________________
૬૬
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧૫ ટીકા :
यथा क्रमोपयोगप्रवृत्तोऽपि मत्यादिचतुर्ज्ञानी अपर्यवसितचतुर्ज्ञान उत्पद्यमानतज्ज्ञानसर्वदोपलब्धिको व्यक्तबोधो ज्ञातदृष्टभाषी ज्ञाता द्रष्टा संज्ञेयवर्ती चावश्यमेव युज्यते, तच्छक्तिसमन्वयात् तथैतदपि एकत्ववादिना यदपर्यवसितादि केवलिनि प्रेर्यते तद् युज्यत एव ।
अत्रैकत्ववादिना प्रतिसमाधानं भण्यते, यथैवाहन पञ्चज्ञानी भवति तथैतदपि क्रमवादिना यदुच्यते भेदतो ज्ञानवान् दर्शनवानिति च तदपि न भवतीति सूत्रकृतोऽभिप्रायः ।।२/१५।। ટીકાર્ચ -
કથા . સૂત્રોડમિશ્રાવઃ || જે પ્રમાણે ક્રમઉપયોગ પ્રવૃત્ત પણ મતિજ્ઞાની આદિ ચાર જ્ઞાની અપર્યવસિત ચાર જ્ઞાનવાળા ઉત્પદ્યમાન એવા તે જ્ઞાનની સર્વદા ઉપલબ્ધિવાળા, વ્યક્ત બોધવાળા, જ્ઞાતદષ્ટભાષી, જ્ઞાતા દષ્ટા, અને સંયવર્તી અવશ્ય ઘટે છે; કેમ કે તાક્તિનો સમન્વય છે-ચાર જ્ઞાનમાંથી કોઈ એક જ્ઞાનનો ઉપયોગ હોય છે ત્યારે પણ અન્ય જ્ઞાનની શક્તિનો સમન્વય છે, તે પ્રમાણે આ પણ એકત્વવાદી દ્વારા જે અપર્યવસિત-આદિ કેવલીમાં પૂછાયેલ છે, તે પણ ઘટે છે.
અહીં ક્રમવાદીના આ પ્રકારના સમાધાનમાં, એકત્વવાદી દ્વારા કેવલજ્ઞાન-કેવલદર્શનને એક સ્વીકારનાર શ્રી સિદ્ધસેતદિવાકરસૂરીશ્વરજી મહારાજા દ્વારા પ્રતિસમાધાન કહેવાય છે – જે પ્રમાણે જ અરિહંત પાંચ જ્ઞાની નથી, તે પ્રમાણે જ આ પણ છે =ક્રમવાદી દ્વારા ભેદથી જ્ઞાનવાન અને દર્શનવાન એ પ્રમાણે જે કહેવાય છે તે પણ ઘટતુ નથી, એ પ્રમાણે સૂત્રકારનો અભિપ્રાય છે. 1ર/૧૫ ભાવાર્થ :
પૂર્વમાં કેવલજ્ઞાન-કેવલદર્શનરૂપ કેવલીને એક ઉપયોગ છે તેમ સ્થાપન કરીને કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ક્રમિક ઉપયોગ માનનારને ગ્રંથકારશ્રીએ દોષ આપ્યો કે ક્રમિક ઉપયોગ સ્વીકારવાથી કેવલજ્ઞાનકેવલદર્શન પ્રતિક્ષણ પર્યવસાન પામનાર હોવાથી કેવલજ્ઞાનમાં સાદિ અપર્યવસિતાદિ વચનો સંગત થશે નહીં. તેનો ઉત્તર આપતાં ક્રમવાદી કહે છે –
જેમ છદ્મસ્થ મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની છે તેમ શાસ્ત્રમાં કહેવાયું છે અને તે ચાર જ્ઞાનના ધણી મહાત્મા સતત ચાર જ્ઞાનના ઉપયોગવાળા નથી, પરંતુ કોઈક એક ક્ષણમાં તે ચાર જ્ઞાનમાંથી કોઈ એક જ્ઞાનમાં ઉપયોગવાળા છે તોપણ તેઓ ચાર જ્ઞાની કહેવાય છે તેમ કેવલી પણ કેવલદર્શનના અને કેવલજ્ઞાનના ક્રમસર ઉપયોગવાળા છે, છતાં કેવલજ્ઞાન-કેવલદર્શન પ્રગટ થયા પછી ક્યારેય નાશ પામતું નથી તેથી કેવલીનું કેવલજ્ઞાન-કેવલદર્શન સાદિ અપર્યવસિત છે તેમ કહી શકાશે. આ પ્રકારના ક્રમિકઉપયોગવાદીના સમાધાન સામે એકઉપયોગવાદી કહે છે –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org