________________
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨૬
૧૦૧
નિર્ણય કરવા યત્ન કરે છે ત્યારે સ્વગત મનોવર્ગણાને જોનારા છે તે વખતે પરગત મનોવર્માને જોનારા નથી તેથી સ્વગતપરગત મનોવર્ગણારૂપ પરિપૂર્ણ વસ્તુના ગ્રાહકત્વનો અસંભવ હોવાથી, મન:પર્યવજ્ઞાનમાં દર્શનના ઉપયોગનો સંભવ નથી પરકીય મનોદ્રવ્યને આશ્રયીને અસ્પષ્ટ અર્થવિષયતાને ગ્રહણ કરીને તેને દર્શનનો ઉપયોગ છે તેમ કહી શકાય નહીં. ૨/૨૬. ભાવાર્થ :
ગાથા-રપમાં કહ્યું કે અસ્પષ્ટ અર્થમાં ચક્ષુથી થનારો બોધ ચક્ષુદર્શન છે અને ઇન્દ્રિયોના અવિષયમાં મનથી થનારો બોધ અચક્ષુદર્શન છે. આ પ્રકારે દર્શનનું લક્ષણ કરવામાં આવે તો મન:પર્યવજ્ઞાન પણ દર્શન છે તેમ સ્વીકારવાની આપત્તિ આવે અર્થાત્ મતિજ્ઞાનને તો દર્શન છે પરંતુ મન:પર્યવજ્ઞાન પણ દર્શન છે તેમ સ્વીકારવાની આપત્તિ આવે; કેમ કે મન:પર્યવજ્ઞાની પરકીય મનથી ચિંતવન કરાયેલા પદાર્થોનો બોધ કરે છે ત્યારે પર દ્વારા ચિંતવન કરાયેલા ચિતવનના વિષયભૂત ઘટાદિ અર્થો મન:પર્યવજ્ઞાનીના જ્ઞાનના વિષયરૂપ હોવા છતાં મન:પર્યવજ્ઞાનીના ચક્ષુ સામે વિદ્યમાન નથી અને તે ઘટાદિ અર્થો ઇન્દ્રિયના વિષય પણ નથી. કેમ કે મન:પર્યવજ્ઞાનીને તે ઘટાદિ અર્થો કોઈ ઇન્દ્રિયથી ગ્રહણ થતા નથી તેથી અસ્પષ્ટ અને અવિષય એવા ઘટાદિ અર્થનું જ્ઞાન મન:પર્યવજ્ઞાની કરે છે માટે મન:પર્યવજ્ઞાન પણ દર્શન છે તેમ સ્વીકારવાની આપત્તિ આવે, માટે ગાથા-૨પમાં દર્શનનું જે લક્ષણ કર્યું તે ઉચિત નથી એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. વળી પૂર્વપક્ષી કહે છે કે આ યુક્ત નથી અર્થાત્ મન:પર્યવજ્ઞાનને દર્શન છે એમ સ્વીકારવું યુક્ત નથી; કેમ કે આગમમાં મન:પર્યવજ્ઞાનને દર્શન સ્વીકારેલ નથી. માટે ગાથા-૨૫માં જે દર્શનનું લક્ષણ ગ્રંથકારશ્રીએ કરેલ છે તે ઉચિત નથી એ પ્રકારનો પૂર્વપક્ષીનો અભિપ્રાય છે.
ગાથાના ઉત્તરાર્ધથી આ પ્રકારની પૂર્વપક્ષીની શંકાનો ઉત્તર ગ્રંથકારશ્રી બતાવે છે –
મન:પર્યવજ્ઞાન મનોવર્ગણા નામના મનવિશેષરૂપ નોઇન્દ્રિય વિષયમાં પ્રવર્તમાન છે. તે નોઇન્દ્રિયના વિષયમાં પ્રવર્તમાન એવું મન:પર્યવ બોધરૂપ જ્ઞાન જ છે દર્શન નથી અર્થાત્ પ્રથમ દર્શન પછી જ્ઞાન એ પ્રમાણે જેમ મતિજ્ઞાનમાં થાય છે તેમ મનઃપર્યવજ્ઞાન જ્ઞાનરૂપ પણ છે અને દર્શનારૂપ પણ છે, તેમ નથી પરંતુ માત્ર જ્ઞાનરૂપ જ છે. મન:પર્યવજ્ઞાન કેમ દર્શન નથી ? તેમાં યુક્તિ બતાવે છે –
જે કારણથી અસ્પષ્ટ એવા ઘટાદિ મન:પર્યવજ્ઞાનનો વિષય નથી; કેમ કે મન:પર્યવજ્ઞાનનો વિષય ચિંતવન કરનારના ઘટાદિ વિષયક મનોદ્રવ્ય છે. વળી, ચિંતવન કરનારના મનના વિષયભૂત અસ્કૃષ્ટ અને અવિષય એવા ઘટાદિનું મન:પર્યવજ્ઞાની લિંગથી અનુમાન કરે છે. તેથી પૂર્વપક્ષીએ કહેલ કે અસ્પષ્ટ અને અવિષય એવા ઘટાદિ વિષયનું મન:પર્યવજ્ઞાન થાય છે માટે તે દર્શન છે તેમ સ્વીકારવું જોઈએ, તે વચન સંગત નથી.
આ રીતે ગાથાનો અર્થ કર્યા પછી ‘નથી ટીકાકારશ્રી શંકા કરતાં કહે છે –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org