________________
[૧૦] ત્રણ ક્રમિક સંખ્યાઓનું શોધન
મંડળી કે મિજલસ જામી હોય અને ગણિતના આઠ– દશ ચમત્કારિક પ્રયોગ કરી બતાવવાને પ્રસંગ આવે તે
આ પ્રયોગ જરૂર કરવા જેવું છે. તેમાં કાગળ તથા પેન્સીલ સિવાય અન્ય સાધનની જરૂર પડતી નથી. તેની રજૂઆત સામાન્ય રીતે આ પ્રમાણે થાય છે?
ગણિતજ્ઞ મંડળી કે મિજલસને ઉદ્દેશીને કહે છે : “સગૃહસ્થ તથા સન્નારીઓ ! કેઈ ત્રણ વ્યક્તિ જંગલમાં ભૂલી પડી હોય કે ગૂમ થઈ ગઈ હોય તે તેને શોધવાનું કામ કેટલું અઘરું છે, તે તમે બધાં જાણો છો. આવું જ અઘરૂં કામ ત્રણ ક્રમિક સંખ્યાઓને શેધવાનું છે કે જે લખાયા પછી અનેક જાતના આંકડાઓના સરવાળા તથા ગુણાકારમાં ગુમ થઈ જાય છે. પરંતુ એ અઘરું કામ આંખના પલકારા માત્રમાં સિદ્ધ કરી બતાવવા માટે હું તમારી સમક્ષ ઊભું થયે છું. હવે તમે બધા તમારું ધ્યાન મારા પર કેન્દ્રિત કરશે અને હું જે કંઈ કહું તે પર બરાબર ધ્યાન આપશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org