને કુંતિ હર્ષનાં આંસુ ગાળવા લાગી. પાંડુ રાજા અને ધૃતરાષ્ટ્રનાં શરી- - SG નાં રોમાંચ ઉભાં થયાં તે જાણે હદયગત સ્નેહના અંકુરજ ઉત્પન્ન થયા હોયની! પછી અર્જુન છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org