SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨૬ ઘટાદિ અર્થમાં તેનો ભાવ છે=મન:પર્યવજ્ઞાનનો વિષયરૂપે સદ્ભાવ છે, અને આ=‘મન:પર્યવજ્ઞાન દર્શન છે’ એ, યુક્ત નથી; કેમ કે આગમમાં તેનું=મનઃપર્યવજ્ઞાનનું, દર્શનપણાથી અપાઠ છે. અહીં ઉત્તર કહેવાય છે=ગ્રંથકારશ્રી ઉત્તર આપતાં કહે છે – નોઇન્દ્રિયમાં=મનોવર્ગણા નામના મનવિશેષમાં=સામેની વ્યક્તિના પદાર્થ વિષયક બોધને અનુકૂળ વ્યાપારવાળા મનોવર્ગણાના વિષયમાં, પ્રવર્તતું મન:પર્યાય બોધરૂપ જ્ઞાન જ છે, દર્શન નથી. જે કારણથી અસ્પૃષ્ટ એવા ઘટાદિ, આના=મન:પર્યવજ્ઞાનના, વિષય નથી; કેમ કે તેઓનું=ચિંતવન કરનાર પુરુષના વિષયભૂત ઘટાદિનું, લિંગથી અનુમેયપણું છે=મત પર્યવજ્ઞાની દ્વારા પર વડે ચિંતિત એવા ઘટાદિનું લિંગથી અનુમેયપણું છે. અને તે રીતે આગમ છે ‘અનુમાનથી બાહ્ય અર્થને જાણે છે'=મન:પર્યવજ્ઞાની અનુમાનથી પર દ્વારા ચિંતવન કરાયેલા બાહ્ય એવા ઘટાદિ પદાર્થોને જાણે છે.' (વિશેષાવશ્યકભાષ્ય ગાથા-૮૧૪) ‘નનુ'થી શંકા કરે છે પરકીય મનોગત એવા અર્થના આકારના વિકલ્પનું ઉભયરૂપપણું હોવાથી=મતઃપર્યવજ્ઞાની જેના મનોવર્ગણાના પુદ્ગલોને જુએ છે તે મનોગત જે ઘટપટાદિ અર્થો તેના આકારના વિકલ્પરૂપ ચિંતવન કરનારના મનોદ્રવ્યનું તેના આત્મા સાથે મનોદ્રવ્યરૂપે પૃષ્ટરૂપપણું છે અને ચિંતવનના વિષયભૂત ઘટપટાદિનું અસ્પૃષ્ટવિષયપણું છે તે અપેક્ષાએ ઉભયરૂપપણું હોવાથી, તેને ગ્રહણ કરનાર=પરકીય મનોગત અર્થના આકારના વિકલ્પને ગ્રહણ કરનાર, મન:પર્યવજ્ઞાનની દર્શનરૂપતા કેમ નથી ? આ પ્રકારની શંકાનો ઉત્તર આપતાં કહે છે - ‘ન’=મન:પર્યવજ્ઞાનની દર્શનરૂપતા સ્વીકારવી ઉચિત નથી; કેમ કે બાહ્યાર્થ ચિંતવનરૂપ મનોવિકલ્પનું વિકલ્પાત્મકપણું હોવાના કારણે અર્થાત્ દર્શન વિકલ્પાત્મક નથી જ્ઞાન વિકલ્પાત્મક છે અને બાહ્યાર્થ ચિંતવનરૂપ મનોવિકલ્પનું વિકલ્પાત્મકપણું હોવાના કારણે, જ્ઞાનરૂપપણું હોવાથી તેના ગ્રહણ કરનાર મન:પર્યવજ્ઞાનની પણ તરૂપતા જ છે-જ્ઞાનરૂપતા જ છે. વળી, ઘટાદિની ત્યાં=મન:પર્યવજ્ઞાનમાં, પરોક્ષતા જ છે, એથી દર્શનનો અભાવ જ છે. અહીં પ્રશ્ન થાય કે બાહ્યાર્થ ચિંતવનરૂપ મનોવિકલ્પ વિકલ્પાત્મક હોવાથી, જ્ઞાનરૂપ છે તેમ સ્વીકારીએ તોપણ મનોવિકલ્પનો આકાર સૃષ્ટ-અસ્પૃષ્ટ ઉભયરૂપ છે. તેથી મનઃપર્યવજ્ઞાનને દર્શનરૂપ કહેવાની આપત્તિ આવશે. તેના નિવારણ માટે કહે છે Jain Educationa International 1 - મનોવિકલ્પ આકારનું ઉભયરૂપપણું હોવા છતાં પણ-ઘટાદિ પદાર્થને ચિંતવન કરનાર પુરુષના મનોવિકલ્પ આકાર મનોવર્ગણારૂપે તેને સ્પષ્ટ છે અને ઘટાદિ વિષયરૂપે અસ્પૃષ્ટ છે તે રૂપ ઉભયરૂપપણું હોવા છતાં પણ, છાપ્રસ્થિક ઉપયોગનું=મતઃપર્યવજ્ઞાનીના મનઃપર્યવજ્ઞાનરૂપ છાપસ્થિક ઉપયોગનું, પરિપૂર્ણ વસ્તુના ગ્રાહકત્વનો અસંભવ હોવાથી-અનુમાન દ્વારા પરકીય ચિંતવન કરાયેલા પદાર્થનો For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy