________________
૩૬
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૭ रूपत्वे च द्रव्यस्य तदात्मकत्वेन तयोरप्यक्रम एव, न च तयोस्तद्रूपतया तथाभावो न स्वरूपतः, तथात्वेऽनेकान्तरूपताविरोधानिरावरणस्याक्रमस्य क्रमरूपत्वविरोधाच्च तस्यावरणकृतत्वात् । किञ्च, यदि सर्वथा क्रमेणैव तयोरुत्पत्तिरनेकान्तविरोधः, अथ कथञ्चित् तदा युगपदुत्पत्तिपक्षोऽप्यभ्युपगतः न च द्वितीये क्षणे तयोरभावे अपर्यवसितता छाद्यस्थिकज्ञानस्येव युक्ता, पुनरुत्पादादपर्यवसितत्वे पर्यायस्याप्यपर्यवसितताप्रसक्तिः, द्रव्यार्थतया तत्त्वे द्वितीयक्षणेऽपि तयोः सद्भावोऽन्यथा द्रव्यार्थत्वाયાત્િ ા૨/છાા ટીકાર્ચ -
સાઈપૂર્વવને ... વ્યાર્થત્યાત્ II સાદી અપર્યવસાન કેવલજ્ઞાન-કેવલદર્શનમાં ક્રમઉપયોગ હોતે છતે બીજા સમયમાં તે બેતું-કેવલજ્ઞાન-કેવલદર્શનનું, પર્યવસાન છે, એથી કેવી રીતે અપર્યવસિતતા થાય ? કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં અપર્યવસિતતા કેવી રીતે પ્રાપ્ત થાય? અર્થાત્ થાય નહીં. તે કારણથી સૂત્ર આશાતનાના ભીરુ ક્રમઉપયોગવાદી એવા આચાર્યો વડે ‘વત્તાને નં અંતે' ) ઈત્યાદિ આગમમાં કેવલજ્ઞાનની અને કેવલદર્શનની સાદિ અપર્યવસાનતાનું અભિયાન પર્યાલોચન કરવું જોઈએ.
અને અહીં-કેવલજ્ઞાન અને કેવલદર્શનના ક્રમિક ઉપયોગના સ્વીકારમાં, સૂત્રઆશાતના સર્વજ્ઞના અધિક્ષેપ દ્વારા જાણવી=સર્વજ્ઞતા અપલાપ દ્વારા જાણવી.
અહીં પ્રશ્ન થાય કે સૂત્રની આશાતના સૂત્રના અધિક્ષેપથી ન સ્વીકારતા સર્વજ્ઞના અધિક્ષેપથી કેમ કહી ? એથી કહે છે –
અચેતન એવા વચનના અધિક્ષેપતો અયોગ છે=અચેતનરૂપ શાસ્ત્રના વચનોના અધિક્ષેપનો અયોગ છે.
અહીં કેવલજ્ઞાન-કેવલદર્શનના ક્રમિકઉપયોગવાદી કહે છે – દ્રવ્ય અપેક્ષાથી અપર્યવસિતપણું છે=કેવલજ્ઞાન અને કેવલદર્શનનું અપર્યવસિતપણું છે, તેને ગ્રંથકારશ્રી કહે છે – એમ ન કહેવું; કેમ કે દ્રવ્ય વિષયક પ્રશ્ન અને ઉત્તરની અશ્રુતિ છે=આગમમાં જે ગૌતમસ્વામીએ પૃચ્છા કરી છે ત્યાં દ્રવ્ય વિષયક પ્રશ્ન અને દ્રવ્ય વિષયક ઉત્તર છે એ પ્રમાણે સંભળાતું નથી. ‘નથ’થી ક્રમિકઉપયોગવાદી કહે છે – તમને પણ=કેવલજ્ઞાન-કેવલદર્શન એકદા સ્વીકારનાર તમને પણ... કેવી રીતે તે બેની કેવલજ્ઞાન અને કેવલદર્શનની, અપર્યવસાનતા થાય ? અર્થાત્ થાય નહીં; કેમ કે પર્યાયોનું ઉત્પાદ વિગમાત્મકપણું છે અર્થાત્ દ્રવ્ય અપેક્ષાએ ન ગ્રહણ કરવામાં આવે અને કેવલજ્ઞાન-કેવલદર્શનરૂપ પર્યાયની અપેક્ષાએ સ્વીકારવામાં આવે તો કેવલજ્ઞાનકેવલદર્શન એક સાથે હોવા છતાં કેવલજ્ઞાન-કેવલદર્શનના નવા નવા પર્યાયોનો ઉત્પાદ અને પૂર્વ પૂર્વ પર્યાયોનો વ્યય છે. માટે કેવલજ્ઞાન-કેવલદર્શન અપર્યવસાન થાય નહીં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org