SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૯ ગાથાર્થ : દર્શનના અને જ્ઞાનના આવરણનો ક્ષય સમાન હોતે છતે કોનો પ્રથમતર (ઉત્પાદ) થાય ?= કેવલજ્ઞાન અને કેવલદર્શનમાંથી કોનો પ્રથમતર ઉત્પાદ થાય ? સાથે ઉત્પાદ થાય=એક કાલે ઉત્પાદ થાય, તો “બે ઉપયોગો નથી' (એ શાસ્ત્રવચનનો વિરોધ થાય.) ર/૯II. ટીકા : सामान्यविशेषपरिच्छेदकावरणापगमे समाने कस्य प्रथमतरमुत्पादो भवेत्, अन्यतरस्योत्पादे तदितरस्याप्युत्पादः स्यात्, न चेदन्यतरस्यापि न स्यादविशेषात् इत्युभयोरप्यभावप्रसक्तिः, अक्रमोपयोगवादिनः कथमिति चेत्, समम् एककालम् उत्पादस्तयोर्भवेत्, सत्यक्रमकारणे कार्यस्याप्यक्रमस्य भावादित्यक्रमौ द्वावुपयोगौ, अत्रैकोपयोगवाद्याह-हंदि दुवे णत्थि उवओगा इति द्वावप्युपयोगी नैकदेति ज्ञायताम्, सामान्यविशेषपरिच्छेदात्मकत्वात् केवलस्येति ।।२/९।। ટીકાર્ચ - સામિિવશેષ .... વનતિ | સામાન્યતા અને વિશેષતા પરિચ્છેદકના આવરણનો અપગમ સમાન થયે છતે કોનો=કેવલજ્ઞાન-કેવલદર્શનમાંથી કોનો, પ્રથમતર ઉત્પાદ થાય ? અવ્યતરના ઉત્પાદમાં તેના ઈતરનો પણ ઉત્પાદ થાય, અને જો એમ ન સ્વીકારો તો-તેના ઈતરનો ઉત્પાદન સ્વીકારો તો, અત્યતરનો પણ ન થાય કેવલજ્ઞાન અને કેવલદર્શનમાંથી અત્યતરનો પણ ઉત્પાદન થાય; કેમ કે અવિશેષ છે=કેવલજ્ઞાન અને કેવલદર્શનની ઉત્પત્તિમાં તદ્ આવરણનો ક્ષય બન્નેમાં સમાન છે. એથી બન્નેના આવરણનો ક્ષય થવા છતાં એક કાલમાં બન્નેમાંથી એકનો ઉત્પાદ નથી એથી, ઉભયતા પણ અભાવની પ્રસક્તિ છે. અક્રમઉપયોગવાદીના મતે કેવી રીતે થાય ? અક્રમવાદીના મતે કેવી રીતે કેવલજ્ઞાન-કેવલદર્શન થાય ? એ પ્રમાણે કોઈ કહે તો કહે છે – સમં એક કાળમાં, તે બેનો ઉત્પાદ છેકેવલજ્ઞાન-કેવલદર્શનનો ઉત્પાદ છે. કેમ એકકાલે બે ઉત્પાદ છે ? એથી કહે છે – અક્રમ કારણ હોતે છતે કેવલજ્ઞાની અને કેવલદર્શનની ઉત્પત્તિના આવરણના વિગમતરૂપ કારણ અક્રમથી હોતે છતે, કાર્યતા પણકેવલજ્ઞાન અને કેવલદર્શનરૂપ કાર્યના પણ, અક્રમનો ભાવ છે, એથી ક્રમ વગર બંને ઉપયોગો છે-કેવલજ્ઞાન અને કેવલદર્શનના ઉપયોગો છે. અહીં અક્રમવાદી કેવલજ્ઞાન-કેવલદર્શનનો એકકાલમાં ઉપયોગ સ્વીકારે છે એમાં, એકઉપયોગવાદી શ્રી સિદ્ધસેતદિવાકરસૂરીશ્વરજી મહારાજા કહે છે – “ખરેખર બે ઉપયોગો નથી"=“એક વખતે બે ઉપયોગો નથી” એ પ્રમાણે જાણવું; કેમ કે કેવલનું સામાન્ય વિશેષ પરિચ્છેદાત્મકપણું છે. 1ર/૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy