________________
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧૧
પપ
ભેદ કર્યા વગર માત્ર અનુગત એવા દ્રવ્યના બોધ સ્વરૂપ છે. આ પ્રમાણે સામાન્યથી જ્ઞાનનો અને દર્શનનો અર્થ પ્રાપ્ત થાય તેથી જ્ઞાન વ્યક્ત છે અને દર્શન અવ્યક્ત છે એમ સિદ્ધ થાય; પરંતુ જેઓના આવરણો ક્ષીણ થઈ ગયા છે એવા કેવલીમાં વ્યક્ત-અવ્યક્ત ઉપયોગ ઘટે નહીં, માટે સામાન્ય એવા દ્રવ્યરૂપ શેયને અને વિશેષ એવા પર્યાયરૂપ શેયને સ્પર્શનાર ઉભય એકસ્વભાવવાળો જ કેવલીનો બોધ છે અર્થાત્ દ્રવ્ય અને પર્યાય ઉભયનું વેદન કરે એવો એકસ્વભાવવાળો કેવલીનો ઉપયોગ છે એમ સ્વીકારવું જોઈએ, એમ ગ્રંથકારશ્રી કહે છે.
અહીં પ્રશ્ન થાય કે જ્ઞાનથી ગ્રાહ્ય એવા દ્રવ્ય અને પર્યાય છે માટે તે બન્નેનું ગ્રાહક એવું જ્ઞાન પણ બે પ્રકારનું છે. જો આમ સ્વીકારીએ તો ગ્રાહ્ય એવા દ્રવ્યને આશ્રયીને કેવલીને કેવલદર્શન છે અને ગ્રાહ્ય એવા પર્યાયને આશ્રયીને કેવલીને કેવલજ્ઞાન છે તેમ સ્વીકારી શકાશે આ પ્રકારે એક કાળમાં બે ઉપયોગને સ્વીકારનાર કહે છે.
તેને ગ્રંથકારશ્રી કહે છે – તેમ સ્વીકારવું યુક્ત નથી; કેમ કે જો તેમ સ્વીકારીએ તો ગ્રાહ્ય એવા પર્યાયો અનંતા છે અને તેની અપેક્ષાએ ગ્રાહક એવું કેવલજ્ઞાન પણ અનંતભેદવાળું પ્રાપ્ત થાય અને જો ગ્રાહ્યના ભેદથી જ્ઞાનનો ભેદ એક કાળમાં બે ઉપયોગને સ્વીકારનાર વાદી કહે છે તેમ સ્વીકારીએ તો કેવલીને કેવલજ્ઞાનના જ અનંતા ઉપયોગો છે તેમ સ્વીકારવાની આપત્તિ આવે; કેમ કે કેવલજ્ઞાનથી ગ્રાહ્ય પર્યાયો અનંત છે.
તે અનંતા ઉપયોગની આપત્તિના નિવારણ માટે કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો એક કાળમાં બે ઉપયોગ સ્વીકારનાર પક્ષ કહે કે કેવલજ્ઞાનના વિષયભૂત અનંતા પર્યાયો દ્રવ્ય સાથે પ્રતિબદ્ધ છે અને દ્રવ્ય સતુરૂપે એક છે, માટે કેવલનો એકઉપયોગ છે અને અન્યોન્યઅનુવિદ્ધ ગ્રાહ્યાંશરૂપ દ્રવ્ય અને પર્યાય વયના ભેદથી ગ્રાહક એવા કેવલને પણ કેવલજ્ઞાન અને કેવલદર્શનરૂપે સ્વીકારી શકાશે.
તેને ગ્રંથકારશ્રી કહે છે – તે રીતે અન્યોન્યઅનુવિદ્ધ એવા દ્રવ્યરૂપ અને પર્યાયરૂપ ગ્રાહ્યાંશદ્રયના ભેદથી ગ્રાહક એવા જ્ઞાનનું તેવાપણું કલ્પવામાં આવે અર્થાત્ બે ભેદવાળું કલ્પના કરવામાં આવે અર્થાત્ કેવલજ્ઞાનરૂપ અને કેવલદર્શનરૂપ બે ભેદવાળો કેવલનો ઉપયોગ છે એમ કલ્પના કરવામાં આવે તો એકત્વનો અનતિક્રમ હોવાથી=કેવલીના દ્રવ્ય-પર્યાય વિષયક બોધના એકત્વનો અનતિક્રમ હોવાથી, દોષની પ્રાપ્તિ નથી; કેમ કે દ્રવ્યરૂપ અને પર્યાયરૂપ ગ્રાહ્યાંશથી કેવલજ્ઞાન-કેવલદર્શન પૃથક્ છે અને કેવલીમાં વર્તતા શેયના બોધાંશથી કેવલજ્ઞાન-કેવલદર્શન એક છે એમ પ્રાપ્ત થવાથી અનેકાંતની સિદ્ધિ થાય છે. માટે ગ્રંથકારશ્રીને અભિપ્રેત કેવલજ્ઞાન અને કેવલદર્શન એકઉપયોગરૂપ છે તે સિદ્ધ થાય છે.
ગ્રંથકારશ્રીનો અભિપ્રાય સ્પષ્ટ કરતાં ટીકાકારશ્રી કહે છે – જેમ શીતસ્પર્શ અને ઉષ્ણસ્પર્શ એકવસ્તુમાં ન રહી શકે તેમ પરસ્પર વિભિન્ન સ્વભાવવાળા એ કેવલજ્ઞાન અને કેવલદર્શન એકકાળમાં ન રહી શકે તેવો વિરોધ કેવલીના શેયમાત્રનું જ્ઞાન કરવાના એકસ્વભાવમાં પ્રાપ્ત થતો નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org