________________
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ / ગાથા-૧૫
જે પ્રમાણે અરિહંત કેવલી, પાંચ જ્ઞાની નથી તે પ્રમાણે અરિહંત ભેદથી જ્ઞાન-દર્શન ઉપયોગવાળા નથી.
આશય એ છે કે કેવલજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે જે મતિજ્ઞાન આદિ ચાર જ્ઞાનો છે તે કેવલજ્ઞાનની પ્રાપ્તિથી નાશ પામે છે અને એકમાત્ર કેવલજ્ઞાન જ રહે છે તેથી જેમ કેવલજ્ઞાનમાં મતિજ્ઞાન આદિ ચાર જ્ઞાનો અંતર્ભાવ પામી જાય છે તેમ કેવલજ્ઞાનાવરણીયકર્મના અને કેવલદર્શનાવરણીયકર્મના ક્ષયથી કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રગટ થાય છે, છતાં કેવલજ્ઞાનમાં કેવલદર્શન અંતર્ભાવ પામી જાય છે.
ટીકામાં કહ્યું કે “ઉત્પદ્યમાન તજ્ઞાન સર્વદા ઉપલબ્ધિવાળા ચાર જ્ઞાની છે, તેથી એ પ્રાપ્ત થાય કે કોઈ મિથ્યાષ્ટિ જીવ સમ્યક્ત પામે ત્યારે તેને આશ્રયીને ઉત્પદ્યમાન મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન છે અને મતિજ્ઞાનશ્રુતજ્ઞાનનો ક્રમસર ઉપયોગ વર્તે છે; છતાં તે મહાત્મા ઉત્પદ્યમાન મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનની સર્વદા ઉપલબ્ધિવાળા છે અર્થાત્ સમ્યક્તના અસ્તિત્વકાળ સુધી સદા ઉપલબ્ધિવાળા છે. વળી કોઈ સમ્યગ્દષ્ટિ જીવને અવધિજ્ઞાન પ્રગટે તો ઉત્પદ્યમાન એવું તે અવધિજ્ઞાન નાશ ન પામે તો સદા ઉપલબ્ધિવાળું છે, પરંતુ મતિજ્ઞાન આદિ જ્ઞાનોમાં ક્રમસર ઉપયોગને કારણે ક્યારેક ઉપલબ્ધિવાળું છે એમ નથી. વળી ભગવાન ગૃહસ્થ અવસ્થામાં ત્રણ જ્ઞાનવાળા હોય છે અને ચારિત્ર ગ્રહણ કરે ત્યારે મન:પર્યવજ્ઞાન ઉત્પદ્યમાન છે તે ઉત્પદ્યમાન એવું મન:પર્યવજ્ઞાન કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી સર્વદા ઉપલબ્ધિવાળું હોય છે એ બતાવવા માટે ઉત્પદ્યમાન તજ્ઞાન સર્વદા ઉપલબ્ધિવાળું ચાર જ્ઞાનીને છે એમ કહેલ છે અને તે રીતે કેવલીને કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ક્રમસર ઉપયોગ છે, છતાં સર્વદા ઉપલબ્ધિવાળું છે, માટે સાદિઅનંત કેવલજ્ઞાન-કેવલદર્શન સ્વીકારી શકાશે, એ પ્રકારનો આશય છે.
વળી, ટીકામાં કહેલ કે ચાર જ્ઞાની કોઈ એક જ્ઞાનના ઉપયોગવાળા હોય છે ત્યારે પણ વ્યક્ત બોધવાળા હોય છે.
વસ્તુતઃ તે ચાર જ્ઞાનવાળા મહાત્મા પણ કોઈ જ્ઞાનનો ઉપયોગ મૂકે ત્યારે પ્રથમ દર્શનના ઉપયોગવાળા હોય છે, પછી જ્ઞાનના ઉપયોગવાળા હોય છે અને ચારેય જ્ઞાનના એક સાથે ઉપયોગવાળા નથી હોતા પરંતુ ક્રમસર ઉપયોગવાળા હોય છે, છતાં ચાર જ્ઞાનવાળા જ્ઞાનીને વ્યક્ત બોધવાળા કહેવાય છે.
તે રીતે કેવલજ્ઞાન-કેવલદર્શનમાં પણ ક્રમસર ઉપયોગ હોવા છતાં કેવલીને વ્યક્ત બોધ છે તેમ સ્વીકારી શકાશે.
વળી, ચાર જ્ઞાનવાળા મહાત્મા જે કાંઈ બોલે છે તે જ્ઞાતને જ અને દૃષ્ટને જ બોલે છે; કેમ કે જે જે જ્ઞાનનો ઉપયોગ છે તે જ્ઞાનના ઉપયોગથી જે જ્ઞાત છે તેને બોલે છે અને જે જે દર્શનનો ઉપયોગ છે તે દર્શનના ઉપયોગથી જે દૃષ્ટ છે તેને બોલે છે. જોકે એક કાળમાં છદ્મસ્થને જ્ઞાન-દર્શનનો ઉપયોગ નથી. પરંતુ પ્રથમ દર્શનનો ઉપયોગ છે અને ત્યારબાદ જ્ઞાનનો ઉપયોગ છે. છતાં તે ચાર જ્ઞાનવાળા કહેવાય છે. તે રીતે કેવલીમાં ક્રમશઃ કેવલજ્ઞાન-કેવલદર્શન હોવા છતાં તેઓ જ્ઞાનદર્શનવાળા છે એ પ્રમાણેનો ક્રમિક ઉપયોગવાદીના મતે પણ કહી શકાશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org