SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૭ અને દ્રવ્યનું અક્રમરૂપપણું હોતે છતે કેવલીદ્રવ્યનું કેવલજ્ઞાન-કેવલદર્શનરૂપે અક્રમરૂપપણું હોત છતે, તદાત્મકપણાથી=અક્રમવાળા એવા કેવલીના દ્રવ્યાત્મકપણાથી, તે બેનું પણ કેવલજ્ઞાન અને કેવલદર્શનનું પણ, અક્રમ જ છે, તેથી અનેકાંતનો અવિરોધ છે એમ અત્રય છે. અહીં ક્રમઉપયોગવાદી ક્રમઉપયોગમાં પણ કેવલજ્ઞાન-કેવલદર્શનને સાદિઅનંત સ્થાપન કરવા કહે છે - અને તે બેનું કેવલજ્ઞાન-કેવલદર્શનનું, તરૂ૫પણું હોવાથી=કેવલીદ્રવ્યસ્વરૂપપણું હોવાથી, તથાભાવ છે=અપર્યવસિત ભાવ છે, પરંતુ સ્વરૂપથી નથી-કેવલજ્ઞાન-કેવલદર્શન સ્વસ્વરૂપથી અપર્યવસિત ભાવવાળા નથી, તેને અક્રમવાદી કહે છે – એમ ન કહેવું; કેમ કે તળાપણામાં-કેવલજ્ઞાનનું અને કેવલદર્શનનું કેવલીદ્રવ્યપણામાત્રથી તથાભાવપણામાં, અનેકાંતરૂપતાનો વિરોધ છે=વ્યવહારનય અને નિશ્ચયનય ઉભયનથી પણ અપર્યવસિતતા સિદ્ધ થતી નહીં હોવાથી અનેકાંતરૂપતાનો વિરોધ છે. અને અક્રમવાળા એવા નિરાવરણના=કેવલજ્ઞાનનું અને કેવલદર્શનનું જે નિરાવરણ છે તે અક્રમવાળું છે ક્રમવાળું નથી તેથી અક્રમવાળા નિરાવરણના, ક્રમરૂપતનો વિરોધ છે=અક્રમવાળા નિરાવરણ એવા કેવલજ્ઞાનની અને કેવલદર્શનની ક્રમથી પ્રાપ્તિરૂપ ક્રમરૂપતનો વિરોધ છે. કેમ અક્રમવાળા નિરાવરણને ક્રમરૂપત્વનો વિરોધ છે ? તેમાં હેતુ કહે છે – તેનું ક્રમરૂપત્વનું, આવરણકૃતપણું છે. કેવલજ્ઞાન-કેવલદર્શનને ક્રમિક સ્વીકારવામાં અન્ય દોષ ‘ વિષ્ય'થી બતાવે છે – વળી જો સર્વથા ક્રમથી જ તેઓની ઉત્પત્તિ છે=પ્રવાહરૂપે અને પરસ્પર અંતરિતરૂપે એમ સર્વ પ્રકારે ક્રમથી જ કેવલજ્ઞાન-કેવલદર્શનની ઉત્પત્તિ છે. તો અનેકાન્તનો વિરોધ છે અર્થાત્ અનેકાત્તશાસ્ત્રના વચનનો વિરોધ છે. જો કથંચિત્ ક્રમથી છે તો યુગપ તેની ઉત્પત્તિનો પક્ષ સ્વીકૃત છે-કેવલજ્ઞાન અને કેવલદર્શન સાથે ઉત્પન્ન થાય છે એ પક્ષ સ્વીકૃત છે, અને દ્વિતીય ક્ષણમાં તે બેના અભાવમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનના અભાવમાં=કેવલજ્ઞાનક્ષણમાં કેવલદર્શનના અભાવમાં અને કેવલદર્શનક્ષણમાં કેવલજ્ઞાનના અભાવમાં, છાપસ્થિક જ્ઞાનની જેમ અપર્યવસિતતા યુક્ત નથી=છદ્મસ્થને મતિ આદિ જ્ઞાનોતો ક્રમસર ઉપયોગ હોય છે, છતાં છદ્મસ્થ ત્રણ જ્ઞાનવાળા, ચાર જ્ઞાનવાળા છે એમ કહેવાય છે. તે રીતે તે જ્ઞાન અપર્યવસિત છે તેમ ક્ષાયિકજ્ઞાનમાં તેવી અપર્યવસિતતા યુક્ત નથી. ફરી ઉત્પાદ થતો હોવાથી કેવલજ્ઞાનનો કેવલદર્શનના આંતરા પછી ફરી ઉત્પાદ થતો હોવાથી, અપર્યવસિતપણું હોતે છતે ક્રમિક ઉપયોગમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનનું અપર્યવસિતપણું હોતે છત, પર્યાયની પણ અપર્યવસિતતાની પ્રસક્તિ છે. દ્રવ્યાર્થપણાથી તસ્વપણું હોતે છતે= અપર્યવસિતપણું હોતે છતે, દ્વિતીયક્ષણમાં પણ તે બેનો-કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો, સદ્ભાવ છે. અન્યથા દ્રવ્યાર્થપણાનો અયોગ છે. ૨/કા ભાવાર્થ :કેવલજ્ઞાન-કેવલદર્શન સાદિ અપર્યવસિત છે, એ પ્રમાણેનું શાસ્ત્રવચન છે. જો કેવલજ્ઞાનનો અને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy