SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૪૧ दृष्टान्तासिद्धिः, तस्मात् केवलं कथंचित् सादि, कथंचिदनादि, कथंचित् सपर्यवसानं, कथंचिदपर्यवसानं, સત્ત્વલિત્મિવિતિ સ્થિતમ્ ૨/૪ ટીકાર્ય : પર્વનન્તરોત્તરુદાત્તવત્ સ્થિતમ્ ! આ રીતે=અનંતર ગાથામાં કહેલા દાંતની જેમ, જીવદ્રવ્ય અનાદિનિધન-અનાદિઅનંત, અવિશેષિત છે=ભવ્ય જીવરૂપ સામાન્ય છે. જે કારણથી રાજત્વપર્યાય સદશ કેવળીત્વ પર્યાય તેનો તથાભૂત જીવદ્રવ્યનો જ્ઞાનાવરણાદિ કર્મોનો ક્ષય કર્યો છે તેવા પ્રકારના જીવદ્રવ્યનો, વિશેષ છે. તે કારણથી આ રીતે જીવદ્રવ્ય અનાદિનિધન અવિશેષિત છે એમ પૂર્વાર્ધ સાથે સંબંધ છે. આ દાષ્ટ્રતિક યોજનથી શું ફલિત થાય ? તે સ્પષ્ટ કરે છે – તે રૂપથી=રાજત્વ પર્યાય સદશ કેવળીત્વ પર્યાયરૂપથી, જીવદ્રવ્ય સામાન્યની પણ કથંચિઃ ઉત્પત્તિ હોવાથી સામાન્ય પણ ઉત્પન્ન-જીવદ્રવ્ય પણ ઉત્પન્ન, સ્વીકારવું જોઈએ એમ આગળ સાથે જોડાણ છે. પ્રાક્તરૂપનો વિગમન હોવાથી–સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ પૂર્વે સંઘયણાદિ ભાવરૂપ જે પૂર્વનું રૂપ છે તેનું વિગમન હોવાથી, તેનાથી અભિન્ન=સંઘયણાદિથી અભિન્ન, સામાન્ય પણ=જીવદ્રવ્ય સામાન્ય પણ, પૂર્વના પિંડપર્યાયના પરિત્યાગમાં પ્રવૃત્ત અને ઉત્તરના ઘટપર્યાયના ઉપાદાનમાં પ્રવૃત એવા એક મૃદ્રવ્યની જેમ કેવળરૂપાણાથી કથંચિ વિગત સ્વીકારવું જોઈએ એમ અવય છે. અથવા જીવરૂપપણાથી અનાદિનિધનપણું હોવાને કારણે નિત્ય દ્રવ્ય=નિત્ય જીવદ્રવ્ય, સ્વીકારવું જોઈએ. પ્રતિક્ષણભાવિ પર્યાયથી અનુસ્મૃત એવા મુદ્રવ્યતા પ્રત્યક્ષથી અનુભૂતિ હોવાથી દાંતની અસિદ્ધિ નથી. આ રીતે દૃષ્ટાંત-દાષ્ટ્રતિકભાવને સ્પષ્ટ કર્યા પછી શું ફલિત થાય છે? તેને કહે છે – તે કારણથી કેવળ કથંચિ સાદિ છે, કથંચિત્ અનાદિ છે, કથંચિત્ સપર્યવસાન છે, કથંચિ અપર્યવસાત છે; કેમ કે આત્માની જેમ સતપણું છે કેવળનું સતપણું છે એ પ્રમાણે સ્થિત છે. li૨/૪૧ ભાવાર્થ : ગાથા-૪૦માં મનુષ્યના રાજાપર્યાયનું દૃષ્ટાંત ગ્રહણ કર્યું. હવે તે દષ્ટાંત સાથે જીવના કેવળજ્ઞાન પર્યાયને ગ્રહણ કરીને યોજન કરે છે – જેમ દષ્ટાંતમાં મનુષ્યનો રાજત્વપર્યાય છે તત્સદશ જીવમાં કેવળીત્વ પર્યાય છે. તેથી જેમ દષ્ટાંતમાં કહ્યું કે સાંઈઠ વર્ષનો પુરુષ ત્રીસ વર્ષનો રાજા થયો. તેના દ્વારા મનુષ્યસામાન્યના વર્ષવિભાગનો અને રાજાપર્યાયના વર્ષવિભાગનો બોધ થાય છે અર્થાત્ “મનુષ્યરૂપે સાંઈઠ વર્ષનો હતો. રાજારૂપે ત્રીસ વર્ષનો છે' એમ વર્ષવિભાગ દેખાય છે. તેમ પ્રસ્તુતમાં ‘ભવ્યજીવરૂપ સામાન્ય અનાદિઅનંત છે તેમ વર્ષવિભાગ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy