________________
૩૭
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૭
અહીં કેવલજ્ઞાન-કેવલદર્શન એકદાઉપયોગવાદી કહે કે આ કેવલજ્ઞાન-કેવલદર્શનનું અપર્યવસાનપણું, દ્રવ્ય અપેક્ષાએ છે. તેને ક્રમિકઉપયોગવાદી કહે છે – એમ ન કહેવું. અમારા પક્ષમાં પણ=કેવલજ્ઞાનકેવલદર્શનના ક્રમિકઉપયોગપક્ષમાં પણ, આનું સમાનપણું છે દ્રવ્ય અપેક્ષાએ અપર્યવસાતપણાનું સમાનપણું છે.
અહીં કેવલજ્ઞાન-કેવલદર્શન એકદાઉપયોગવાદી કહે કે તદ્વિષયક પ્રશ્ન અને પ્રતિવચનનો અભાવ હોવાથી=દ્રવ્ય વિષયક પ્રશ્ન અને દ્રવ્ય વિષયક પ્રતિવચનનો અભાવ હોવાથી, ક્રમિકઉપયોગના પક્ષમાં દ્રવ્ય અપેક્ષાએ અપર્યવસાનતા નથી એ પ્રમાણે જો એકાઉપયોગવાદી કહે તો, ક્રમિકઉપયોગવાદી કહે છે – તમને પણ=એકદાઉપયોગવાદી એવા તમને પણ, દ્રવ્ય અપેક્ષાથી અપર્યવસાનનું કથન અયુક્ત છે=કેવલજ્ઞાન અને કેવલદર્શનના અપર્યવસાનનું કથન અયુક્ત છે.
તેને કેવલજ્ઞાન-કેવલદર્શન એકદાઉપયોગવાદી કહે છે – આ અસત્ છે ક્રમિકઉપયોગવાદીનું કથન અસત્ છે; કેમ કે તે બેનું કેવલજ્ઞાન-કેવલદર્શનનું, યુગપદ્ રૂપ-રસની જેમ ઉત્પાદનો અભ્યપગમ હોવાથી, પરંતુ ઋજુત્વ અને વક્રતાની જેમ ક્રમિક ઉત્પાદનો અભ્યગમ નહીં હોવાથી, ક્રમિકઉપયોગવાદીનું કથન અસત્ છે એમ અત્રય છે. આ રીતે પણ=રૂપ-રસની જેમ કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો યુગપદ્ ઉત્પાદ સ્વીકાર્યો એ રીતે પણ, સપર્યવસાનતા છે કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ઉપયોગ પર્યાયની દૃષ્ટિથી પ્રતિક્ષણ નવો નવો થાય છે માટે સંપર્યવસાનતા છે એ પ્રમાણે ક્રમિકઉપયોગવાદી કહે તો એકદાઉપયોગવાદી કહે છે – એમ ન કહેવું; કેમ કે કેવલી દ્રવ્યથી કથંચિત્ અવ્યતિરેક હોવાથી=કેવલીરૂપ દ્રવ્યથી કેવલજ્ઞાન-કેવલદર્શનનો કથંચિત્ અભેદ હોવાથી, તે બેનું કેવલજ્ઞાનકેવલદર્શનનું, અપર્યવસિતપણું છે.
અને ક્રમએકાંતપક્ષમાં પણ આ પ્રમાણે થશે-કેવલીદ્રવ્યથી કેવલજ્ઞાન-કેવલદર્શનનો અવ્યતિરેક સ્વીકારવાથી કેવલજ્ઞાન-કેવલદર્શનની અપર્યવસિતતા થશે, તેને અક્રમવાદી કહે છે – એમ ન કહેવું; કેમ કે અનેકાંતનો વિરોધ છે=નિશ્ચયનયથી ગુણ-ગુણીનો અભેદ હોવાથી ગુણી એવા આત્મદ્રવ્ય સાથે કેવલજ્ઞાનનો અભેદ હોવા છતાં ક્રમવાદીના મતાનુસાર કેવલજ્ઞાન-કેવલદર્શનની ક્રમસર પ્રાપ્તિ છે અને વ્યવહારનયથી ગુણ-ગુણીનો ભેદ હોવાને કારણે ગુણી એવા આત્મદ્રવ્યથી કેવલજ્ઞાનકેવલદર્શનનો ઉપયોગ ક્રમસર થતો હોવાથી કેવલજ્ઞાન-કેવલદર્શનની ક્રમસર પ્રાપ્તિ છે એ પ્રકારે ક્રમવાદીના મતે સ્થાપત થવાથી એકાંતની પ્રાપ્તિ થવાના કારણે અનેકાંતનો વિરોધ છે, અને અહીં પણ સહભાવી ઉપયોગના સ્વીકારમાં પણ, તથાભાવ છે=અનેકાંતનો વિરોધ છે, એમ ક્રમવાદીએ ન કહેવું; કેમ કે તથાભૂત આત્મક એક કેવલીદ્રવ્યનો અભ્યપગમ છે=કેવલજ્ઞાન-કેવલદર્શનાત્મક એક કેવલીદ્રવ્યનો અભ્યપગમ છે રૂપરસાત્મક એક દ્રવ્યની જેમ.
અહીં પ્રશ્ન થાય કે રૂપ-રસાત્મક એક દ્રવ્યની જેમ કેવલજ્ઞાન-કેવલદર્શનાત્મક એક કેવલીદ્રવ્યના સ્વીકાર કરવા માત્રથી અક્રમવાદમાં અનેકાંતનો વિરોધ નથી તે કેમ સિદ્ધ થાય ? તેથી કહે છે –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org